SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૫ આત્મતા આત્મભાવ જ્યાં છે ત્યાં જીવિત, મરણ, લાભ, અલાભ આદિ સર્વ પ્રત્યે સમભાવ વર્તે છે. આવી આત્માનંદ યુક્ત સમદશ, વીતરાગ દશાને વિનરૂપે જે જે અન્ય અંતરંગ બહિરંગ સંગ છે, તેને હે જીવ તું તજી દે કારણ કે તે સંગ-પ્રસંગથી તું ચિંતા રૂપી સાગરમાં પડીશ. એ ચિંતા સમુદ્રમ રાગ-દ્વેષરૂપ મોટાં મોજાઓ નિરંતર ઉછળી રહ્યાં છે, ત્યાં અંતરદાહરૂપ વડવાનલથી તારું અંગ બળવા માંડશે અને તું દુઃખી દુઃખી થઈ જઈશ. માટે આત્મરણતારૂપ સમતા સરોવરમાં નિમગ્ન નિજાનંદને નિરંતર માણવા ઈચ્છતો તું તેમાં વિનરૂપ સર્વ અન્યભાવો અને અન્ય સંગ પ્રસંગોને તારાથી ત્યાગી દે. (૧૩) સમતાભાવ; સ્થિરતા, આત્મ રમણતા. સબભિરૂઢનય :જે જુદા જુદા અર્થોને ઉલ્લંઘી એક અર્થને રૂઢિથી ગ્રહણ કરે છે. જેમ કે ગાય પર્યાયના ભેદથી અર્થને ભેદરૂ૫ ગ્રહણ કરે છે. જેમ ઇન્દ્ર, પુરંદર, શક્ર એ ત્રણે શબ્દા ઇન્દ્રનાં નામ છે, પણ આ નય ત્રણેનો જુદો જુદો અર્થ કરે વિષમબંધનું એકેક ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે બધાય સમબંધો અને વિષમ બંધો સમજી લેવા. સમભાવ નિર્વિકાર જ્ઞાન સ્વભાવવાળો મધ્યસ્થભાવ (૨) રાગ, દ્વેષ અને મોહના ક્ષોભથી રહિત આત્માના પરિણામ તે સમભાવ છે. સ્વાત્માનભવ છે, મોક્ષમાર્ગ છે. (૩) મોહ ક્ષોભ અથવા રાગ-દ્વેષ, મોહ રહિત જે આત્માના પરિણામ છે તે જ સમભાવ છે, તે જ ચારિત્ર છે. (૪) કેટલાક સમભાવની વ્યાખ્યા ઊંધી કરે છે, અને કહે છે કે, સાચું ખોટું નકકી કરતાં રાગદ્વેષ થાય, માટે બધાને સરખા માનો પણ તે તો મૂઢતા છે, અવિવેક છે. વસ્તુને યથાર્થપણે માનવી, અન્યથા ન માનવી, તેમાં સમભાવ છે. જ્ઞાની બાવળને વર્તમાનમાં ચંદન ન જાણે, વિષ્ટા ન જાણે, વિટાની અવસ્થા હોય તે વખતે, તેમ જાણે ક્રોધ, અવસ્થાવાળાને ક્રોધપણે દેખે, શાંત ન દેખે, ખોટાને ખોટું જાણવું, તે સમભાવ છે, દ્વેષ નથી, પક્ષપાત નથી પણ સતનું બહુમાન છે. નિષ્પક્ષપાતી. (૫) મધ્યસ્થભાવ. (રાગીને રાગી જાણવો અને નિરોગીને વિરક્ત-વીતરાગી જાણવો તે મધ્યસ્થભાવ છે. પણ બન્ને પ્રત્યે સમાન ભાવ જાણવો તે સમભાવ કે મધ્યસ્થ ભાવ નથી.) (૬) બધાને સરખા માનવા તે મૂઢતા છે, અવિવેક છે; વસ્તુને યથાર્થ પણે માનવી, અન્યથા ન માનવી તેમાં સમભાવ છે. ખોટાને ખોટું જાણવું તે સમભાવ છે, દ્વેષ નથી. પક્ષપાત નથી પણ સલૂનું બહુમાન છે. (૭) વીતરાગતા. એ વીતરાગતા દ્રવ્યને પકડે ત્યારે થાય. દ્રવ્યના આશ્રય વિના વીતરાગતા ન થાય. ઊંમભાવનું કારણ વીતરાગ સ્વભાવી ભગવાન આત્મા છે. જેનો આશ્રય કરવો અને પરનો આશ્રય છોડવો, આ ટૂંકામાં ટૂંકું છે. (૮) વીતરાગ ભાવે-મધ્યસ્થભાવે જ્ઞાન સ્વભાવવાળા ને અનંતગુણના સ્વભાવવાળા એ અનંત જીવો છે એમ જણવું તે સમભાવ છે. અને ત્યારે તેણ અનંત જીવોને યથાર્થ જાયા એમ કહેવાય છે. લ્યો આ સમભાવ. (૯) સમતા; રાગાદિનો પરિત્યાગ. (૧૦) રાગદ્વેષનો ત્યાગ કરી પરમ શાંત સ્વભાવ રાખવો તે સમભાવ. (૧૧) રાગદ્વેષ-મોહથી રહિત. (૧૨) વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવી નિજ શુદ્ધ સહાત્મદ્રવ્યની સમ્યક શ્રદ્ધા, જ્ઞાન, અનુભવરૂપ આત્મરણતા, શુદ્ધ | સામતિ સમ્મતિ તર્કશાસ્ત્ર સમમાનસ :સમચિત્ત; સમાશય સમય એક સમથે જ (યુગપદ) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. (૨) દરેક પદાર્થ પોતાના ગુણ પર્યાયોને પ્રાપ્ત થઇ પરિણમન કરે છે. તેથી તેને સમય કહેવામાં આવે છે. (૩) પરમાણુ એક આકાશ પ્રદેશને મંદગતિથી ઓળંગે ત્યારે તેના બરાબર જે વખત તે સમય છે. (૪) આગમ (૫) જિનમત (૬) પરમાણને એક આકાશપ્રદેશથી બીજા અનંતર આકાશપ્રદેશો(મંદગતિથી) જતાં જે વખત લાગે તેને “સમય”કહેવામાં આવે છે. (૭) કાળનો સૂક્રમમાં સૂક્ષ્મ વિભાગ સમય છે. (૮) જીવ નામનો પદાર્થ (૯) સમય નિમિત્તભૂત એવા મંદગતિએ પરિણત પુદગલ પરમાણુ વડે પ્રગટ થાય છે-મપાય છે. (અર્થાત પરમાણુને એક આકાશપ્રદેશથી બીજા અનંતર આકાશપ્રદેશે મંદગતિથી જતાં જે વખત લાગે તેને સમય કહેવામાં આવે છે.) (૯)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy