SearchBrowseAboutContactDonate
Page Preview
Page 954
Loading...
Download File
Download File
Page Text
________________ એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકનિકળતા (૨) | ઈચ્છારહિતપણું. (૩) ઇચ્છા રહિતપણું; પદાર્થને વિષે ઇટ અનિટ બુધ્ધિ રહિતપણું; મમત્વરહિતપણું; સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. ઇઝઅનિટ બુધ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે. આ મને પ્રિય છે. આ ગમે છે. આ મને અપ્રિય છે. ગમતું નથી એવો ભાવ સમદર્શીને વિષે ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઇષ્ટ અનિરુપણું ન સમપરિણામ :સરખાં પરિણામ સમપરિણામે :જ્ઞાતાભાવે. સગપરિણામ જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. સગપરિણામે વિકલ્પ રહિતપણે. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે. સમન્વય મેળ જ્ઞાન અને ક્રિયાનો મેળ થયો તે જ સ્યાદ્વાદપણું થયું. (૨) એકસરખો વ્યવસ્થિત ક્રમ; પરસ્પર સંબંધ કે મેળ; તાત્પર્ય. સમનપણું મન સહિત અવસ્થા. સૂમુદ્દભવ :ઉત્પન્ન થવું તે; ઉત્પત્તિ. સમુહ્ય :સારો ઉત્કર્ષ, ઉત્કર્ષ, અભ્યદય, ચડતી, સમુદાય, સમૂહ, જથ્થો સમુદઘાત કોને કહે છે ? મૂળ શરીર છોડ્યા વગર જીવના પ્રદેશોનું બહાર નીકળવું તેને સમુદ્રઘાત કહે છે. (૨) મૂળ શરીરને છોડ્યા વિના આત્માના પ્રદેશોનું બહાર નીકળવું તેને સમુઘાત કહે છે. અને તે પ્રદેશત્વગુણની પર્યાય છે. સમુદાય:સમૂહ-જનસમૂહ સમુદાય પાતનિકા :ઉપોદઘાત સમુદાયી સમુદાયવાળું; સમુદાયનું (જથ્થાનું બનેલુ; (દ્રવ્ય સમુદાયી છે કારણ કે ! પર્યાયોના સમુદાય સ્વરૂપ છે.) ૯૫૪ સદ્ધઘાતવિધાન કેવળી ભગવાનને વેદનીય, નામ અને ગોત્રકર્મની સ્થિતિ કયારેક સ્વભાવથી જ (અર્થાત્ કેવળી સમુદ્રઘાતરૂપ નિમિત્ત હોયા વિના જ) આયુકર્મના જેટલી હોય છે અને કયારેક તે ત્રણ કર્મોની સ્થિતિ આયુકર્મથી વધારે હોવા છતાં તે સ્થિતિ ધરીને આયુકર્મ જેટલી થવામાં કેવળી સમુદ્રઘાત નિમિત્ત બને છે. સદ્ધઘાત કર્મો જથ્થાબંધ ખરી જઇ આત્મા લોકાકાશમાં ફરી વળે. સમમાં બિકની શી ગણતરી ? એમ કે સંસારનું બીજ એવું મિથ્યાદર્શન ગયું પછી કિંચિત્ રાગ-બંધ થાય તેની શી વિસાત? એ તો નાશ થવા માટે જ છે; કેમકે સમકિતી ધર્મી પુરૂષ ક્રમે પુરૂષાર્થ વધારીને તેનો નાશ કરી જ દે છે. કેવું સરસ, સ્પષ્ટીકરણ કર્યું છે? સદ્ધાંત એક જીવની આખાય લોકમાં અવસ્થિતિ લોકપૂણ સમુદ્ધાતના સમયે બને છે. મૂળ શરીર છોડીને જીવ બહાર નીકળે છે ત્યારે તે જીવ સાથે કાર્મણગર્વણ અને તેજસાદિ પરમાણ હોય છે અને તેની બીજું શરીર ધારણ કરવાથી સ્થિતિ વચ્ચે અંતર પડે છે તેને સમુદ્ધાત કહે છે. તે વખતે જીવનું શરીર લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી બને છે. તેનાથી ઓછા પ્રદેશોની સ્થિતિ બીજા સમુદ્ધાતોના સમયે તથા મૂળ શરીરના આકાર પ્રમાણે રહ્યા કરે છે. તેથી જ સંસારી જીવને સ્વદેહ પરિમાણ બતાવ્યો છે અને મુક્ત જીવને અંતિમ દેહાકારથી કિંચિત ન્યૂન બતાવ્યો છે. મૂળ શરીર તે ઔદારિક આદિ રૂપે હોય છે તેને છોડ્યા વિના ઉત્તરદેહ તેજસાદિના પ્રદેશો સહિત આત્મપ્રદેશોનું જે બહાર નીકળવું-ફેલાવું તેને સમુદ્ધાત કહે છે. સમુલ્લાસ :ઘણો આનંદ; પ્રબળ હર્ષ; સુપ્રસન્નતા. સમૂળ પૂરેપુરું સમીચીન સારું રૂડું; યોગ્ય; બરાબર; યથાર્થ સજૂર્ણન:મૂર્છાવસ્થા; બેશુધ્ધાવસ્થા સન્માર્ગઃ નીતિ અને પ્રામાણિકતાનો રાહ કે રસમ; સારો માર્ગ સમબંધ અને વિષમ બંધ :સમબંધ એટલે બેકી ગુણવાળા પરમાણુઓનો બંધ અને વિષમબંધ એટલે એકી ગુણવાળા પરમાણુઓનો બંધ. અહીં સમબંધનું અને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy