SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતી સાહિત્યકોશનાં નિર્માણ-પ્રકાશનનું કાર્ય એક પ્રકલ્પ તરીકે પૂર્ણ કર્યું છે. કોશની કામગીરી કરતાં કરતાં જે કર્તા અને કૃતિઓ અંગેના સંદર્ભો સાંપડ્યા તેનાં કાર્ડ સુરક્ષિત રીતે રાખવામાં આવ્યાં છે. આ બધી સામગ્રી અનેક રીતે સંપાદિત થઈ શકે એવી અને એટલી ઉપયોગી છે. સાહિત્યકોશની ફળશ્રુતિ રૂપે જ આ મધ્યકાલીન કૃતિસૂચિ પ્રગટ થઈ રહી છે. સાહિત્યિક કૃતિઓ, તેનુ વિવેચન વગેરે પ્રગટ કરવાની સાથેસાથે આવી સંદર્ભસામગ્રી પણ સૂલભ કરી આપવી તે પરિષદનો એક હેતુ પણ છે. સાહિત્યકોશ કાર્યાલયમાં જ જેમણે લાંબા સમય સુધી કામ કર્યું હતું એવાં ડૉ. કીર્તિદા શાહે આ કાર્ય સ્વીકાર્યું અને શાસ્ત્રીય પદ્ધતિએ પૂર્ણ કરી આપ્યું તે માટે એમનો આભારી છું. ડૉ. રમણ સોની જેવા વિજ્ઞાનના પરામર્શનનો લાભ સતત આ કૃતિસૂચિને મળ્યો છે એનો પણ આનંદ છે. આપણે ત્યાં મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓ આમેય ઓછા છે એનું એક કારણ કદાચ સામગ્રી ઝડપથી ઉપલબ્ધ થતી નથી એ પણ છે. આ મધ્યકાલીન કૃતિસૂચિ અને એમાંની વિગતો કોઈપણ અભ્યાસીને માત્ર ઉપયોગી જ બની રહે એવી નથી પરંતુ નવાંનવાં સંશોધન માટેની દિશા સૂચવવા પણ પર્યાપ્ત બની રહે તેવી છે. સાહિત્યના અભ્યાસીઓને માટે આ પ્રકાશન અત્યંત મહત્ત્વનું બની રહેશે એવી શ્રદ્ધા છે. ખૂબ ચોકસાઈ માગી લેતું આ વિશિષ્ટ કાર્ય સારી રીતે પાર પાડવા બદલ શારદા મુદ્રણાલયના શ્રી રોહિતભાઈ કોઠારીનો પણ આભારી છે. - હર્ષદ ત્રિવેદી પ્રકાશનમંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ
SR No.018076
Book TitleMadhyakalin Krutisuchi
Original Sutra AuthorN/A
AuthorKirtida Shah
PublisherGujrati Sahitya Parishad
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationCatalogue
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy