SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીલ થકી હો જિન ઉત્તમ પદ લહે, વાધે રૂપ કલા જ્ઞાન ચતુરનર; કીર્તિ વાધે હો ઇહભવ પરભવે, જીવ લહે બહુ માન ચતુરનર; નવિ૦ ૧૧ (૧૩૯ પહેલા મહાવ્રતની સઝાયો (રાગ-પુણ્ય સંયોગે પામીયો રે). સકલ મનોરથ પૂરવેરે, શંખેશ્વર જિનરાય; તેહ તણા સુપસાયથી રે, કરુ પંચ મહાવ્રત સઝાય રે; મુનિ જન એહ પહેલું વ્રત સાર, એહથી લહિયે ભવનો પાર રે. મુનિ ૧ પ્રાણાતિપાત વિરમણ કહ્યું રે, પહેલું વ્રત સુવિચાર; ત્રસ થાવર બેહુ જીવની રે, રક્ષા કરે અણગાર રે. મુનિ. ૨ પ્રાણાતિપાત કરે નહીં રે, ન કરાવે કોઈની પાસ; કરતા અનુમોદે નહીં રે, તેહનો મુગતિમાં વાસ રે. મુનિ૩ જયણાએ મનિ ચાલતા રે, જયણાએ બે સંત, જયણાએ ઉભા રહે રે, જયણાએ સુવંત રે. મુનિ૪ જયણાએ ભોજન કરે રે, જયણાએ બોલત; પાપ કરમ બાંધે નહિ રે, તે મુનિ મોટા મહંત રે. મુનિ ૫ પાંચે વ્રતની ભાવના રે જે ભાવે રાષિરાય; કાંતિવિજય મુનિ તેહના રે, પ્રેમે પ્રણમે પાચ રે. મુનિ. ૬ ૧૪૦ બીજા મહાવતની સઝાયો (રાગ-ધન ધન શાશન મંડન મુનિવરા) અસત્ય વચન મુખથી નવિ બોલીએ, જિમ નાવે રે સંતાપ; મહાવ્રત બીજે રે જિનવર ઇબ ભણે, મૃષા સમુ નહિ પાપ. અ૦૧ ખારા જળથી રે તૃમિ ન પામિયે, તિમ ખોટાની રે વાત; સુણતાં શાતારે કિમહી ન ઉપજે, વળી હોચ ધરમનો ધાત. અ૦૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy