SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મની દિશા પણ બીજે અનેક ઠેકાણે ભટકવું નહીં. તે જ આ ચોથું વ્રત પાળી શકાય છે. વિશેષ વિચાર સાધુના સ્વરૂપમાં કહે છે અને ગૃહસ્થના માટે પણ કેટલાક વિચારો કહેલા છે. તે બધા વિચારો આ ટૂંકા ધાર્મિક ઉપદેશમાં કહી શકાય નહીં, પણ સાધારણ રીતે પિતાની સ્ત્રીથી નિર્વાહ કરવાવાળાથી આ ચોથું વ્રત પણ પાલી શકાય છે. શ્રાવકના પાંચમા વ્રતનું સ્વરૂપ : ૧-ધન તે નાલીયેર આદિ-મેલ આદિ-ઝવેરાત આદિ, ૨ધાન્ય તે ગહું-ચણ આદિ, ૩- ક્ષેત્ર તે બાગ-બગીચા આદિ, ક-વાસ્તુક તે હાટ-હવેલી આદિ, પરૂ તે શિક્કા વિનાની ચાંદી, સુવર્ણ તે શિકા વિનાનું સોનું, ૯-કુપદ તે ત્રાંબું, પીત્તલ આદિ ધાતુઓ, ૮-દ્વિપદ તે દાસ, દાસી, આદિ અને ૯-ચૌપદ તે ગાય ભેંસ આદિ. આ વસ્તુઓને જે પ્રમાણે આપણે સત્તામાં રાખવાનો નિયમ લીધે હેય, તેથી અધિક પ્રમાણથી રાખવાની ઈચ્છા ન કરવી. કદાચ અધિક વૃદ્ધિ થાય તે ધર્મનાં કાર્યોમાં ખરચ કરે, કેમકે-પુણ્યના ભેગથી જે સ્વભાવિક વૃદ્ધિ થાય, તેને કેઈ નાંખી દેતું નથી, જ્યાં સુધી આ પદાર્થોને નિયમ ન કરે, ત્યાં સુધી ઈચ્છાને નિરોધ થઈ શક્ત નથી. સાધુઓને તો કોઈ પણ વસ્તુ ઉપર મૂછો કરવી જ નહિ અને તો જ તેનું સાધુપણું બની શકે, ગૃહસ્થને સર્વથા પ્રકારે તેમ બનવું અશક્ય હવાથી, ઈચ્છાપૂર્વક પ્રમાણુ કરી, આ વ્રતનું પાલન કરવું. નહીં તો બીજા કોઈ પણ પ્રકારથી સંતેષ થવો તે અતિ દુર્ઘટ છે. પ્રમાણ કર્યા વિના ઘણા લોકોને આ ભવમાં પણ અનેક સંકટ ભેગવવાં પડે છે, તે પરલોકમાં કેમ ભેગવવી નહીં પડે ? એવું જાણુને અવશ્ય આ વ્રતનું પાલન કરવું. For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy