SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૩૬ ) ( તર્ગ તળ-ડંડા ઉપચારો શ્રેષ્ઠ છે. આ ત્રણવાળાનું રૂધિર આમાશયમાં ગયુ` હાય તો તેને વમન કરાવવું અને હાજરીમાં લોહી ગયું હોય તે રેચ આપવા. અથવા વાંસની છાલ, એરડા, ગેાખરૂ અને પાષાણભેદ એને કવાથ કરી તેમાં હીંગ તથા સિંધવ નાખી પીવામાં આવે તે કોઠામાં ગએલું લોહી ઝરી જાય છે. અથવા જવ, મીઠાં મેાટાં ખેર, અને કળથી એને સ્નેહ—ચીકટ વગરના રસની સાથે અન્ન જમવું અથવા સિંધવ નાખીને યવાગૂ પીવી. અથવા ચમેલીનાં પાન, લીંબડાનાં પાન, કડવાં પરવળ, કવા કડવાં તુરીયાનાં પાંદડાં, કડુ, દારૂહળદર, હળદર, ઉપલસરી, મછઠ્ઠ, કાળાવાળા, મીણ, મારથુથુ, જેઠીમધ અને કરજાનાં ખીજ એને સમાન ભાગે લઇ તેઓના કલ્કથી પકાવવામાં આવેલુ ધી ચેપડવાથી ઝીણાં છિદ્રવાળાં, મર્મસ્થાનમાં પરૂ વહેનારાં, ડાં, વેદનાવાળાં, અને અગેમાં ગતિ કરનારાં ત્રણા સાક્ થઇ જાય છે અને ભાંય આવીને રૂઝાઇ જાય છે. આ જા ત્યાધૃિત કહેવાય છે. અથવા ચખેલી-જીઇનાં પાન, પટાલ (કડવાં પરવળ કે કડવાં તુ. રીયા ?) નાં પાંનડાં, કરકચનાં પાનડાં, મીણ, જેઠીમધ, ઉપલેટ, હળદર, દારૂહળદર, કડ્ડ, મજી, પદ્મક, હરડે, લોદર, નીલકમળ, ઉપલસરી, મેથુથુ અને કરકચનાં બીજ એને સમાન ભાગે લઇ કલ્ક કરી તે ચટણીથી તલના તેલને વિધિ પ્રમાણે સિદ્ધ કરી ચોપડે તે તેથી ઝેર સબંધી ત્રણ, વિસ્ફોટક, બગલમાં થતી ખાંખલા, દાદર, રતવા, કીડાના કરડ, શસ્ત્રથી થએલાં તુરતનાં જખમ, દાઝી ગએલ. નખ તથા દાંતના ધા વગેરે વગેરે તુરત મટી જાય છે. ત્રણનું ખગડેલું માંસ પણ આ તેલના ચાપડવાથી બાહાર નીકળી જાય છે અને તમામ પ્રકારના ત્રણાને સાર્ક કરે છે તથા રૂઝાવી દેછે. આ જાત્યાદિ તેલ કહેવાય છે. અથવા-'ચિત્રામૂળ,લસણ, હીંગ, સરપખા, વઢવાડીયું, સિંદુર, વછનાગ, અને ઉપલેટ એતા ક્લક કરી સરસીયા તેલમાં નાખી તૈલ પકવવાના વિધિ પ્રમાણે તેલને પકવી તેને ઉપયોગ કર તે! દુશ્ર્વણુ તથા અનેક ઉપાય કરવાથી પણ ન મટે તેવા નાડી ત્રણ-ભરનીગળ તથા ત્રણ માત્રને મટાડે છે. આ વિપરીતમલ તૈલ કહેવાય છે. અથવા ગળા, કડવા પરવળનાં મૂળ,સુંઠ, મરી, પીપર, હરડે, બેહેડાં, આંબળાં, અને વાવડીંગ એને સમાન ભાગે લઇ ચૂર્ણ કરી તે સર્વની સમાન શુદ્ધ કરેલા ભેશા ગુગળ લઇ કુટી સર્વને એકત્ર કરી તેની યોગ્ય માત્રાએ ગાળીએ વાળી તેમાંથી એક એક તેાલાબાર સેવન કરે તે વ્રણ, વાતરક્ત, ગુલ્મ, ઉદરના રાગ, સાજો અને પાંડુ આદિ રાગોને જીતી લેછે-આ અમૃતાદિ ગુગળ કહેવાય છે. ભાવપ્રકાશ અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિથી દાઝેલાના ઉપાય. પુષ્ટ દુગ્ધવાળાને અગ્નિથી તપાવવા, તે તે દાઝેલે તુરત આરામને પામે છે. તથા ઉષ્ણ ઔષધેાજ ઉપયોગમાં લેવાં, કારણ કે સારીપેઠે શેક થવાથી લોહી પણ શેકાઇ પાતળુ થાય છે એથી ગરમી સારીરીતે બાહાર નીકળે છે અને વાયુનું જવું પણ સઘળે રસ્તેથી થાય છે. એકારણ વડે સુખ થાય છે, કહેવાનુ એજ કે પેહેલા પ્રકારના દાઝેલાના શરીર ઉપર શીતે પંચાર કરવા કે ટાઢું પાણી રેડવું ઉપયોગમાં લેવુ નહીં,ટાઢા પાણીથી લોહી જામીને મહાવેદના ઉત્પ ૧ આ તેલ માટે ચક્રદતના કતા કહે છે કે-ઉપદંશ-ચાંદી, પ્રમેહ, ભચ‘કર ગળગ’ડ, શારીરિક ત્રણ, આગ ંતુક ત્રણ, વિચર્યાંકા, કાઢ, ખસ, અને દુષ્ટ ત્રણ જખમ વગેરેને નાશ કરે છે. તથા તે ઉપર ખાનપાન સુવા કે બેસવા માટે ખીજી કશી પરંતુજી નથી. અર્થાત્ મરજી મુજબ પથ્યમાંરહેવુ', For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy