SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૌતમના ગુણ ગાવતાજી, ઘર સંપત્તિની ક્રોડ; વાચક શ્રીકરણ ઇમ ભાણેજી, વંદુ બે કરોડ. સમગમેં ૮ ૧ પાકેલુ ૨ ઝાકળ (૧૧૧ ભવિષ્યની સઝાયો (રાગ-આતમ ધ્યાનથી રે સંતો) ભવિષ્યમાં લખ્યું હોય તે થાય, ડહાપણ કોઈનું કામ ન આવે, ક્રોડ કરોને ઉપાય. ભ૦ ૧ રાજાને મન રઢ જ લાગી, ત્યારે મૃગચા રમવા જાય; સાધુ મુનિ સંતાપ્યા ત્યારે, સર્પ ડશે શું થાય. ભ૦ ૨ મંગલ મુહૂરત શુભ ચોઘડીયું, પ્રથમ ગ્રહ પૂજાય; જાણ જોશી જાણતાં છતાં, રંગભેર શીદને રંડાય. ભ૦ ૩ રામચંદ્રજી જાણતાં છતાં, વનમાં શીદને જાય; સતી સીતાને કલંક આવ્યું, ત્યારે સવણ રણમાં રોલાય. ભ૦ ૪ અર્જુન - ભીમ- નકુલ --સહદેવ, રાજા ધર્મી કહેવાય; પાંચ પાંડવ જાણતાં છતાં, દ્રૌપદી શીદને લુંટાય ? ભ૦ ૫ ચંદનબાળા ચૌટે વેચાણી, રાખ્યા છે મૂળાને ઘેર; હાથે પગે બેડી ડસકલાં એમને, રાખ્યાં છે ગુપ્ત ભંડાર ભ૦ ૬ સતી સુભદ્રાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી છે આળ; જીવાએ કરી તરણું કાઢ્યું ત્યારે મુનિને કપાળે ટીલું થાય ભ૦ ૦ સતી અંજનાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી છે આળ; માબાપે પણ પાણી ન પાયુ કાઢ્યા છે ઉજ્જડ વનવાસ ભ૦ ૮ હીરવિજય ગુરુ હીરલો, લઘિવિજય ગુણ ગાય; માણેકવિજય ગુર ઇમ ભણે, તમે સાંભળી લેજો સાર. ભ૦ ૯ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy