________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય નિવેદન છે
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા સાહિત્યના આ અદ્દભુત ગ્રંથ કાવ્યાનુશાસનને “શ્રીવિજયનેમિસૂરીશ્વર-ગ્રંથમાલારન–૪ મા તરીકે પ્રકાશિત કરતાં અમને અત્યંત આનંદ થાય છે.
આ ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ ભગવંતની સ્વપજ્ઞ “સરચૂડામગિરી' મૂકવામાં આવી છે. તદુપરાંત તેમની “વિવૃત્તિ ના સપૂર્ણ ભાવને પ્રદર્શિત કરતી અને તે સિવાયના વિવિધ વિચારોને જણાવતી, શાસનસમ્રા-સૂરિચક્રચક્રવર્તિ-તપગચ્છાધિપતિ–ભારતીય ભવ્યવિભૂતિદિવ્યમૂર્તિ-સર્વતન્ત્રસ્વતન્ત્ર-શ્રીકદમ્બગિરિપ્રમુખનેતીર્થોદ્ધારકભૂપાલાવલિનતપાદપઘ-પંચપ્રસ્થાનમયસૂરિમન્ત્ર-સમારાધક-બાલબ્રહ્મચારિ–પ્રૌઢપ્રતાપિ–પરમોપકારિ–જગદ્ગુરુપરમકૃપાલુ-પરમપૂજ્ય-આચાર્યમહારાજાધિરાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજસાહેબના પટ્ટાલંકાર-વ્યાકરણવાચસ્પતિ-કવિરત-શાસ્ત્રવિશારદ–નિરુપમવ્યાખ્યાનસુધાવાર્ષિ-સપ્તલક્ષલોકમાનનૂતનગ્રન્થનિર્માતૃબાલબ્રહ્મચારિ–પૂજ્યપાદ-આચાર્યદેવ શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યલાવણ્યસૂરિજી મહારાજસાહેબે રચેલી “ર” નામની નૂતન ટીકા પણ આમાં મૂકવામાં આવી છે.
આ ગ્રંથના સંપાદક પ્રખરવક્તા વિદ્વર્ય બાલબ્રહ્મચારી પૂજ્ય પન્યાસપ્રવર શ્રીસુશીલ વિજ્યજી ગણિવર્ય છે. તેઓશ્રીએ લખેલ “મૂળનો સંક્ષેપાર્થ' પણ આમાં આપેલ છે.
For Private And Personal Use Only