SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ *********** તપગચ્છ દિનકર ઉગીયો, શ્રી વિજયસેન સૂરીદો રે; તાસ શિષ્ય વિમલહેમ વિનવે, સતી નામે આણંદો રે. નવ૦ ૧૨ ૪૬ શ્રીપાલ-મયણાના પૂર્વભવની સઝાય (રાગ-શ્રી જીનવરને પ્રગટ થયુ રે ક્ષાયીક ભાવે જ્ઞાન) હિરણ્યપુર નામે નયરમાં રે, રાય નામે શ્રીકાંત, શ્રીમતી નામે રાણી તેહની રે, શુદ્ધ સમકિતવંત રે; પ્રાણી ! આરાધો સિદ્ધચક્ર, જિમ લહીયે સુખ અભંગ રે. પ્રાણી૦ ૧ રાજા મિથ્યામતિ અતિ ઘણો રે, સુણે ન રાણીની વાત; આહેડક વ્યસની ઘણો રે, કરે હિંસા તે કુજાત રે. પ્રાણી ૨ એક દિન શિકારે જાવતાં રે, સાતમેં ઉલ્લંઠ સાથ; કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા રે, મુનિ દેખે નરનાથ રે. પ્રાણી૦ ૩ હાંસીથી શ્રીકાંત રાજા કહે રે, કુષ્ઠરોગે પડ્યો એહ; ઉલ્લંઠ સાતસેં એમ સુણી રે, પીડે મુનિવર દેહ રે. પ્રાણી ૪ તાડના કરે મુનિને ઘણી રે, જેમ જેમ ઉલ્લંઠ લોક; તેમ તેમ રાજા રાજી હુવે રે, બાંધે પાપના થોક રે. પ્રાણી ૫ એક દિન શિકારે એકલો રે, ગયો રાજા ધરી પ્યાર; મૃગ આવ્યો એક હાથમા રે, ભુલ્યો મારગ તેણી વાર રે. પ્રાણી૦ ૬ નદી નજદીક આવતાં રે, દેખી મુનિવર એક; કાને ઝાલી ને જળમાં બોળતો રે, પીડે પ્રકાર અનેક રે. પ્રાણી એક દિન ઝરૂખે બેસીને રે, નગર નિહાળે રાય; ભિક્ષાર્થે ભમતો મુનિ દેખીને રે, રાજા દિલ દુભાય રે, પ્રાણી ૮ સેવકને કહે સાધુને રે, કાઢો નગરથી બહાર; રાય હુકમ સુણી કરી રે, થયા સેવકો તૈયાર રે. પ્રાણી ૯ ++++ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy