SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે ઉપધાન વહી માળ પહેરી. સં. ૧૮૨૦માં બીજી વાર ડસા વેરાએ પંન્યાસ મોહનવિજ્યજી પાસે પ્રતિષ્ઠા કરાવી અજીતવીર્ય નામના વિહરમાનજિનની મૂર્તિ બેસારી અને ગામે ગામ કતરી લખી સિદ્ધાચળજીને સંઘ કાઢયે. પૂજા સામિવચ્છલ પ્રભાવના આદિ કરતા ઘેર પાછા આવ્યા. આ રીતે ધર્મકરણી કરતા કરતા ડોસા વેરા સં. ૧૮૩૨ ના પિસ વદિ ૪ ને દિવસે દેવલોક ગયા. આ જ વર્ષમાં પંજીબાબાઈએ પોતાના પતિ જેઠા વોરા પાછળ ચોરાશી જમાડી. અને એ જ વર્ષમાં પં. પદ્મવિજ્યજી વિવેકવિજ્યજી સાથે લીંબડી તરફ આવ્યા, તેમને પ્રવેશ મહત્સવ ઘણા ઠાઠથી કરી ચોમાસું રાખ્યા અને ઉપધાન આદિ ધર્મકરણ પ્રવતી. સં. ૧૮૩૯ માં ૫૦ પદ્મવિજયજી મહારાજ ગ્લાલવિજયાદિ મુનિઓ સાથે બીજી વાર ચોમાસું રહ્યા. ચોમાસામાં પુંજીબાઈએ પિતાની સાસુ સાથે એકાંતમાં નિશ્ચય કરી કસલાવોરાને પુછ્યું કે-જો તમારી સમ્મતિ હોય તો હું પાંત્રીસ ઉપવાસ કરું. કળલાએ કહ્યું કે તમારા ઉદયમાં પણ તમે વૃદ્ધ છે, તમારી કાયા નબળી છે અને તપસ્યા ઘણી મોટી છે એટલે તેમાટે અમારાથી અનુમતિ શી રીતે અપાય? તમે તમારી જીંદગીમાં ઉપધાન વહ્યાં છે, પાંચ ઉપવાસ, દસ ઉપવાસ, બાર, પાલખમણ (૧૫ ઉપવાસ), માસખમણ (૩૦ ઉપવાસ), કર્મસૂદનતપ, કલ્યાણકતપ, વીસસ્થાનક્તપ, આંબેલની ઓળી, વર્ધમાનતપની તેત્રીસ ઓળી, ચંદનબાળાને તપ, આઠમ, પાંચમ, અગીઆરસ, રોહિણી, આદિ ઘણી તપસ્યાઓ કરી જન્મ સફળ કર્યો છે. અમારા ઘરમાં તમે જંગમ તીર્થ સમાન છો. તમને આવા દુષ્કર તપ માટે અનુમતિ કેમ અપાય ? પંજીબાઈએ વળતો ઉત્તર આપ્યો કે–તમે સમજુ છે, આ માનવદેહ ક્યાં વાર વાર લાધવાનું છે? તેનાથી જે સાધ્યું તે ખરું. છેવટે કસલારાની સમ્મતિથી પુંજીબાઈએ તેર ઉપવાસનું પચખાણ કર્યું. આ સમયે કસલારાની પત્ની સોનબાઈ જેણીએ એક વાર મા ખમણ તપ કરેલ છે, તેણીએ પણ પાંત્રીસ ઉપવાસ કર્યો. જેરાજ અને મેરાજની પત્ની મળીબાઈ અને અમૃતબાઈ નામે હતી, તેમાંથી અમૃતબાઈએ માસમણ કર્યું. બહેન અવલબાઈએ પણ માસખમણું કર્યું. જાણે આખા સંઘમાં તપસ્યાની લબ્ધિ પ્રગટી હોય તેની જેમ એકંદર ૭૫ માસખમણ થયાં અને સંઘ આખામાં ઓચ્છવ મહોચ્છવ °પ્રભાવના થઈ રહ્યાં. અડદીઆ ઇત્યાદિ તે તે દેશમાં વખણાતાં વિશિષ્ટ પકવાન્નો છે તેમ લીંબડીની સુખડી એ પણ પંકાતું એક વિશિષ્ટ પકવાન છે, જેની જોડ બીજે ન જડે. આ પકવાનમાં એાછામાં ઓછું મણે મણ ઘી નાખવામાં આવે છે. એટલા ઉપરથી આની વિશિષ્ટતા કલ્પી શકાય. વાચક! જે તમને વિશ્વાસ ન હોય અને લીંબડીમાં તમારો કોઈ વિશ્વસ્ત સ્નેહી વસતો હોય તે જરૂર આ નગરના જમણની સુખડી મંગાવી ચાખી જેજે. ૬ અજીતવીર્યની પ્રતિમા શાંતિનાથના જુના દેરાસરમાં છે. તેના ઉપર નીચેનો લેખ છે– संवत् १८२० वर्षे माहसुदि १३ दिने वोरा डोसा देवचंद श्रीअजितवीर्य......... આ લેખ સીમેન્ટ લગાડી દાબી દીધા છે. પાલીતાણુના લેખો દાબી દેવા માટે આણંદજી કલ્યાણજીની પેઢી અને સ્વર્ગસ્થ શ્રીયુત વેણીચંદ સુરચંદ એકલા જ જસ ખાટી જાય એ લીંબડીના લકાને ગમે ખરું ? ૭ તપબહુમાન ભાસના કર્તા લાલવિજયજી તે આ જ. ૮ અવલબાઈ કણ? એ અહીં જણાવેલ નથી. સંભવતઃ કસલા વેરાની બહેન દીકરી હેવી જોઈએ. ૯ ૫૦ પદ્મવિજયજીએ સમરાદિત્યના રાસમાં પણ આ હકીક્ત વર્ણવી છે તેણે વર્ષે તિહાં સંધમાં, તપ કીધાં ઘર ઘરબારરે. પંચોતેર મા ખમણ તે, થયા જિનબિંબમાનનહાર રે. ૧૪ ૧૦ તપ બહુમાનભાસમાં એટલું વધારે જણાવવામાં આવ્યું છે કે રાજા હરભમજીએ તપસ્યા કરનારને રૂપીયાની લહાણી કરી હતી,
SR No.018101
Book TitleLimbdi Jain Gyanbhandar Hastlikhit Prati Suchipatra
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherAgamoday Samiti
Publication Year1928
Total Pages268
LanguageGujarati
ClassificationCatalogue & Catalogue
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy