SearchBrowseAboutContactDonate
Page Preview
Page 991
Loading...
Download File
Download File
Page Text
________________ પાપપ્રવૃત્તિ આહાર નિમિત્તે થાય છે, તેમાં દયા કાળજી રાખે તો ત્રસ જીવ બચે. તે માટે ઈંધન ખંખેરીને વાપરે વગેરે. (૪) આદાનનિક્ષેપણ સમિતિ =વસ્તુ જોઈને મૂકવી, લેવી. કાચના વાસણ સાચવીને મૂકે તેમ લેવા મૂકવામાં ઉપયોગ રાખે. (૫) ઉત્સર્ગ સમિતિ = મળમૂત્રાદિના ત્યાગમાં જીવોની હિંસા ન થાય તેમ સાચવે. કચરો, પાણી વગેરે જીવ ન મરે તેમ નાખે, ચાલવાના રસ્તાથી દૂર નાખે. સમિતિવૃંત ઃશુધ્ધાત્મ સ્વરૂપમાં (મુનિત્વોચિત) સમ્યક ઇતિ અર્થાત પરિણતિ તે નિશ્ચય-સમિતિ છે અને તે દશામાં વર્તતી જે (હઠ વગરની) ઇર્યાભાષાદિ સંબંધી શુભ પરિણતિ તે વ્યવહાર સમિતિ છે. (શુધ્ધાત્મ સ્વરૂપમાં સમ્યક પરિણતિરૂપ દશા ન હોય ત્યાં શુભ પરિણતિ હઠ સહિત હોય છે; તે શુભ પરિણતિ વ્યવહાર સમિતિ પણ નથી.) સમિતિશુધ્ધ ઇર્યાસમિતિ વડે શુધ્ધ; યુકત વિહારવાળો શ્રમણ (સાક્ષાત અવિહારી જ છે.) સમીથીન સારું; રૂડું; યોગ્ય; બરોબર; યથાર્થ. સમીથીન ઉપાય ઃસદપાય; યથાર્થ હોવું; સાચો ઉપાય; સત્ ઉપાય. સમીચીનપણું યથાર્થપણે. સમીપ નજીક; પાસે, નિકટ. (૨) અહીં સમીપનો અર્થ, ક્ષેત્રથી નહિ પણ પરમાં એકમેકપણાની માન્યતારૂપ ભાવની એકાગ્રતા, એવો થાય છે. (૩) નજીક; પાસે. સમીપ મુક્તિગામી :નિકટમાં મોક્ષપામનારા; નજીકમાં મોક્ષે જનારા-મુક્તિ પામનારા. સમીપતા હાજરી; નજીકની વસ્તુ; નિકટતા. સમીપ :નિકટ; નજીક; પાસે સમોસરણ ત્રણ લોકના નાથ દેવાધિદેવ અરિહંત પરમાત્માની ધર્મસભા સયોગી :દેહધારી, સાકાર. સરખું સળંઠે ઊતરી ગયું ઃસરખી રીતે સમેસૂતરે પાર પડી ગયું. સરેડે ચાલવું ઃસરાડે ચાલવું; સીધે માર્ગે જવું; રસ્તે પડવું; સર્ગ :ઉત્પાદ; ઉત્પત્તિ. સુપ્ત ભંગી :દ્રવ્યનું કથન કરવામાં આવતાં, (૧) જે સ્વરૂપે સત છે, (૨) (૩) (૪) (૫) ૯૯૧ જે પરરૂપે અસત્ છે, જે સ્વરૂપે અને પરરૂપે યુગપદ્ કથાવું અશક્ય છે, જે સ્વરૂપે અને પરરૂપે ક્રમથી સત્ અને અસત્, જે સ્વરૂપે અને સ્વરૂપ-પરરૂપના યુગપણે સત્ અને કથાવું અશક્ય છે, (૬) જે પરરૂપે અને સ્વરૂપ-પરરૂપના યુગપણે અસત્ અને કથાવું અશક્ય છે તથા (૭) જે સ્વરૂપે, પરરૂપે અને સ્વરૂપ પરરૂપના યુગપણે સત્, અસત્ અને અથાવું અશક્ય છે - એવું જે અનંત ધર્મોવાળું દ્રવ્ય તેના એક એક ધર્મનો આશ્રય કરીને વિવક્ષિત-અવિવક્ષિતના વિધિનિષિધ વડે પ્રગટ થતી સપ્તભંગી સતત સમ્યક્ રીતે ઉચ્ચારવામાં આવતા સ્યાત્કારરૂપી અમોઘ મંત્રપદ વડે જ કારમાં રહેલા સઘળાય વિરોધવિષના મોહને દૂર કરે છે. (૨) (૧) (૨) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં અસ્તિ છેઃ દ્રવ્ય પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં નાસ્તિ છે. (3) દ્રવ્ય અદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે ક્રમથી કહેવામાં આવતાં અસ્તિ અને નાસ્તિ છે; (૪) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે યુગપદ કહેવામાં આવતા અવકતવ્ય છે. (૫) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપદ સ્વપરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવે કહેવામાં આવતાં અસ્તિ અને અવ્યકતવ્ય છે. (૬) દ્રવ્ય પદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપદ સ્વપરદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવે કહેવામાં આવતાં નાસ્તિ અને અવ્યકતવ્ય છે;
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy