________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૨ મનુષ્યભવની સજઝાચો મનુષ્ય ભવનું ટાણું રે, કાલે વહી જશે રે, અરિહંતના ગુણ ગાવો નર નાર; રત્ન ચિંતામણિ આવ્યો હાથમાં રે, ભગવંતના ગુણ ગાવો નર નાર. ૧ બળદ થઈને ચીલાએ ચાલશો રે, ચઢશો વળી ચોરાશીની ચાલ; ચોકડું બાંધીને ઘાણીએ ફેરવશે રે, ઉપર બેસી મૂરખ દેશે માર. ૨ કૂતરા થઈને ઘર ઘર ભટકશો રે, ઘરમાં નહીં પેસવા દે કોય; કાનમાં કીડા રે પડશે અતિ ઘણાં રે, ઉપર પડશે લાકડીઓના માર. ૩ ગધેડા થઈને ગલીઓમાં ભટકશો રે, ઉપાડશો અણતોલ ભાર; ઉકરડાની ઓથે રે જઇને ભૂકશો રે, સાંજ પડે ધણી ન લીએ સંભાળ. ૪ ભુંડ થઇને પાદર ભટકશો રે, કરશો વળી અશુચિ આહાર; નજરે દીઠા રે કોઈને નવિ ગમો રે, ઉપર પડશે પત્થરના પ્રહાર. ૫ ઊંટ થઈને બોજો ઉપાડશો રે, ચરશો વળી કાંટા ને કંથાર; હાથને હડશેલે ઘર ભેગા થાશો રે, ઉપર પડશે પાટુના પ્રહાર. ૬ ઘોડા થઈને ગાડીઓ ખેંચશો રે, ઉપર પડશે ચાબૂકના પ્રહાર; ચોકડું બાંધીને ઉપર બેસશે રે, રાયજાદા થઈ અસવાર. ૭ ઝાડ થઈને વનમાં ધૃજશો રે, સહેશો વળી તડકોને ટાઢ; ડાળે ને પાંદડે પંખી માળા ઘાલશે રે, ઉપર પડશે કુહાડાના ઘા. ૮ ઉત્તમ નરભવ ફરી ફરી આતમા રે, મેળવવો અતિ મુશ્કેલ; હીરવિજયની એણી પેરે શિખડી રે, તમે સાંભળો અમૃત વેલ. ૯
(૧૧૩ ઉપદેશની સઝાયો વૃથા કરે તું ગુમાન મનવા, વૃથા કરે તું ગુમાન; ઇન્દ્ર ચન્દ્ર ચક્રી મહારાજ, મળ્યા માટીમાં જાણ, આગમાં ખાખ થશે તુજ કાચા, જાણે એકલડી જાણ. મનવા૧
For Private And Personal Use Only