SearchBrowseAboutContactDonate
Page Preview
Page 964
Loading...
Download File
Download File
Page Text
________________ આ લક્ષણોથી અવિનાભાવ સહિત, જે શ્રદ્ધાન થાય છે, તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. (તે પર્યાયનો ધારક સખ્યત્વ (શ્રદ્ધા) ગુણ છે. સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન, તેના પર્યાયો છે. સખ્યત્વ(શ્રદ્ધા) ગુણ જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ (યથાર્થ પ્રતીતિ) થાય. (૧) સાચા દેવ-ગુરૂ-ધર્મમાં દઢ પ્રતીતિ. જીવાદિ સાત તત્ત્વોની સાચી પ્રતીતિ. સ્વ-પરનું શ્રદ્ધાન. (૪) આત્મ શ્રદ્ધાન. આ લક્ષણોના અવિનાભાવ સહિત જે શ્રદ્ધાન થાય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. (તે પર્યાયનો ધારક સમ્યકત્વ (શ્રદ્ધા) ગુણ છે, સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન તેની પર્યાયો છે. સમ્યકૃત્ત્વનું છાણ :તત્ત્વની નિર્વિકલ્પ પ્રતીતિ. સામત્વનું સ્વરૂપ અને તેની શક્તિ જે વસ્તુ જે રૂપે સ્થિત છે તેનું તે જ રૂપે આત્માને જે કારણે જ્ઞાન થયા છે તેને સમ્યકત્વ કહે છે. અહીં સખ્યત્વને સ્વાત્મોપલબ્ધિના સાધનમાં સમર્થ બતાવેલ છે. અને એનાથી સમ્યત્વનું મહત્ત્વ પ્રગટ થયા છે કે જે બધા જ આત્મ વિકાસનો મૂળ આધાર છે. સમ્યકત્વના આઠ અંગો ગણો): નિઃશક્તિ અંગ = સર્વજ્ઞ દેવે કહેલાં તત્ત્વોમાં (શંકા) સંશય-સંદેહ ધારણ ન કરવો તે નિઃશક્તિ અંગ છે. નિઃકાંક્ષિત ગુણ = ધર્મને ધારણ કરીને સંસારના સુખની ઈચ્છા કરે નહિ તે નિઃકાંક્ષિત ગુણ છે. નિર્વિચિકિત્સા અંગ =મુનિઓનાં શરીર વગેરે મલિન દેખીને ધૃણા ન કરવી તે નિર્વિચિકિત્સા અંગ છે. અમૂઢ દૃષ્ટિ અંગ = સાચાં અને જૂઠાં તત્ત્વોની ઓળખાણ રાખે તે અમૂઢદષ્ટિ અંગ છે. ઉપગૂહન અંગ = પોતાના ગુણોને અને બીજાના અવગુણોને છુપાવે અને પોતાના આત્મધર્મને વધારે અથવા નિર્મળ બનાવે તે ઉપગૃહન અંગ છે. સ્થિતિકરણ અંગ =કામ-વિકાર આદિ કારણોથી ધર્મથી ડગી જતાં પોતાને અને પરને ફરીને એમાં દઢ કરે તે સ્થિતિકરણ અંગ છે. વાત્સલ્ય અંગ = પોતાના સહધર્મી જનોથી વાછરડાં ઉપરની ગાયની પ્રીતિની માફક પ્રેમ રાખવો તે વાત્સલ્ય અંગ છે. (૮) પ્રભાવના અંગ = જૈન ધર્મની શોભા વધારવી તે પ્રભાવના અંગ છે. આ આઠ ગુણથી ઊલટાં આઠ દોષ છે તે દોષોને હંમેશા દૂર કરવા જોઈએ. ભાવાર્થ : નિઃશક્તિ અંગ =તત્ત્વ આ જ છે, આમ જ છે, બીજું નથી અને બીજા પ્રકારે પણ નથી, આ પમાણે યથાર્થ તત્ત્વોમાં અટલ શ્રદ્ધા તે નિઃશક્તિ અંગ કહેવાય છે. નોંધ :- અવૃતિ સમ્યગ્દષ્ટિ જીવ ભોગોને ક્યારેય પણ આદરવા યોગ્ય માનતા નથી, પણ જેવી રીતે કોઈ કેદી, કેદખાનામાં ઈચ્છા વિના પણ દુઃખ સહન કરે છે, તેવી રીતે પોતાના પુરુષાર્થની નબળાઈથી ગૃહસ્થપદમાં રહે છે, પણ તેઓ રૂચિપૂર્વક ભોગોની ઈચ્છા કરતા નથી, એટલે તેને નિઃશક્તિ અને નિઃકાંક્ષિત અંગ હોવામાં કોઈ વાંધો આવતો નથી. (૨) નિઃકાંક્ષિત અંગ = ધર્મ સેવન કરી તેના બદલામાં સંસારના સુખોની ઈચ્છા ન કરવી તેને નિઃકાંક્ષિત અંગ કહે છે. નિર્વિચિકિત્સા અંગ = મુનિરાજ અથવા બીજા કોઈ ધર્માત્માના શરીરને મેલાં દેખીને ધૃણા ન કરવી તેને નિર્વિચિકિત્સા અંગ કહે છે. અમૂઢ દષ્ટિ અંગ =સાચ અને ખોટા તત્ત્વોની પરીક્ષા કરીને મૂઢતાઓ અને અનાયતનોમાં ફસાવું નહિ તે અમૂઢદષ્ટિ અંગ છે. ઉપગૂહન અંગ = પોતાની પ્રશંસા કરવાવાળા ગુણો અને બીજાની નિંદા કરવાવાળા દોષોને ઢાંકવા તથા આત્મધર્મને વધારવો (નિર્મળ રાખવોદૂષિત ન થવા દેવો) તે ઉપગૂહન અંગ છે. (૪)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy