________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુજ મન આશા રે પુત્ર હતી ઘણી રે, રમાડીશ વહુના રે બાળ; દેવ અટારો રે દેખી નવિ શક્યો રે, ઉપાયો એહ જંજાળ ધારણી૩ ધન કણ કંચન રે બદ્ધિ ઘણી અછે રે, ભોગવો ભોગ સંસાર; છતી ઋદ્ધિ વિલસો રે જાયા ઘર આપણે રે, પછી લેજો સંયમ ભાર. ધારણી૪ મેઘકુમારે રે માતા પ્રત્યે બૂઝવી રે, દીક્ષા લીધી વીરજીની પાસ; પ્રીતિવિમળ રે છણિ પરે ઉચ્ચરે રે, પહોતી હારા મનડાની આશ. ધારણી૫
૩૯ શ્રી મૃગાપુત્રની સઝાયો
(રાગ - ધારણી મનાવે રે મેઘકુમારને રે) ભવિ તુમે વંદો રે મૃગાપુત્ર સાધુને રે, બલભદ્ર રાયનો નંદ; તરૂણ વયે વિલસે નિજ નારીશું રે, જિમ તે સુર દોગંદ. ભવિ૦ ૧ એક દિન બેઠા મંદિર માળીયા રે, દીઠા શ્રી અણગાર; પગ અડવાણે રે જયણાં પાલતાં રે, ષટ્યાય રાખણહાર. ભવિ૦ ૨ તે દેખી પુરવભવ સાંભયો રે, નારી મૂકી નિરાશ; નિર્મોહી થઈ હેઠો ઉતર્યો રે, આવ્યો માસની પાસ ભવિ. ૩ માતાજી આપો રે અનુમતિ મુજને રે, લેશું સંજમ ભાર; તન ધન જોબન એ સવિ કારમું, રે, કારમો એહ સંસાર. ભવિ૦ ૪ વચ્છ વચન સાંભળી ધરણી ઢળી રે, શીતલ કરી ઉપચાર; ચેત વલ્યો તવ એણી પરે ઉચ્ચરે રે, નયણે વહે જલધાર. ભવિ૦ ૫ સુણ મુજ જાયા રે એ સવિ વાતડી રે, તુઝ વિણ ઘડીય છ માસ; ખિણ ન ખમાયે રે વિરહો તોહરો રે, તું મુજ સાસ ઉસાસ. ભવિ૦ ૬ તજને પરણાવી રે ઉત્તમ કુળ તણી રે, સુંદર વહુ સુકુમાળ; વાંક વિહુણી રે કિમ ઉવેખીને રે, નાખે વિરહની ઝાળ. ભવિ૦ ૦ સુણ મુજ માડી રે મેં સુખ ભોગવ્યાં રે, અનંતી અવંતી વાર; જિમ જિમ સેવે રે તિમ વાધે ઘણું રે, એ બહુ વિષય વિકાર. ભવિ૦ ૮.
For Private And Personal Use Only