SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજિત નિણંદશું પ્રીતડી, મુજ ન ગમે તો બીજાનો સંગ કે માલતી ફૂલે મોહિચો, કિમ બેસે હો બાવલ તરૂ ભંગ કે. અજિત ૧ ગંગાજલમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાલ કે; સરોવર જલધર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતક બાલ કે. અજિત ૨ કોકિલ કલ કૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; આછાં તરૂવર નવિ ગમે, ગિરૂઆશું હો હોય ગુણનો પ્યાર કે. અજિત ૩ કમલિની દિનકર કર ગ્રહે, વલી કમદિની હો ધરે ચંદશં પ્રીતકે; ગીરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્તકે અજિત ૪ તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું હો નહિ આવે દાચ કે; શ્રી નયવિજય વિબુધતણો, વાચક “શ” હો નિતનિત ગુણ ગાય કે. અજિત ૫ ( શ્રી સંભવનાથ જિનસ્તવનો-૬ સંભવ જિનવર વિનતિ, અવધારો ગુણ જ્ઞાતા રે; ખામી નહિ મુજ ખિજમતે, કદીચે હોશો ફલદાતારે. સંભવ૦ ૧ કરજેડી ઊભો રહું, રાત દિવસ તુમ દયાને રે; જો મનમાં આણો નહીં, તો શું કહીએ શાને રે. સંભવ૦ ૨ ખોટ ખજાને કો નહીં, દીજીયે વાંછિત દાનો રે; કરૂણા નજર પ્રભુજી તણી, વાઘે સેવક વાનો રે. સંભવ૦ ૩ કાલલબ્ધિ મુજ મતિ ગણો, ભાવલબ્ધિ તુમ હાથે રે; લડશડતું પણ ગજ બચ્યું, ગાજે ગયવર સારો રે. સંભવ૦ ૪ દેશો તો તુમહી ભલું, બીજા તો નહિ જાચું રે; વાચકચાશ કહે સાંઈશું, ફલશે એ મુજ સાચું રે. સંભવ૦ ૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy