SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ************ ૪૦૯ વાત જાણી એહ રાણીયે રે, નૃપને ઓળંભો દીધ; સુણી તેડી ઘર આણીયા રે, વિનય બહુલો કીધ રે. પ્રાણી ૧૦ ભાવી બે જણ ભાવથી રે, પાપ નિવારણ કાજ; મારગ પૂછે મુનિરાજને રે, ભવજલધિમાં જહાજ રે.પ્રાણી૦ ૧૧ નવપદ આરાધન કરો રે, મુનિવર ભાખે એમ; પાપ સકલ દૂરે ટળે રે, લહીયે વાંછિત એમ રે. પ્રાણી૦ ૧૨ રાજારાણી બેઉ તપ તપી રે, થયા મયણાને શ્રીપાળ; પૂર્વ કૃત કર્મ યોગથી રે, આપદ-સંપદ આળ રે. પ્રાણી૦ ૧૩ નવપદ મહિમા અતિ ઘણો રે, કહેતાં ના'વે પાર; ગુરૂ અમૃત એમ ઉચ્ચરે રે, ભાવે સેવો નરનાર રે. પ્રાણી ૧૪ ૪૭ શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષિની સઝાય પ્રણમું તુમારા પાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તુમારા પાય; રાજ છોડી રળીયામણું રે, જાણી અચીર સંસાર વૈરાગે મન વાળીચું રે, લીધો સંયમ ભાર. સ્મશાને કાઉસ્સગ્ગ રહ્યા રે, પગ ઉપર પગ ચઢાય; બાહુ બે ઉંચા કરી ને, સૂરજ સામી દૃષ્ટિ લગાય. પ્રસન્ન૦૨ દુર્મુખ ૬ત વચન સુણી ને, કોપ ચઢ્યો તત્કાળ; મનશું સંગ્રામ માંડીયો રે, જીવ પડ્યો જંજાળ. પ્રસા૦૩ શ્રેણીક પ્રશ્ન પૂછે તે સમે રે, સ્વામી એહની કુણ ગતિ થાય;? ભગવંત કહે હમણાં મરે તો, સાતમી નરકે જાય.પ્રસા૦૪ ક્ષણ એક આંતરે પૂછીયુ રે, સર્વારથ સિદ્ધ વિમાન; વાગી દેવની દુંદુભી રે, ઋષિ પામ્યા કેવળજ્ઞાન. પ્રસન્ન૦૫ પ્રસન્નચંદ્ર ઋષિ મુગતે ગયા રે, શ્રી મહાવીરના શિષ્યઃ રૂપવિજય કહે ધન્ય ધન્ય, દીઠા એ પ્રત્યક્ષ. પ્રસન્ન૦૬ **** For Private And Personal Use Only પ્રસા૦૧
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy