SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ વિપરીતતા રહિત :અવિપરીત વિપરીતતા પરિહાર અર્થે વિદ્ધ બાવોના ત્યાગ માટે વિપરીતાભિનિવેશ :વિપરીત અભિપ્રાય વિપ્લવ અંધાધૂધી, ઊથલપાથલ, ગોટાળો, વિપ્લવ, વિરોધ વિપળ ચોવીસ કલાકની ૨,૧૬,૦૦૦ વિપળ થાય છે. એક કલાકની ૩૭૫ વિપળ થાય છે. વિપશ્યના વિશેષ કરી જોવું વિપાક અનુભાગ વડે ફળ પરિપકવતા થાય છે તે સર્વ કર્મનું મૂળ અનુભાગ છે, તેમાં જેવો રસ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર પડયો તેવો ઉદયમાં આવે છે, તેમાં ફેરફાર કે ભૂલ થતી નથી. વિપાક:ઉદય (૨) ફલ (૩) ફળ (૪) કર્મનું ફળ દઈને ખરી જવું, વિપાક= વિશેષ પાક. (૫) ફળ, કર્મના ઉદયનું ફળ. (૬) જૂના કર્મનો ઉકેલ (૭) ઉદય, ઉદયમાં આવવું. વિપાકરિચય :કર્મના ફળનો (ઉદયનો) વિચાર કરવો વિપાકનો વિચાર, કર્મોદયજન્ય કપાયભાવની અસ્થિરતા ટાળવાનો વિચાર કરવો તે વિપાક વિચય છે. વિફળ :નિષ્ફળ વિબુધ વિદ્વાન (૨) ડાઘુ, શાણુ, બુદ્ધિમાન વિબુધો :અજ્ઞાનીઓ (૨) પંડિતો વિભાગનાર વિભાગ કરનાર, (સ્કંધોને વિષે દ્રવ્ય સંખ્યાનું માપ(અર્થાત્ તેઓ કેટલા અણુઓના-પરમાણુ ઓના બનેલા છે. એવું મા૫) કરવામાં આણુઓની -પરમાણુઓની અપેક્ષા આવે છે. એટલે કે તેવું માપ પરમાણુ દ્વારા થાય છે. ક્ષેત્રના માપનો એકમ “આકાશપ્રદેશ' છે અને આકાશપ્રદેશની વ્યાખ્યામાં પરમાણુની અપેક્ષા આવે છે, તેથી ક્ષત્રનું માપ પરમાણુ દ્વારા થાય છે. કાળના માપનો એકમ ‘સમય’ છે અને સમયની વ્યાખ્યામાં પરમાણુની અપેક્ષા આવે છે, તેથી કાળનું માપ પણ પરમાણુ દ્વારા થાય છે. જ્ઞાનભાવના (જ્ઞાનપર્યાયના) માપનો એકમ ‘પરમાણુમાં પરિણમતા ધન્ય જ વર્ણાદિભાવને જાણે તેટલું જ્ઞાન છે અને તેમાં પરમાણુંની અપેક્ષા આવે ૮૭૨ છે, તેથી ભાવનું (જ્ઞાનભાવનું) માપ પણ પરમાણુ દ્વારા થાય છે. આ પ્રમાણે પરમાણુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ માપવામાં ગજ સમાન છે.) વિભુ :અનંત ગુણમાં વ્યાપેલો. વિભક્ત ભિન્ન(ધર્મ, અધર્મ અને આકાશને ભિન્નપ્રદેશપણું છે.) (૨) વિભાગવાળો(પદ્રવ્યોના સમૂહમાં લોક-અલોકરૂપ બે વિભાગ છે.) (૩) પર પદાર્થોથી ભિન્ન વિભક્ત પ્રદેશત્વ પૃથક્વ છે. વિભકત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું અત્યંત નજીક રહેલા મિશ્રિત દૂધ-જળને ભિન્નપ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું છે. દ્રવ્ય અને ગુણને એવું અનન્યપણું નથી, પરંતુ અભિન્નપ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું છે. વિભકતપ્રદેશ4:ભિન્નપ્રદેશ7, પૃથકત્વનું લક્ષણ છે. વિભકતપદેથ74પ અન્યપણું અત્યંત દૂકર રહેલા સહ્યાદ્રિ અને વિંધ્ય નામના પર્વતોને ભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું છે. વિભકિત :વિભાગ, વહેંચી, વાંટણી વિભંગ ભાગલા પાડવા એ, વહેંચણી, વાંટણી, વાંટો, પાર્ટિશન (૨) મિથ્યા પ્રકાર, વિપરીત માન્યતા. (૩) વિપરીત -મિથ્યા, ભંગ=પ્રકાર=મિથ્યા પ્રકારે. વિભંગશાન મિથ્યાદર્શનના ઉદય સાથેનું અવધિજ્ઞાન જ વિર્ભાગજ્ઞાન છે. (૨) વિભંગ =વિરીત -મિથ્યા ભંગરૂપ=પ્રકારરૂપ જ્ઞાન વિર્ભાગરૂપ:વિપરીત ભંગ-પ્રકારરૂપ વિભુત્વ શકિત આત્મ દ્રવ્યમાં જે વિભુત્વશકિત છે તે દ્રવ્યના સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશકિત છે. દ્રવ્યના સર્વ અનંત ભાવોમાં વ્યાપક છતાં વિભુત્વશકિત અનંત ભાવરૂપ થઈ જતી નથી, સદા એક ભાવરૂપ જ તે રહે છે. એકપણ રહીને અનંત ગુણસ્વબાવોમાં વ્યાપે એવું આત્માનું વિભુત્વ અન્ય મતમાં આત્મા આખા વિશ્વમાં સર્વવ્યાપક છે એમ માનવામાં આવે છે. તેઓ આકાશમાં (લોકા લોકમાં) સર્વત્ર ભગવાનનો - એક બ્રહ્મનો વાસ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy