SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અપવાદ માર્ગ :વ્રતાદિનો શુભરાગ; શુભરાગભાવ; શુભરાગનો વ્યવહાર. અપવાદ સાપેશ :અપવાદની સાપેક્ષ સહિત. અપવાદ માર્ગ શુભવિકલ્પ તે અપવાદ માર્ગ છે. અસ્થિરતાવાસ વિકલ્પ આવે છે તે અપવાદ છે. (૧) જે શ્રમણને શ્રામપર્યાયના સહકારી કારણભૂત સર્વ કૃત્રિમતાઓથી રહિત યથાજાતરૂપ સન્મુખ વૃત્તિ જાય, તેને કાયાનો પરિષદ છે. (યથા જાત રૂપપણાને લીધે જે બહિરંગ લિંગભૂત છે એવાં કાય પુદ્ગલો છે; જે શ્રમણને ગુરુ ઉપદેશના શ્રવણમાં વૃત્તિ રોકાય; તેને વચન પુગલોનો પરિગ્રહ છે; (૩) જેમનું અધ્યયન કરવામાં આવે છે એવો નિત્યબોધક અનાદિનિધન શુદ્ધ આત્મતત્ત્વને પ્રકાશવામાં સમર્થ શ્રુતજ્ઞાનના સાધનભૂત શબ્દાત્મક સૂત્ર પુદ્ગલો; (જે શ્રમણને સૂત્રાધ્યયનમાં વૃત્તિ રોકાય તેને સૂત્ર-પુદ્ગલોનો પરિગ્રહ છે.) અને (૪) શુદ્ધ આત્મતત્ત્વને વ્યક્ત કરનાર દર્શનાદિક જે પર્યાયો તે રૂપે પરિણમેલા પુરુષ પ્રત્યે વિનીતતાનો અભિપ્રાય પ્રવર્તાવનારાં ચિત્ત પુદ્ગલો, (જે શ્રમણને યોગ્ય પુરુષના વિનયરૂપ પરિણામ થાય, તેને મનમાં પુદ્ગલોનો પરિગ્રહ છે.) અપવાદ માર્ગમાં જે ઉપકરણભૂત ઉપલબ્ધિનો નિષેધ નથી તેના ઉપરોક્ત ચાર ભેદો છે, તોપણ તેઓ વસ્તુધર્મ નથી. શુદ્ધ આત્મત્વની ઉપલબ્ધિના સાધક ભૂત શ્રમય પર્યાયના પાલન માટે કેવળ યુક્ત આહાર વિહારી હોય છે. અપવાદ સાપેણ :અપવાદની અપેક્ષા સહિત. અપવાસ :મીઠોવાસ અપશ્ચાત :અણઓળખાણ. અપસદ :અધમ; હત. અપસિદ્ધાંત :ખોટો અથવા ભૂલભરેલો સિદ્ધાંત. અપદ્ધિાંતરૂપ કહેવામાત્ર રૂપ. અપહત સંયમ :ઉપેક્ષા સંયમ એટલે મન,વચન, કાયા એ ત્રણ ગુપ્તિઓમાં ગુપ્ત રહેવું તે. અને અપહત સંયમ એટલે પાંચ સમિતિઓનું પાલન કરવું તે; અથવા સરાગસંયમ જે શુભોપયોગરૂપ છે એ વીતરાગ સંયમ જે શબ્દોપયોગરૂપ છે તે સર્વ શુદ્ધોપયોગમાં રહેનારા જીવોને થાય છે. અથવા સામાયિક છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત આદિ સંયમ પણ શુદ્ધોપયોગીઓને હોય છે. (૨) જેનું અપહરણ કરવામાં આવ્યું છે તેવું. (૩) હીણો સંયમ, અનુત્કૃષ્ટ સંયમ અપહાર :નાશ અપાઈ જવું સામે ચાલીને ભેટ આપી દેવી તાબે થઈ જવું. આપાકજા :અવિપાક. આપાચક :માગ્યા વિના મળતું; અનિચ્છાપૂર્વક અપાચ્ય :નહિ પાકવા યોગ્ય; રંધાવાની ચડી જવાની યોગ્યતા રહિત, કોરડું. આપાદ મતક:પગથી માથા સુધી અપાદાન :જેમાંથી કર્મ કરવામાં આવે એવી ધ્રુવવસ્તુ તે અપાદાન; ધ્રુવવસ્તુ. અપાદાન શક્તિ ધ્રુવપણામય અપાદાનશક્તિના કારણે સદાય એવી ને એવી થયા. જ કરે છે., ધ્રુવ ઉપર દૃષ્ટિ પડતાં જે નિર્મળ પર્યાય ઉત્પન્ન થઈ છે તે અપાદાન શક્તિને કારણે સદાય એવીને એવી રહે છે, નાશ પામતી નથી. ક્ષણિક પર્યાય નાશ થવા છતાં ધ્રુવ ઉપાદાન શક્તિના કારણે બીજી નિર્મળ પર્યાય તૈયાર જ છે તેથી કદી નાશ થતી નથી તેમ કહ્યું છે. અપાનવાયુ પ્રાણવાયુ અપાનવાયુના સંબંધથી રહેલ છે. દરેક વખતે શ્વાસને અપાનવાયુ શરીરની અંદર ખેંચે છે તે શ્વાસ કહેવાય છે. ને પ્રાણવાયુ શ્વાસને અંદરથી બહાર ખેંચે છે તેને ઉચ્છવાસ કહેવાય છે. પ્રાણ અને અપ્રાણની સંધિ છે. એ બંને વાયુનો સંબંધ જ્યારે છૂટો પડે છે ત્યારે પ્રાણ છૂટી ગયા એમ કહેવાય છે. જે વખતે જીવને જેવી વેશ્યા હોય તેવી ગતિ થાય છે, ને શક્તિબળે જીવોની લેશ્યા ફેરવી શકાય છે. ઇંધારે સરજવાની તમારામાં શક્તિ નથી. અનુભવથી સમજાય તેમ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy