SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૧ વિપર્યાશ બદ્ધિ ગૃહ કુંટુંબ, પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાતિ પ્રસંગમાં જે રાગ-દ્વેષ કષાય છે, તે જ વિપર્યાય બુદ્ધિ વિપ્રતિપત્તિઓ :જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓ (૨) અન્ય પ્રકારે | માનવમારૂપ ઝઘડાઓ, વિરોધ, શત્રુતા, મતભેદ, ગૂંચવણ, ગોટાળો, સંશયાત્મક સ્થિતિ. (૩) જીવને અન્ય પ્રકારે માનવરૂપ ઝઘડાઓ, સર્વ પ્રકારના વિભાવભાવો, રાગ, પુણઅય, દેહ,કષાયની મંદતા એ બધી વિપ્રતિપત્તિઓ વિભાવભાવ છે. (૪) વિપરીત માન્યતા. વિપ્રમુક સર્વથા મુકત વિપ્રમુકત : સર્વથા મુકત વિપ્રબો :અત્યંત વિયોગ વિરમો અત્યંત વિયોગ, દ્રવ્યકર્મોનો અત્યંત વિયોગ તે વિપ્રમોક્ષ છે. વિપર્યય ઊલટાપણું, ગરબડ, અવ્યવસ્થા, ફેરફાર, વિક્રિયા, ભૂલ, પ્રમાદ (૨) | વિપરીત (૩) વસ્તસ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક “આમ જ છે” એવું એક રૂ૫ જ્ઞાન તેનું નામ વિપર્યય છે. જેમ કે શરીરને આત્મા જાણવો તે વિપર્યય છે. (૪) વિપરીત (૫) ગરબડ, ગોટાળો (૬) ઊંધુ માનવું તે વિપર્યય (૭) અન્યથા (વિપરીત) રૂપ એક તરફનું જ્ઞાન હોય તેને વિપર્યય કહે છે. જેમ કે મનુષ્યમાં વ્યંતરની પ્રતીતિ કરવી. (૮) ઊંધું માનવું તે વિપર્યય. (૯) ઊંધું જ્ઞાન, જેમ કે છીપને ચાંદી જાણવી, ચાંદીને છાપ જાણવી. (૧૦) અન્યતા (વિપરીત) રૂપ એક તરફનું જ્ઞાન હોય તેને વિપર્યય કહે છે. જેમ કે મનુષ્યમાં વ્યંતરની પ્રતીતિ કરવી. (૧૧) કોઈપણ પ્રકારની વિપરીતતા રહિત, મિથ્યાજ્ઞાન, હોય તેનાથી ઊલટું સમજવું તે, ગરબડ, અવ્યવસ્થા, નાશ. વિપર્યય શાન :ઊલટ પ્રકારની સમઝ, હોય તેનાથી ઊલટું જ સમજવું, વિપરીત સમઝ વિપર્યયપૂર્વક:વિપરીત સ્વરૂપે વિપર્યયસ્વરૂપ:વિપરીત, મિથ્યાત્વ વિપર્યત :અવળી દષ્ટિ, મિથ્યાષિટ. વિપર્યાય :વિપરીતતા વિપર્યય મિથ્યાજ્ઞાન, વિપરીત, ઊલટું. વિપરિત અભિનિવેશ કબીજાને બીજાપણે સમજવારૂપ મિથ્યાજ્ઞાન. બીજાને બીજારૂપ માનવારૂપ મિથ્યાત્વ. વિપરીત :ઊલટું (૨) વિરુદ્ધ, વિકલ્પ, રાગ-દ્વેષ (૩) વિરુદ્ધ(વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોને પરાશ્રિત ભાવોને બાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાન દર્શનચારિત્રનો જ શુદ્ધ રત્નત્રયનો જ સ્વીકાર કરવા અર્થે નિયમ સાથે સાર શબ્દ જોડયો છે.) (૪) વિકૃત, વિરુદ્ધ, વિશેષ (૫) વિરુદ્ધ, ઉલટી વિપરીત અભિનિવેશ:ઊંધા અભિપ્રાય વિપરીત દેશિ મિથ્યા દૃષ્ટિ વિપરીત દશા :વિકારી પર્યાય વિપરીત માન્યતા મિથ્યાત્વ, દેહાત્મ બુદ્ધિ, દેહાધ્યાસ, દર્શનમોહ, અવિદ્યા વિપરીત મિથ્યાત્વ સગ્રંથને નિગ્રંથ માનવા, મિથ્યા દષ્ટિ સાધુને સાચા ગુરુ માનવા, કેવળીના સ્વરૂપને વિપરીત પણે માનવું ઈત્યાદિ, પ્રકારે ઊંધી રુચિ, તે વિપરીત મિથ્યાત્વ છે. વિપરીત વિનાના વિકલ્પ રહિત. વિપરીતતા જડ સ્વભાવ૫ણું, બીજા વડે જણાવાયોગ્ય, જે જડ હોય તે પોતાને તથા પરને જાતું નથી, તેને બીજો જ જાણે છે. (૨) કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદભેદ વિપરીતતા એમ ત્રણ પ્રકાર છે. (૧) કારણ વિપરીતતા= જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણ વિપરીતતા છે. સ્વરૂપ વિપરીતતા = જેને જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને તો ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને તે સ્વરૂપ વિપરીતતા છે. ભેદભેદ વિપરીતતા= જેને તે જાણે છે તેને એ આનાથી ભિન્ન છે. તથા એ આનાથી અભિન્ન છે' એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન અભિન્નપણું માને તે ભેદભેદવિપરીતતા છે. (૨)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy