SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અપાનવાયુ અને પ્રાણવાયુ દરેક વખતે શ્વાસને અયાનવાયુ શરીરની અંદર ખેંચે છે | તે શ્વાસ કહેવાય છે ને પ્રાણવાયુ શ્વાસને અંદરથી બહાર ખેંચે છે, તને ઉચછવાસ કહેવાય છે. પ્રાણ અને અપાનની સંધિ છે. એ બન્ને વાયુનો સંબંધ જયારે છુટો પડે છે ત્યારે પ્રાણ છુટી ગયા એમ કહેવાય છે, તે વખતે જીવને જેવી વેશ્યા હોય તેવી ગતિ થાય છે, ને શક્તિબળે જીવોની વેશ્યા બદલી શકાય છે. અપાય :દૂર જવાની ક્રિયા; અદર્શન; નાશ; સંકટ; આફત; નુકશાન; ખુવારી; અપાય અપગમ :ઉપદ્રવનો નાશ. અપાય અપગમ અતિશય વીતરાગ ચારિત્ર દશા; અનર્થરૂપ રાગદ્વેષનો નાશ. (૨) સંકટ; આદૂત; નુકસાન; તોટો; ખુવારી; નાશ. અપાય વિશય :બાધકતાનો વિચાર. વિધન કેટલું બાકી છે તેનો તથા દુઃખના કારણોનો વિચાર તે અપાયરિચય છે. (૨) રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે અપાયવિચય નામ બીજો ભેદ છે. અપાય એટલે દુઃખ (અવાયજિમ) (૩) સંસારી જીવોના દુઃખનો અને તેમાંથી છૂટવાનો વિચાર કરવો તે. અપાય-અપગમ :ઉપદ્રવ્યનો નાશ. (૨) બે પ્રકારે છે : સ્વાશ્રયી અને પરાશ્રયી. સ્વાશ્રયી પણ બે ભેદે છે: દ્રવ્ય ઉપદ્રવ્ય એટલે સર્વ રોગનો અભાવ હોય છે : અને ભાવ ઉપદ્રવ ૧૮ પ્રકારે છે; તેનો પણ પોતે શ્રમ કર્યો હોય છે. જે આ પ્રમાણે છે; ૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ભોગાંતરાય, ૪. ઉપભોગાંતરાય, ૫. વીઆંતરાય, ૬. હાસ્ય, ૭. રતિ, ૮. અરતિ. ૯. ભય, ૧૦. શોક, ૧૧. જુગુપ્સા (ગ્લાનિ), ૧૨. કામ, ૧૩. મિથ્યાત્વ, ૧૪. અજ્ઞાન, ૧૫. નિદ્રા, ૧૬. અવિરતિ, ૧૭. રાગ અને ૧૮. ષ. અપાયાગમાતિશય અનર્થરૂપ રાગદ્વેષનો નાશ. (૨) વીતરાગ ચારિત્ર દશા (૨) વાતરાગ ચારિત્રદશા; અનર્થરૂપ રાગ-દ્વેષનો નાશ. અપાર જેનો કયાંય અંત નથી એવું; અમર્યાદિત. (૨) અનંતો. અપાત કરવુંતિરસ્કારવું; તર છોડવું; હેય ગણવું; દૂર કરવું; છોડી દેવું. અપારખુ :અપરીક્ષક અપાત હેય; તિરસ્કાર; દૂર. અપાત કરવું હેય માનવું; તિરસ્કાર કરવો; દૂર કરવો. (૨) તિરસ્કારવું; તરછોડવું; હેય ગણવું; દૂર કરવું; છોડી દેવું. અપાઈનીય :નહિ ઈચ્છવાયોગ્ય; અનિચ્છિત. અપારવત્ :અંતવિનાની જેમ; પાર વિનાની જેમ; ખૂબ; અપાત કરવું :તિરસ્કારવું; તરછોડવું; હેય ગણવું; દૂર કરવું; છોડી દેવું. (૨) હેય કરીને; તિરસ્કાર કરીને દૂર કરીને. આપાસ્ય દૂર કરીને; છોડીને. અપહત સંયમ પાંચ સમિતિઓનું પાલન કરવું તે અપહૃત સંયમ છે. અપરિગ્રહણત :પરિગ્રહના ત્યાગની પ્રતિજ્ઞા. આપીહક :ત્યાજક; ત્યાગ કરનાર. અપધ્યાન દ્વેષથી કોઈને મારવાનો, બાંધવાનો, તથા છેદવાનો વિચાર કે રાગથી પારકાની સ્ત્રીનો વિચાર કરવો તેને જૈનશાસ્ત્રોમાં નિપુણ પુરુષો અપધ્યાન કહે છે. જે ધ્યાન નરક નિગોદાદિનું કારણ છે. માટે સર્વથા હેય છે. અપોહ : ઉત્તર. અપોહે છે ત્યાગે છે. અપોહ કૃપતા સર્વથા નકારાત્મકપણું; સર્વથા ભિન્નતા. (દ્રવ્ય અને ગુણમાં એકબીજાનો કેવળ ન કાર જ હોય તો દ્રવ્ય ગુણવાળું છે. આ ગુણ આ દ્રવ્યનો છે- વગેરે કથનથી સૂચવાતો કોઈ પ્રકારનો સંબંધ જ દ્રવ્યને અને ગુણને ન બને.) આપીક ત્યાજક; ત્યાગ કરનાર. અપોહ્ય=ત્યાજય; ત્યાગવા યોગ્ય પદાર્થ. (૨) ત્યાજક; ત્યાગ કરનારે. આપોહન પૃથકકરણ યોગ્ય. આપોહન સ્વરૂપ :ત્યાગ સ્વરૂપ. આપોહ્ય ત્યાજ્ય; ત્યાગવાયોગ્ય પદાર્થ. આપૌરુષેય :માણસે નહિ બનાવેલું; દિવ્ય. (૨) દિવ્ય; માણસે નહિ બનાવેલું. અફળ :કર્મફળ રહિત થયેલા. (૨) નિષ્ફળ; ફોગટ; નકામું.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy