SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ સમગ્રપણાડે :અખંડપણીવડે. શ્રમુયપણે એકી સાથે; એકરૂપપણે. સાપુશ્ચયરૂપ સંદોહ રૂ૫; સામાન્યસારરૂપ. સમુથ્થર ભેગો કરેલો જથ્થો; સંઘરો. સમરસ સંસ્થાન જે કર્મના ઉદયથી, શરીરની આકૃતિ ઉપર, નીચે અને મધ્યમાં, સમભાગથી બને. સમચતુરાસંસ્થાન :પદ્માસનવાળીને બેઠેલા માણસના શરીરને ચારેકોરથી દોરીથી માપે તો ચારે કોરથી સરખું માપ આવે તે શરીર આકારને સમચતુરન્સ સંસ્થાન સમચિત્ત :ચિત્તની સમાનતા-સ્થિરતા વાળું સમુચ્ચય :ભેગો કરેલો જથ્થો; સંઘરો. સમુચિત યોગ્ય; વ્યાજબી; બરોબર યોગ્ય. સમણા સંવેદન :પ્રત્યક્ષ જ્ઞાન. સમજવું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અભેદ એકતા આત્મામાં થાય છે તે જ વાસ્તવિક સમજવું છે. સમંજસ સારૂં; સાચું; ખરું; સુંદર; ચોકખું; સદ્ગણી. સમજાણું કાંઈ ? કાંઈ એટલે કઈ પદ્ધતિએ કહેવાય છે તેની ગંધ આવે છે ? પૂરું સમજાઈ જાય તો ન્યાલ થઈ જાય એવું છે. સમજયું :સંવેદાયું; અનુભવાયું. સમજીને અંગીકાર કરીને (૨) નિશ્ચય કરીને. સમત્વબુદ્ધિ : રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોના અભાવવાળી સમઝ. સમતા મોહનો અભાવને લીધે સર્વત્ર રાગદ્વેષનું દ્વત જેમ પ્રગટ થતું નથી તે સમતા છે. (૨) ધીરજ; અકષાય કરુણા (૩) શાંતિ. (૪) સમભાવ; નિષ્પક્ષતા; શાંતભાવ; પરમ શાંત ભાવ. (૫) સૌમ્યતા સ્વરૂપતા. સમંતભદ્ધાથાર્ય :આ મહાત્મા દિગમ્બર આચાર્ય હતા તેમણે રચેલ દેવાગમસ્તોત્ર પર દિગંબર તેમજ શ્વેતાંબર આચાયોએ ટીકા કરી છે. સમતભદ્રચાર્ય નામનો શબ્દાર્થ “કલ્યાણ જેને માન્ય છે” એવો થાય છે. ૯૫૩ સમંત સર્વ પ્રકારના; પરિપૂર્ણ (૨) ચારે તરફ-સર્વ ભાગમાં વર્તતું; સર્વ આત્મપ્રદેશથી જાણતું; સમસ્ત; આખું; અખંડ (3) સર્વ પ્રકારના; પરિપૂર્ણ (૪) સર્વ પ્રદેશોથી જાણતું; ચારે તરફ સર્વ ભાગમાં વર્તતું; સર્વ આત્મ પ્રદેશથી જાણતું; સમસ્ત; આખું; અખંડ (૫) માન્ય રાખવો જોઇએ. (૬) સઘળા. (૭) સર્વ પ્રકારના; પરિપૂર્ણ. (૮) સર્વ પ્રદેશથી જાણતું. (૯) માન્ય સુમુત્તીર્ણ સારી તે પાર પાડેલું. સખત્પન્ન :સારી રીતે ઉદૂભવવું; સરખી રીતે ઉપજવું; સમ્યકૂપણે ઉત્પન્ન થવું સમદશા કોઇ પ્રત્યે રાગ અથવા કોઇ પ્રત્યે કિંચિતમાત્ર દ્વેષ ન રહે. સમદર્શિતા :ઇચ્છારહિતપણું; પદાર્થને વિષે ઇષ્ટઅનિટ બુધ્ધિ રહિતપણું મમત્વરહિતપણું; સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. ઇષ્ટઅનિટ બુધ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે. આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી એવો ભાવ સમદશીને વિષે ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવ વર્તે તેવા ભાવે દેખે, જાણે જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઇઅનિષ્ટપણું ન કરે. શાતા-અશાતા, જીવન-મૃત્ય, સુગંધ- દુંગંધ, સુસ્વર-દુસ્વર, રૂપ-કરૂપ, શીત-ઉષ્ણ, આદિમાં હર્ષ-શોક, રતિ-અરતિ, ઇટ-અનિરુપણું, આર્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનો પરિહાર લમદર્શીને વિષે અવશ્ય હોય. સમદર્શપણું એટલે લૌકિક ભાવનો સમાનભાવ, અભેદભાવ, એકસરખી બુધ્ધિ, નિર્વિશેષપણું ન;િ અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા; અથવા સત્કૃત અને અસત્કૃતમાં સમપણું ગણવું અથવા સદધર્મ અને અસદધર્મમાં અભેદ માનવો, અથવા સદગુરુ અને અસદ્ગુરુને વિષે એકસરખી બુધ્ધિ રાખવી, અથવા સદદેવ અને અસદેવને વિષે નિર્વિશેષપણે દાખવવું, અર્થાત બન્નેને એકસરખા ગણવા, ઇત્યાદિ સમાનવૃત્તિ એ સમદર્શિતા નહીં,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy