________________
નિવેદન
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૧૯૮૯માં પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશ-1 (મધ્યકાળ)ની આ કૃતિસૂચિ છે. આશરે ૧૬૦ જેટલા કવિઓની જીવનકવન વિષયક સામગ્રી આ કોશમાં સંશોધિત થઈને મુકાઈ છે. આ સામગ્રીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો ચહેરો બદલી નાખ્યો છે. કેમ કે, મધ્યકાળના ઇતિહાસમાં અને મધ્યકાલીન કૃતિઓના સંપાદનોમાં કર્તા-કૃતિ નામની જે ક્ષતિઓ રહી હતી તે કોશે મૂળ સંદર્ભ સુધી જઈ સુધારી છે. જેમ કે, “હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી' પ્રસ્તુત ભજનકૃતિ અત્યંત પ્રચલિત છે. સંપાદનોમાં તેના કર્તાનું નામ પ્રેમળદાસ નોંધાયું છે. પરંતુ, પ્રસ્તુત કૃતિના કર્તાનું નામ કૃતિની હસ્તપ્રત સુધી જઈ પ્રમાણભૂત તપાસ કરી કોશ ગેમલદાસ નોંધ છે. વળી, ઈતિહાસમાં નોંધાઈ ન હોય એવી બીજી સંખ્યાબંધ પ્રમાણભૂત સામગ્રી કોશ આપે છે. હૃદય પ્રસન્ન થઈ ઊઠે ને આંખ વિસ્ફારિત બની જાય એટલું સમૃદ્ધ આપણું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે તેનો અંદાજ કોશમાંથી પસાર થનાર કોઈ પણ અભ્યાસીને આવશે જ.
આટલા સમૃદ્ધ કોશનો સંદર્ભગ્રંથ તરીકે વારંવાર ઉપયોગ કરતા એમ લાગ્યું કે જો કોશમાં નોંધાયેલી સઘળી રચનાઓની જ એક અકારાદિક્રમની સૂચિ ઉપલબ્ધ થાય તો જે તે કૃતિની શોધ કરવી સરળ અને ત્વરિત પણ બને. | મધ્યકાલીન સાહિત્યની અનેક વિશેષતાઓમાંની એક વિશેષતા એ છે કે એક જ વિષયને કેન્દ્ર કરીને અનેક કવિઓએ રચનાઓ કરી છે. એવાં પણ અનેક દૃષ્ઠત છે કે એક જ વિષયને કેન્દ્રમાં રાખીને એ જ વિષયની એકથી વધુ અલગ અલગ સ્વરૂપની રચનાઓ પણ થઈ હોય. આ પરિસ્થિતિમાં જો કતિઓ વણનુક્રમમાં . ગોઠવાયેલી મળે તો એક જ વિષયને કેન્દ્ર કરતી કેટલી કૃતિઓ છે, કયાં કયાં કવિઓએ કયા સમયગાળામાં રચી છે, એ કયાં કયાં સાહિત્યસ્વરૂપોમાં રચાઈ છે, તથા એ કેટલી લઘુ કે દીર્ઘ છે એનો અંદાજ અભ્યાસીને મળી રહે. એ પરથી કયાં અને કેટલા વિષયો તે સમયે કવિપ્રિય-લોકપ્રિય હતા એનો પણ ખ્યાલ આવી શકે.
આવો વિચાર મારા મનમાં ચાલ્યો ને કોશની સામગ્રીની કૃતિસૂચિ થવી જોઈએ એ વાત મેં રઘુવીરભાઈ પાસે મૂકી. તેમણે તરત જ કહ્યું “તમે કરો.” કૃતિસૂચિ અત્યંત ઉપયોગી બની રહે તેવી બને તે માટે પરામર્શક તરીકે રમણ સોનીનાં સલાહસૂચનો મેં મેળવ્યાં. કોશમાં કામ કરનારા મારા સાથી સ્નેહીમિત્રો રમેશ દવે અને હર્ષદ ત્રિવેદી સાથે પણ ચર્ચા કરી છેવટે સૂચિનું સ્વરૂપ નક્કી કરી કામ શરૂ કર્યું. ભાઈ રોહિત કોઠારીએ. મારા સૂચવ્યા મુજબ નમૂનાના મુસદ્દા ઘડી આપ્યા, પોતાના મુદ્રણ અનુભવને આધારે કેટલાંક ઉપયોગી સૂચનો પણ કર્યા. છેવટે તમે જુઓ છો એ સ્વરૂપમાં કૃતિસૂચિ તમારા હાથમાં છે.
આ કૃતિસૂચિનો ઉપયોગ કરો ત્યારે આટલું યાદ રાખજો. ૧. આ કૃતિઓ સાહિત્યકોશમાં તેમનાં જે શીર્ષકો સાથે નોંધાઈ છે તે જ કૃતિશીર્ષકોનો સૂચિમાં સમાસ
કર્યો છે. આ કારણે “ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિરૂપ ૩૦ લઘુકૃતિઓ આ પ્રકારની નોંધવાળી કૃતિઓ સૂચિમાં નથી. એક જ શીર્ષક ધરાવતી એકથી વધારે કૃતિઓને કર્તાના અકારાદિ ક્રમ પ્રમાણે ગોઠવી છે. જેમ કે, ‘રામાયણ' નામક દસ કૃતિઓ મળતી હોય તો એમાં પહેલાં “રામાયણ' - ઓધવદાસ એ પછી ‘રામાયણ'
કર્મણ મંત્રી એ મુજબ ક્રમ કર્યો છે. ૩. કૃતિ એકથી વધુ શીર્ષક ધરાવતી હોય, જેમ કે, પૃથ્વી ધોળ/પૃથ્વી વિવાહ/ વિઘનહરણ / શૃંગાલપુરી /
સંગાલપુરી / શામળશાનું આખ્યાન - તો, એ કૃતિઓ એના વણનુક્રમે જ્યાં આવતી હોય ત્યાં જોવા મળશે. જુદાં જુદાં શીર્ષકોવાળી આવી કૃતિઓ એ એક જ કૃતિનાં જુદાં જુદાં નામ છે એ નિર્ણય અભ્યાસીઓ
એ કૃતિના કર્તા, રચનાવર્ષ/લેખનવર્ષ, કડી સંખ્યા આદિની સમાનતાને આધારે કરે એવી વિનંતી. ૪. “કૃષ્ણજન્મવિષયક પદ', “નેમીજીને લગતું પદ' આ પ્રકારનાં શીર્ષકોને વર્ણનાનુક્રમે ગોઠવ્યાં છે. પરંતુ
પદોની સાથે “કૃષ્ણભક્તિનાં', “ગોપી ભાવનાં', “અરજીનાં' એવી નોંધ મળી છે ત્યાં “પદ' શબ્દને કૃતિશીર્ષક ગણી અન્ય માહિતી કૌંસમાં દર્શાવી છે. દા.ત. પદો (અરજીનાં).