________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાખ ચોરાશી હં ભમ્યો રે લોલ, કાળ અનંતો અનંત મારા વ્હાલા જીરે, ઓળખ લાધી છે હવે તાહરી રે લોલ, ભાંગી છે ભવતણી ભાત મારા. વ્હાલા જીરે ૨ કરશો નજર હવે સાહિબા રે લોલ, દાસ દીલમાંહે ધારી મારા વ્હાલા જારે. લાખ ગુને પ્રભુ તારો રે લોલ, સેવક છું મહારાજ મારા વ્હાલા જીરે. ૩ અવગણ મારા અતિ ઘણા રે લોલ, કહેતા નહિ આવે પાર મારા વ્હાલા જીરે, જેમ પ્રવાહની પરે રે લોલ, વ્હાલા તમે છો તારણહાર મારા વ્હાલા જીરે. ૪ નગરી અયોધ્યાનો તું ધણી રે લોલ, વિજયા ઉરસર હંસ મારા વ્હાલા જીરે, જીતશત્રુનો નાનકડો રે લોલ, ધન્ય છે ઇક્ષ્યાકુળ વંશ મારા વ્હાલા જીરે. ૫ ધનુષ્ય સાડા ચારસોની રે લોલ, દેહડી રંગ સુનુર મારા વ્હાલા જીરે, બહોતેર લાખ પૂરવ તણું રે લોલ, આયુ સુખ ભરપુર મારા વ્હાલા જીરે, પાંચમે આરે તું મળ્યો રે લોલ, પ્રગટ્યા છે પુચ નિધાન મારા વ્હાલા જીરે, શ્રી સુમતિ સગુરૂ વિજય તણો રે લોલ, રામ વિજય તણા વાન મારા વ્હાલા જીરે. ૭
પંચડોનિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ; જે તેં જીત્યારે તેણે હું જીતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ? પંથડો૦ ૧. ચરમનપણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સચલ સંસાર; જેણે નયણે કરી મારગ જઇએ રે, નાચણ તે દિવ્ય વિચાર. પંથડો૦ ૨ પુરુષ પરંપરા અનુભવ જીવતાં રે, અંધોઅંધ પુલાય; વસ્તુ વિચારે રે જે આગમે કરી રે, ચરણ ધરણ નહીં થાય. પંચડો૦ ૩. તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહુંચે કોય; અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. પંચડો. ૪. વસ્તુવિચારે રે દિવ્ય નયણ તણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંચડો. ૫. કાળલબ્ધિ લહી પંચ નિહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજોરે, આનંદધન મત અંબ. પંથડો. ૬
For Private And Personal Use Only