SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ‘અદવિરાફનામા' પરનો અનુવાદ કે ખોરદેહ-અવસ્થા પરનો અનુવાદ આ પ્રકારની અનુવાદિત કૃતિઓને મૂળ નામને વર્ણાનુક્રમે નોંધી છે ને ત્યાં તે અનુવાદ ગ્રંથ છે એવી માહિતી મૂકી છે. ૬. “સપ્તતિકાઆદિ કેટલાક ધાર્મિક ગ્રંથોની અવસૂચિઓ’ આ પ્રકારનાં “આદિ' વાચક શીર્ષકો નોંધવાને બદલે એ બધાનો સમાવેશ “અવસૂચિઓ’ શીર્ષક હેઠળ કરેલો છે. ૭. કેટલીક કૃતિઓમાં આરંભે સંખ્યાવાચક આંકડો આવતો હોય જેમ કે, “૨૮ લબ્ધિપૂજા’, ‘૨૪ જિનસ્તવન’ - આ પ્રકારનાં કૃતિનામોમાં ૨૮, ૨૪ વગેરે અંકો કૌંસમાં નોંધ્યા છે બાકીના શીર્ષકને તેના વર્ણાનુક્રમમાં મૂક્યું છે. એ જ રીતે “શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન', “લવર્ધી પાર્શ્વનાથ સ્તવન' આ પ્રકારનાં શીર્ષકોમાં શંખેશ્વર', ‘લવર્ધિ' વગેરે વિશેષણ ‘સાહિત્યકોશ-૧માં કૃતિશીર્ષક પૂર્વે કૌંસમાં નોંધ્યાં છે. જેમ કે, શંખેશ્વર) પાર્શ્વનાથ સ્તવન” પરંતુ એને પના ક્રમે નોંધ્યા છે. આ કૃતિસૂચિમાં આદ્યાક્ષરના ક્રમનો ગોટાળો ન થાય એ માટે કોંગત વિશેષણાત્મક પદ છેલ્લે મૂક્યું છે જેમ કે પાર્શ્વનાથ સ્તવન (શંખેશ્વર'. ૮. પદ, ભજન, સ્તવન વગેરે સ્વરૂપસૂચક કૃતિનામ એક જ વાર મૂકીને વિવિધ કવિઓના નામની યાદી કરી દેવાને બદલે ‘પદ' શબ્દ લખીને કવિનામ લખ્યું છે. જેમ કે – પદ: અખાજી, પદ : અનુભવાનંદ, આ ઉપરથી મધ્યકાળમાં આ સ્વરૂપની સમૃદ્ધિ કેટલી હતી અને કેવા કેવા કવિઓએ આ સ્વરૂપ અજમાવ્યું છે એનો તરત જ ખ્યાલ આવશે. ૯. કૃતિનામોની જોડણી સાહિત્યકોશ-૧ મુજબ રાખી છે. સાહિત્યકોશે મૂળનાં કૃતિશીર્ષકોની જોડણી સાચવી છે એ કારણે ક્યાંક એક જ કૃતિની બે પ્રકારની જોડણી પણ જોવા મળશે. જેમ કે (૧) પંચપરમેષ્ઠિ અને “પંચપરમેષ્ઠી', “ભરતબાહુબલિ', “ભરતબાહુબલી' (૨) “ળ”, “લ’, ‘ણ', ‘ન' પણ જેમ કોશમાં છે તેમજ સાચવ્યા છે. ૧૦. સંક્ષેપાક્ષરો અનિવાર્ય હોય તેટલા જ યોજ્યા છે જેથી વાંચવામાં સગવડ રહે. કેટલાક સંક્ષેપાક્ષર ઃ ૨.ઈ. = (કૃતિની) રચના ઈસવીસન, મુ. = મુદ્રિત (કૃતિ સંપાદિત-મુદ્રિત થયેલી છે), અનુ. = અનુમાને, આશરે. ૧૧. અધિકરણની વિગતો વચ્ચે ક્યાંય અલ્પવિરામનું ચિહ્ન મૂક્યું નથી - વિગતો સળંગ મૂકી છે. પરંતુ એક વાર ક્રમનો ખ્યાલ આવી જતાં એ અગવડરૂપ નહીં લાગે. નમૂનારૂપે બે અધિકરણો જોઈએ: અખેગીતાઃ અખો ર.ઈ. ૧૬૪૯ સં. ૧૭૦૫ ચૈત્ર સુદ ૯ સોમવાર કડવાં ૪૦ પદ ૧૦ મુ. પૃ.૩ અગડદત્તકુમાર ચોપાઈઃ મહિમસિંહ/મહિમાસિંહ/મહિમાસેન/માનસિંહ ર.ઈ. ૧૬૧૯ પૃ. ૨૯૯ જોઈ શકાશે કે જ્યાં રચનાસંવત સાથે માસ-તિથિ વાર પણ મળતાં હોય ત્યાં ઈ. સ. ઉપરાંત સં. પણ દર્શાવ્યા છે. જ્યાં એ વિગતો ભૂળ કોશમાં જ, અને એમ મૂળ કૃતિમાં જી મળતી નથી ત્યાં માત્ર ર.ઈ. જ દર્શાવી છે. કૃતિ મુકિત હોય ત્યાં મુ. એવો નિર્દેશ છે. જ્યાં એવા નિર્દેશ ન હોય ત્યાં કૃતિ (કોશ પ્રગટ થયો ત્યાં સુધી) અમુદ્રિત છે એમ સમજવું. એકથી વધારે કર્તાનામો મળતાં હોય ત્યાં એ બધાં જ દર્શાવ્યા દરેક અધિકરણને અંતે મૂકેલા ૫. (ઋષ્ઠ નિર્દેશ) સાહિત્યકોશ-૧માં એ કૃતિ કયા પાને મળશે તે દર્શાવે છે. આમ તો, કર્તાના અકારાદિક્રમે કૃતિ કોશમાં શોધી જ શકાય છતાં ત્વરિત સંદર્ભ-શોધ માટે પૃષ્ઠ નિર્દેશ વિશેષ સગવડરૂપ બનશે. આ કૃતિસૂચિ તૈયાર કરતાં મને આનંદ થયો છે ને હું જ્ઞાનથી સમૃદ્ધ પણ થઈ છું. શોધનિબંધો તૈયાર કરવાના અનેક નાના-મોટા વિષયો અભ્યાસીઓને ચીંધવામાં આ સૂચિ માર્ગદર્શક નીવડશે. વળી, મધ્યકાલીન કવિતાની શોધ ચલાવવાની કેટલીય ચાવીઓ અને બારીઓ આ સૂચિ દ્વારા ખૂલશે એવી મને શ્રદ્ધા છે. આ કૃતિસૂચિ તૈયાર કરવામાં મને મોકળાશ આપનારા ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટદારોનો, ઉપયોગી સૂચનો કરનારા મિત્રોની, પરામર્શન માટે રમણ સોનીનો અને સૂચિ પ્રસ્તુત સ્વરૂપે આવે તે પહેલાં કરવી પડતી તૈયારીમાં મારી સાથે રહેનારાં નયના હસમુખભાઈ જોશી, મુદ્રણમાં ઊંડો રસ લેનારા ભાઈ રોહિત કોઠારીનો હૃદયપૂર્વક આભાર માનું છું. - કીર્તિદા શાહ
SR No.018076
Book TitleMadhyakalin Krutisuchi
Original Sutra AuthorN/A
AuthorKirtida Shah
PublisherGujrati Sahitya Parishad
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationCatalogue
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy