________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુણ વચ્છ માહરા રે સંજમ દોહિલું રે, તું સુકુમાલ શરીર; પરીસહ સહવા રે ભૂમી સંથારવું, પીવું ઊનું રે નીર. ભવિ૦ ૯ માતાજી સહાં રે દુઃખ નરકે ઘણાં રે, તે મુખે કહ્યા નહિ જાય; તો એ સંજમ દુખ હું નવિ ગણું રે, જેહથી શિવ સુખ થાય. ભવિ૦ ૧૦ વચ્છ તું રોગાતકે પીડીયો રે, તવ કુણ કરશે રે સાર;? સુણ તું માડી રે મૃગલાની કોણ લીયે રે, ખબર તે વન મોઝારી ભવિ૦ ૧૧ વન મૃગ જિમ માતાજી વિચરશું રે, ધો અનુમતિ એણી વાર; ઇમ બહુ વચને રે મનાવી માતને રે, લીધો સંજમ ભાર. ભવિ૦ ૧૨ સમિતિ ગુમિ રૂડી પરે જાલવે રે, પાળે શુદ્ધ આચાર; કર્મ ખપાવીને મુગતે ગયા રે, શ્રી મૃગાપુત્ર અણગાર. ભવિ. ૧૩ વાચક રામ કહે એ મુનિતણાં રે, ગુણ સમરો દિન રાત; ધન ધન જે એકવી કરણી કરે રે, ધન તસ માત ને તાત. ભવિ૦ ૧૪
૪િ૦ શ્રી ભરચતક્રવતીની સઝાયો મન મેંહી વૈરાગી, ભરતજી મન મેંહી વૈરાગી બગીશ સહસ મુગટબદ્ધરાજા સેવા કરે વડભાગી; ચોસઠ સહસ અંતેઉરી જાકે, તોહી ન હુઆ અનુરાગી. ભરતજી ૧ લાખ ચોરાશી તુરંગમ જાકે, છન્નુ ક્રોડ હે પાગી; લાખ ચોરાશી ગજરથ સોહીએ, સૂરતા ધર્મ શું લાગી, ભરતજી ૨ ચાર ક્રોડ મણ અન્ન નિત સીઝ, લૂણ દશ લાખ મણ લાગી; તીન ક્રોડ ગોકુળ ધર દૂઝ, એક ક્રોડ હળ સાગી, ભરતજી૦ ૩ સહસ બત્રીશ દેશ બડભાગી, ભયે સર્વક ત્યાગી; છન્નુક્રોડ ગ્રામ કે અધિપતિ, તોહી ન હુવા સરાગી. ભરતજી ૦૪ નવનિધિ રતન ચોઘડિયાં બાજે, મન ચિંતા સબ ભાગી; કનકકીર્તિ મુનિવર વંદત હૈ, દેજો મુક્તિ મેં માંગી. ભરતજી ૫
For Private And Personal Use Only