SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ આ તરફ અશાતાને ઉદય થવાથી પુંજીબાઈનું શરીર એકદમ લથડી ગયું. જેના સમાચાર જાણતાં જ ધીંગડમલ ધારસીને પુત્ર મહેતે રસો તેમજ સંધના મુખ્ય મુખ્ય સ્ત્રી-પુરૂષે ત્યાં આવ્યાં. અને પંજીબાઈને તપસ્યા પારવા માટે સમજાવટ અને આગ્રહ કર્યો. પણ પુજીબાઈએ તે પિતાની સામે નવ ઉપવાસનું પચખાણું લઈ લીધું. તેમને પાણીના બદલામાં સાકરનું પાણી આપ્યું પણ પિતે સાવધાન હોવાથી તેને ઓળખી લીધું અને ફેંકી દીધું. છેવટે તેમનું શરીર તદન લથડી ગયું એટલે તેમણે પોતે સાગારી અનશન સ્વીકારી આહારનો સર્વથા ત્યાગ કરી દીધો. અને સર્વ જીવોને ખમાવી ચાર શરણ લઈ ચોવીસમે ઉપવાસે સં. ૧૮૩૯ ના શ્રાવણ વદિ ૧૧ ને દિવસે દેવગત થયાં. આ પછી તરત જ પર્યુષણાપર્વ બેસતું હોવાથી કોઈને ધર્મમાં અંતરાય ન થાય—માટે કસલાવોરાએ ૧૩રવા-ફૂટવાનું માંડી વાળી ધર્મકરણી કરવા માંડી. સંવત્સરી દાન દીધું અને સંઘને પાંચ પકવાનનું જમણું આપ્યું. પુંજીબાઇના તનિમિત્તે ઉજમણું કર્યું અને અઢાર વર્ણને જમણું આપ્યું જેરામ ૧૪કવિ ' કહે છે કે–આ રીતે અઢળક ધનને ખર્ચનાર કસલવારે ચિરકાળ છવો. ૧૫ કલશ–પહેલાં સાત (૧૮૦૭) માં શાંતિનાથને ઐઢ પ્રાસાદ કરાવ્યો. તે પછી બે બિંબ પ્રતિષ્ઠા અને સંઘ કાઢયા. કસલારાએ તપ ઉજમણાં ચોરાસી આદિ કર્યા. ૧૧ ધીંગડમલ એ ધારસી મહેતાનું ઉપનામ અથવા અડક હેય એમ લાગે છે. ૧૨ ડોસા મહેતા માટે લાંબડીના ઘરડા પાસેથી એમ સાંભળવામાં આવ્યું છે કે તેઓ સ્થાનકવાસી હતા અને વેરા ડોસા દેવચંદના ભાગીદાર હતા. બન્નેય ભિન્ન ભિન્ન સંપ્રદાયના હેઈ વાર તહેવારે જવા આવવામાં ભિન્નતા પડતી, એ વાત બન્નેયને રૂચતી ન હોવાથી નિશ્ચય કર્યો કે તે આપણે બન્નેય સ્થાનકવાસી હોવા જોઈયે અથવા આપણે બન્ને ય મૂર્તિપૂજક હોવા જોઈએ, ૫ણું ભિન્નતા તે ઠીક નહિં. છેવટે બન્ને જણાએ મૂર્તિને મુખ્ય પ્રશ્ન ઉઠાવ્યો. જેના નિર્ણયમાટે સા વેરા પાંચ રૂપીઆ ડિપોઝીટ મૂકી પાટણને સંઘવીના પાડાના ભંડારમાંથી જ્ઞાતાધર્મકથાંગ રાજમશ્રીપાંગ અને ઉવવાઈસત્રાદિની તાડપત્રીય પ્રતો લાવ્યા, જે પ્રતે અત્યારે લીંબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. અંતમાં નિર્ણય થયા બાદ ડોસા મહેતાએ અને તેમના કુટુંબે સ્થાનકવાસીપણાનો ત્યાગ કર્યો. આ ત્યાગની વાત ડોસા મહેતાના વંશજો પણ સ્વીકારે છે. ડોસા મહેતાની ભરાવેલી સીમંધરસ્વામિની પ્રતિમા લીંબડીના શાંતિનાથના જુના દેરાસરમાં વિદ્યમાન છે. તેના ઉપર નીચે પ્રમાણે લેખ છે-- संवत् १८२० वर्षे माघशुदि १३ दिने डोसा धारसी सीमंधरजिनबिंब कारपितं श्री પાછળથી આ મહેતા કુટુંબ સ્થાનકવાસી થઈ ગયું છે. અહીંનું સંધવી કુટુંબ એકવાર મૂર્તિપૂજક હતું તે પણ અત્યારે સ્થાનકવાસી છે. આ લેકેના લત્તામાં જે મંદિર હતું તે શાંતિનાથના જુના મંદિર સાથે ભેળવી દેવામાં આવ્યું છે. પદ્મવિજયજીએ કસલા વોરા ઉપર લખેલ પત્રમાં “ડોસા ધારસી તથા સહેમલ તથા ઝવેરીને ધર્મલાભ કહે ” એમ જણાવ્યું છે તે ડાસા ધારસી આ જ જાણવા. ૧૩ વાર તહેવાર કે કર્તવ્યાકર્તવ્યને વિચાર કર્યા સિવાય મરનારની પાછળ રોવા-ફૂટવાનું નવું ધતીંગ મચાવતે અત્યારને જેનસમાજ અને ખાસ કરીને લીંબડીવાસી જૈન સમાજ આ વિવેક તરફ આંખ ઉઘાડી જુએ તે ઠીક. ૧૪ જેરામ કવિ એ તે સમયે લીંબડીના આશ્રયમાં વસતા ભેજક હેવો જોઈએ. ૧૫ કલશમાંના “પ્રથમ ધ્રઢ પ્રાસાદ શાંતિજિન સાતે કીધ” એ ઉલ્લેખ પરથી એમ જણાય છે કે-ડોસા વોરાની દેખરેખ નીચે શાંતિનાથનું મંદિર તેની પ્રતિષ્ઠા આદિ સં. ૧૮૦૭ માં કરાયાં. જે તેમણે પોતે ૧૮૧૦ માં પ્રતિમા પધરાવી ત્યારે જ આ મંદિરની પ્રતિષ્ઠા આદિ થયેલ હેત તે જેરામ કવિ અવશ્ય તેવો ઉલ્લેખ કરત.
SR No.018101
Book TitleLimbdi Jain Gyanbhandar Hastlikhit Prati Suchipatra
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherAgamoday Samiti
Publication Year1928
Total Pages268
LanguageGujarati
ClassificationCatalogue & Catalogue
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy