SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરવણ શેઠ ડેસા દેવચંદ અને તેમને પરિવાર વેરા શેઠ ફસા દેવચંદે અને તેમના પરિવારને પરિચય મેળવવા માટે આપણે સમક્ષ ખાસ બે સાધન વિદ્યમાન છે. એક કવિ જેરામત તપસ્યાગીત જે ગૂર્જરભાષાબદ્ધ, અનુમાન ૧૮૩૯ માં રચાયેલ અને ૬ ઢાળબદ્ધ ૮૧ કડીનું છે. અને બીજાં લાલવિજયકૃત તપબહુમાનભાસ જે ગૂર્જર, ૧૮૩૯ માં રચેલ અને ૨૧ કડીનું છે. ભાસમાં માત્ર પુંજીબાઈના તપની જ હકીક્ત વર્ણવી છે. જ્યારે ગીતમાં સસા વેરા આદિની બીજી વિશેષ વાત પણ ગાવામાં આવી છે. આમાં જે વાત છે તેમાંના એક અક્ષરને પણ અત્યારે લીમડીમાં કઈ જાણતું નથી. એટલે અહીં તેને સાર આપવામાં આવે છે. તપસ્યાગીતને સાર. ગૂજરાત દેશમાં લીંમડી ગામ હતું. ત્યાં રાજા હરભમજીના વખતમાં પિરવાડજ્ઞાતીય વેશ શેઠ દેવચંદનો પુત્ર ૩}સે હતું. તેને હીરાબાઈ નામે પત્ની હતી, તેનાથી જેઠે અને કસલે બે પુત્ર થયા. જેને પુંજીબાઈ નામે પત્ની હતી તેનાથી જેરાજ અને મેરાજ બે દીકરા થયા અને કસલાને સેનબાઈ નામે પત્ની હતી તેનાથી લખમીચંદ અને ત્રિકમ બે દીકરા થયા. સં. ૧૮૧૦ માં મહાત્મા શ્રી દેવચંદ્રજી પધાર્યા ત્યારે ડોસા વેરાએ પ્રભુ પધરાવવાની ઇચ્છાથી પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ કર્યો. ગામ ગામના લોકોને નોતર્યા, આવેલાઓને રહેવા માટે તંબુ આદિની ગોઠવણ કરી અને તેમને માટે ઠેક ઠેકાણે પાણીની પરબો બેસાડી. સત્તરભેદી પૂજાઓ અષ્ટોત્તરી સ્નાત્ર આદિ ભણાવી શ્રીદેવચંદ્રજી પાસે પ્રતિષ્ઠા કરાવી ૪સીમંધરસ્વામિની પ્રતિમા સ્થાપના કરી. લોકેાને “સુખડીનાં જેમણે આપ્યાં. અન્ય વર્ણના લેકેને પણ જમણ જમાડી સતિષ્યા. સં. ૧૮૧૨ માં જેઠા વેરા સ્વર્ગે ગયા. સં. ૧૮૧૪ માં રેસા વરાએ સંઘપતિનું તિલક કરાવી સિદ્ધાચલને સંઘ કાઢયો. સં.૧૮૧૭માં સાસુ-વહુ હીરબાઈ– બાઈએ સંવિઝપક્ષ પં.ઉત્તમવિજયજી + ઓગણચલા વર્ષમાં રે, મહા વદિ પાંચમ જાણિ. શાંતિનાથ સુપસાયથી, કીધા તપબહુમાન રે. ૨૦. તપબહુમાનભાસ, ૧ “કાઠીઆવાડ ગૂજરાતમાં ક્યારથી ગણાવા લાગ્યું? ના પુરાતન ઉલ્લેખ શોધનારને જેરામા કવિને આ ઉલેખ ઉપયોગી થઈ શકે ખરે. ૨ આ રાજા હરભમજી તે પહેલા હરભમજી જાણવા કે જેઓએ પિતાની રાજગાદી શીઆણીથી * ઉપાડી લીંબડી આણી હતી. તેઓ ઇ. સ. ૧૭૮૬ વિ. સં. ૧૮૪૨ સુધી વિદ્યમાન હતા. ડોસા દેવચંદ ભલગામડેથી લીંબડી રહેવા આવ્યા હતા એમ તેમના વંશજોનું કહેવું છે. - સંભવ છે રાજા હરભમજીની સાથે જ આવ્યા હોય. - ૪ સીમંધરસ્વામિની પ્રતિમા શાંતિનાથના જુના મંદિરમાં વિદ્યમાન છે. તેના ઉપરને લેખ ઘસાઈ ગયો છે એટલે અહીં આપી શકાયો નથી. ૫ સુખડીના જમણનું નામ સાંભળી વાચકેના હૃદયમાં ગ્લાનિસાથે યુવાન માણસના દાંત ભાગી નાખે તેવાં ગોળ-ગના લોટનાં ઢેફાની સ્મૃતિ થઈ આવશે. પરંતુ વાચકે તેમ ન માની લે. જેમ સરતની બરફી, ખંભાતની સુતરફેણી અને ભજી, ભાવનગરના દસેરા ઉપર થતા ફાફડ, જામનગરના
SR No.018101
Book TitleLimbdi Jain Gyanbhandar Hastlikhit Prati Suchipatra
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherAgamoday Samiti
Publication Year1928
Total Pages268
LanguageGujarati
ClassificationCatalogue & Catalogue
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy