________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
*****
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ શ્રીપાલ-મયણાની સઝાય
४७७
(રાગ-કડવા ફળ છે ક્રોધના)
સરસ્વતી માતા મયા કરો, આપો વચન વિલાસો રે, મયણા સુંદરી સતી ગાઈશું, આણી હઈડે ભાવો રે. નવ૦ નવપદ મહિમાં સાંભલો, મનમાં ધરી ઉલ્લાસો રે મયણાસુંદરી શ્રીપાલને, ફલીયો ધરમ ઉદારો રે. નવ૦ ૨ માલવ દેશમાહે વળી, ઉજેણી નયરી જામ રે રાજ કરે તિહાં રાજીયો, પ્રજાપાલ નરદ રે. નવ૦ ૩ રાય તણી મનમોહની, ધરણી અનોપમ દોય રે તાસ કુખે સુતા અવતરી, સુરસુંદરી-મયણા જોડ રે. નવ૦ ૪ સુરસુંદરી પંડિત કને, શાસ્ત્ર ભણી મિથ્યાતો રે મયણાસુંદરી સિદ્ધાન્તનો, અરથ લીયો સુવિચારો રે. નવ૦ ૫ રાય કહે પુત્રી પ્રત્યે, હું તુઠો તુમ જેહ રે વંછિત વર માંગો તદા, આપું અનોપમ તેહ રે. નવ૦ ૬
સુરસુંદરી વર માગીચો, પરણાવી શુચિ ઠામો રે મયણાસુંદરી વચણ કહે, કર્મ કરે તે હોવે રે. નવ 6
કમેં તુમારે આવીયો, વર વો બેટી જેહ રે તાત આદેશે કર ગ્રહી, વીયો કુષ્ઠી તેહ રે. નવ આયંબિલનો તપ આદરી, કોઢ અઢાર તે કાઢે રે; સદ્ગુરુ આજ્ઞા શિર ધરી, હુઓ રાય શ્રીપાલ રે. નવ૦ ૯ દેશ-દેશાંતર ભમી કરી, આયો તે વર્ષ અંતે રે; નવ રાણી પરણ્યો ભલી, રાજ્ય પામ્યો મનરંગ રે. નવ૦ ૧૦
For Private And Personal Use Only
.
તપ પસાય સુખ સંપદા, પ્રત્યક્ષ સ્વર્ગે પહોંચ્યો રે; ઉપસર્ગ સવિ દૂરે ટળ્યો, પામ્યો સુખ આણંદો રે. નવ૦ ૧૧ **********++++++++%