SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમો ) ત્રણસોથ પ્રકરણ (૩૫) ત્રણમાં ધરતી–અંકુર લાવવાના ઉપાય. જે ત્રણમાંથી રસી નીકળી જાય છે, અર્થાત જે ગુબડાંમાંથી સડેલું માંસ નીકળી ગયું છે; છતાં રૂઝાતાં ન હોય તો તેઓની ઉપર તલને કલક મધથી મિશ્રિત કરીને મુકવાથી તે ત્રણે તુરત રૂઝાય છે. અથવા આસગંધ, કડુ, લોદર, કાયફળ, જેઠીમધ, મજીઠ અને ધાવડીનાં ફુલ એઓને કલ્ક ( ચટણી જેવી લુગદી ) કરી ત્રણ ઉપર લગાવવાથી તેમાં સારી પેઠે રૂઝ આવે છે. જવને લોટ અને જેઠીમધનું ચૂર્ણ કરી તેને ધી તથા તેલથી મિશ્ર કરી ઉનું કરીને હેવાય તેવો તેનો લેપ કરવાથી વ્રણમાં થતી બળતરા તથા તેમાં શણુકા આવતા હોય તે મટે છે. - વણમાં જીવાત પડી ગઈ હોય તે કરની જડ, લીંબડે, અને નગેડ એએનો લેપ કરવાથી ત્રણમાં પડેલા કીડાઓ મરી જાય છે. અથવા લસણનો લેપ કરવા વણમાં પડેલા કીડા મરી જાય છે. અથવા લીંબડાની છાલ અને હીંગ એઓનો લેપ કરવાથી ત્રણમાંના કીડા મરી જાય છે. * લીંબડાના પાંદડાં, વજ, હીંગ, ઘી, સિંધાલૂણ અને સરસવ એઓને એકઠાં કરી તેઓની ધણી દે તે વ્રણની સુખાસ, કીડાઓ, ખરજ અને પીડા મટી જાય છે. ભાવપ્રકાશ. જેટલું સરસીયું તેલ હોય તેટલું જ પાણી લઈ કાંસાની થાળીમાં નાખી હથેળીવતે સારી પેઠે મથે. પછી તેમાં રાળ તોલા ૧૦, આ તોલા જ, અને બોદારસિંગ તોલા ૨ ભાર નાખી ફરી સારી પેઠે મથી એકછવ કરી કાચના કે ચીનાઈ માટીના સ્વછ વાસણમાં ભરી લેવું. આ રાલાદિ મલહર-મલમ કહેવાય છે. એનાથી ઘણોનું શોધન થાય છે. અને અંકુર સારી પેઠે લાવે છે. રૂઝ લાવવા આ સમાન અન્ય મલમ અધિક અસર કારકનથી. આગતુક ત્રણના ઉપચાર. જે મનુષ્યને તરવાર વગેરે શસ્ત્ર તથા અન્ને શરીરના અનેક ભાગમાં લાગવાથી અનેક પ્રકારનાં ત્રણ-ઘા, ઘાઝામરી વગેરે ઉત્પન્ન થાય છે તે આગંતુક વણ કહેવાય છે. તે ત્રણ-ઘા થતાંજ તુરત પવન વગરની જગ્યામાં તે ઘાયલ પુરૂષને લઈ જઈ ઘા વાળી ચામડીને સારા હોંશિયાર વૈવ, મોચી કે, ટેબા દેનાર હોય તેના હાથે ઝીણા સૂતર કે રેશમને તારથી ટેભા દેવરાવી કાંઈક ઉણુ અચેતનાદિક ઉપાય કરવા; અર્થત ઘઉંના મેદાનમાં પાણી તથા ઘી નાંખી તેને પકાવી, જ્યારે પાણી બળી એકલું ધી રહે ત્યારે તે ધી લઈ રહેવાય તેવું તે સીવી લીધેલા ધા ઉપર સિંચે–ોયાદે તે તે ઘા તુરત રૂઝે છે. અથવા કહુ, મીણ, દારૂહળદર, જેઠીમધ, કરકરાનાં બીજ તથા તેનાં પાંદડાં, કડવાપરવળ, જાઈ અને લીંબડાનાં પાદડાં એએને વાટી-કલ્ક કરી ઘીમાં નાખી અગ્નિદ્વારા સર્વ રસને વાવી માત્ર ધી ર તેને ગ્રહણ કરી તે ધીનો હેવાય તેમ શેક કરે તે તાતકાળ ઘા રૂઝાઈ જાય છે. વેદ્યરત્ન. અંગ કપાતાં, ભેદતાં, વીંધાતાં કે ઘવાતાં લોહી વધારે નીકળે અને તેથી લેહીને ક્ષય વિશેષ થાય તે વાયુ અત્યંત પીડાને ઉત્પન્ન કરે છે માટે તે પીડાને મટાડવા તેવા ઘાયલને સ્નેહ (ધી) પાન કરાવવું, સિંચન, લેપન, ઉપનાહ, વેદ, સ્નેહની પીચકારી અને વેદના હરણ કરે તેવાં ઔષધે પણ કરવાં. તરવાર વગેરેથી ગાત્ર કપાયાં હોય તે તે વખતે જ તે ઘાને ગંગેટીના મૂળીઆના સથી ભરી દે તેથી તે ઘા તુરત પીડા રહિત થઇ જાય છે, આવા વણવાળાઓને ઘર For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy