SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાખ્યાન ચીશું સાક્ષી, લેખ, પત્ર કર્યા વિના પિતાની રકમ આદિ પિતાની રક્ષા કરવાને મૂકી હોય અને પરદેશાદિકથી બે-ચાર વર્ષે આવીને તે માગણી કરતાં તદ્દન અજાણ થઈ તેને નિષેધ કરે એ ચેાથું જૂઠું છે. તે ગૃહસ્થ ધર્મને પાલન કરવાવાળાએ કદાપિ પણ બોલવું નહિ ૫ જૂઠી સાક્ષી પૂરવીએ જણના ટંટામાં એકના તરફથી લાંચ લઈને અગર શરમની ખાતર પણ જૂઠી સાક્ષી નહિ પૂરવી તેમજ જૂઠે લેખ પણ લખવો નહીં. તે જ આ બીજા વ્રતને પાળી શકાય છે. કદાપિ સૂક્ષ્મ જૂઠું બોલવાનું ભાન સહેજસાજમાં ન રહી શકે, તો પણ, સર્વ લોકમાં હલકા પડી જવા જેવાં આ પાંચ પ્રકારનાં જાકાં વચને તે અવશ્ય બેલવો નહીં. આથી ગૃહસ્થને પણ સારો લાભ થવાને સંભવ છે. શ્રાવકના ત્રીજા વ્રતનું સ્વરૂપ : મેટી ચેરી-ધાડ પાડવી, રસ્તા લુંટવા, જબરજસ્તીથી બીજાની વસ્તુ લેવી, છલ-કપટાદિકથી બીજાની વસ્તુ લેવી, રાજ્યના દાણની ચોરી કરવી, કેઈની અમૂલ્ય વસ્તુ પડેલી લઈને છુપાવી લેવી-ઇત્યાદિક જે કારણુથી લેકમાં ભંડાય અને રાજ્યમાં દંડાય, તેવી ચોરી કરવી નહીં. એ જે નિયમ પાલે તે ત્રીજા વ્રતરૂપે ગણાય છે. બાકી અલ્પ મૂલ્યવાલી સાધારણ વસ્તુઓને સર્વથા ઉપગ ગૃહસ્થથી ન પણ બની શકે, પણ ઉપયોગ રાખ જોઈએ. શ્રાવકના ચોથા વ્રતનું સ્વરૂપ : - બ્રહાવ્રત-સાધુઓ સર્વથા પ્રકારે સ્ત્રીઓના સંબંધથી વિમુખ જ હોય છે અને ગૃહસ્થને તે નિયમ એવી રીતે પાલ કે-જે સ્ત્રીનું પાણિગ્રહણ કર્યું હોય તેનાથી જ નિર્વાહ કરે, For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy