SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ અપરિમિત :બેહદ (૨) પરિમિત નહિ એવું; અમાપ. અપરિણામી પરિણમન ન પામે તે. અપ્રતિકમણ :ગયા કાળમાં થયેલા દોષથી પાછા ન કરવું તે. અપ્રતિબદ્ધ અજ્ઞાની. મોહરૂપ અજ્ઞાન; શુદ્ધ આત્માના જ્ઞાનને આત્માના શુદ્ધ જ્ઞાનથી અજાણ. અપ્રતિવત શક્તિ:જ્ઞાન જ્યોતિ; કોઈની રોકી ન શકાય તેવી શક્તિ; જેને લોક. અલોકના સર્વ જ્ઞેય પદાર્થોને પોતાનો વિષય કરવામાં પછી કોઈ રોકી શક્ત નથી. અપ્રતિહત અટકાવ વિનાનું; અટકાવી વા હણી ન શકાય એવું; રોકી ન શકાય તેવું. તોડી-હણી ન શકાય તેવું. અપરિમેય માપી ન શકાય એવું; અમર્યાદ; અસીમ. (૨) બેહદ; અનંત; અમાપ. (૩) અમર્યાદિત; ખૂબ ખૂબ મોટું; અસંખ્ય; માપવામાં ન આવેલું. અપરિમિતતા :અમર્યાદિતતા અપ્રિય વચન જે વચન બીજાને અરતિ કરનાર અર્થાત્ બુરું લાગે તેવું હોય, ભય ઉપજાવનાર હોય, ખેદ ઉત્પન્ન કરનાર હો તથા વેર, શોક, કલહ (કજિયો) કરવાવાળું હોય અને બીજું જે દુઃખ તે ઉત્પન્ન કરનાર હોય છે તે સર્વ વચન અપ્રિય જૂઠનો ભેદ છે. અપરિહાણિ :ભાવમાં હાનિ ન થવા દેવી. અપરોણ :પરોક્ષ નહિ તેવું; પ્રત્યક્ષ; વિષય અને ઇન્દ્રિયોના સંબંધથી થતું (જ્ઞાન). (૧) પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ; સ્પષ્ટ. (૨) ઈન્દ્રિયોના વિષયથી થતું જ્ઞાન. અપલછાણ :નઠારું લક્ષણ; દુરાચરણ. (૨) દોષ. (૩) અવલખણ; તું તારી ચીજને-આત્માને-ત્રિકાળી પરિપૂર્ણ પ્રભુતાને-માનતો નથી અને પર્યાય ને રાગાદિ જેટલો જ પોતાને માને છે, એ તારું અપલક્ષણ છે. અપલાપ :પ્રસંગ ટાળવા માટે આડી અવળી કહેવામાં આવતી વાત; બકવાદ; મિથ્યાવાદ. અપવર્ગ મોક્ષ (૨) સિદ્ધ ગતિ. (૩) મોક્ષ; સમાપ્તિ; અંત; છેડો. (૪). સિદ્ધગતિ; પંચમ ગતિ. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુનું સામાન્ય સ્વરૂપ - જે નિશ્ચય સમ્યગ્દર્શન-શાન સહિત વિરાણી બનીને, સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરીને અંતરંગમાં તો તે જ શુદ્ધોપયોગ દ્વારા પોતાના આત્માનો અનુભવ કરે છે, પદ્રવ્યમાં અહંબુદ્ધિ કરતા નથી, જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાના માને છે. પર ભાવોમાં મમત્વ કરતાં નથી, કોઈને ઈષ્ટ-અનિષ્ટ માનીને તેમાં રાગ-દ્વેષ કરતા નથી, હિંસાદિ અશુભ ઉપયોગનું તો તેમને અસ્તિત્વ જ મટી ગયું છે, અનેક વાર સાતમાં ગુણસ્થાનના નિર્વિકલ્પ આનંદમાં લીન રહ્યા કરે છે, જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે ત્યારે ૨૮ મૂળગુણોના અખંડ પાલનને માટે શુભ વિકલ્પ આવે અને એવા જ જૈનમુનિ ગુરુ હોય છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાળ અંતર્મુહર્ત છે. આપવર્ગનગર :મોક્ષપુર. અપવગ:મોક્ષ પામેલું અપવર્તન વિશેષ કાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વનો તેવો બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે-ભોગવાય. ‘ત્રુટય’ શબ્દનો અર્થ બે ભાગ થયા એમ કેટલાક કરે છે; પણ તેમ નથી. જેવી રીતે દેવું ગુટયું ‘શબ્દનો અર્થ’ દેવાનો નિકાલ થયો; “દેવું દઈ દીધું' ના અર્થમાં વપરાય છે, તેવી રીતે આયુષ ત્રુટયું શબ્દનો આશય જાણવો. (૨) પલટો; ફેરફાર. (૩) દુરાચરણ. (૪) અકાળ મૃત્યુ અપવર્તનશાત :બધ્યમાન આયુષ્યનું ઘટવું તે અપવર્તન ઘાત છે. અપુનર્ભવ :મોક્ષ.(પરમ પૂજ્ય ભગવાન શ્રી વર્ધમાન સ્વામી, હાલમાં પ્રવર્તતું જે રત્નત્રયાત્મક મહાધર્મતીર્થ, તેના મૂળ પ્રતિપાદક હોવાથી, મોક્ષસુખરૂપી સુધારસના પિપાસુ ભવ્યોને મોક્ષના નિમિત્તભૂત છે.) અપવાદ :નિંદા, દોષ દેખવા; દ્વેષ કરવો. (૨) ખાસ નિયમ-વિશેષ. (૩) નિયમોમાં છૂટછાટ; નિંદા. (૪) ખાસ નિયમ (૫) બદનામી; નિંદા; અપકીર્તિ; આરોપ; આક્ષેપ; ખોટું આળ; તહોમત; અપવાદ નિરપેશ અપવાદની અપેક્ષા રહિત.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy