SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ભેદ કલ્પના કરવામાં આવેલું છે. ત્યારે તે વસ્તુ પરસ્પર સાપેક્ષ થઈ જાય છે. અને તે જ અવસ્થામાં તે પ્રતિ,દય પણ જે સતત અન્વયરૂપે રહે છે તેને વિધિ કહે છે અને જે વ્યતિરેક રૂપે રહે તેને પ્રતિષેધ્ય - ખંડરૂપ કહે છે. વસ્તુ સામાન્ય અવસ્થામાં જ સતત અન્વયરૂપે રહી શકે છે. પરંતુ ભેદ વિવક્ષામાં તે વ્યતિરેક રૂપ ધારણ કરે છે. તેથી સત્ સામાન્યને વિધિરૂપ અને સત્ વિશેષને પ્રતિષેધ રૂપ કહેવામાં આવે છે. વસ્તુની વિશેષ અવસ્થામાં જ પ્રતિષેધની કલ્પના કરવામાં આવે છે. વિધીયમાન રચાનારું, જે રચાતું હોય તે. (સત્તા વગેરે ગુણો દ્રવ્યના રચનારા છે અને દ્રવ્ય તેમનાથી રચાતો પદાર્થ છે.) વિનય મિથ્યાત્વ સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મમતોને સરખા માનવા, તે વિનય મિથ્યાત્વ છે. ગૃહીત મિથ્યાત્વના પાંચ ભેદોનો વિશેષ ખુલાસો. (૨) (૧) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-સંયમ, ધ્યાનાદિ વગર માત્ર ગુરુ પુજનાદિક વિનયથી જ મુક્તિ થશે એમ માનવું પણ વિનયના અતિરેકની મુખ્યતા છે તેથી તેને વિનય મિથ્યાત્વ કહેવામાં આવે છે. વિનશ્વર નાશવંત, તન નાશવંત, ક્ષણભંગુર (૨) નાશવાન, ક્ષણિક વિન નટ, વિલય પામેલ, હયાતી અનુભવી લીધેલ વિના પરિક્રમે વિના પ્રયાશે, અનાયાસે વિના વિવેકે સમજયા વિના વિનાશ :મરણ વિનાશ વિનાનો ઉત્પાદ અને ઉત્પાદ વિનાનો વિનાશ સ્વયંભૂ સર્વજ્ઞ ભગવાનને જે શુદ્ધાત્મ સ્વભાવ ઉત્પન્ન થયો તે કદી નાશ પામતો નથી તેથી તેમને વિનાશ વિનાનો ઉત્પાદ છે, અને અનાદિ અવિદ્યાજનિત વિભાવપરિણામ એકવાર સર્વથા નાશ પામ્યા પછી ફરીને ઉપજતા નથી તેથી તેમને ઉત્પાદ વિનાનો વિનાશ છે. આ રીતે અહીં એમ કહ્યું કે સિદ્ધપણે તેઓ અવિનાશી છે. આમ અવિનાશી હોવા છતાં તેઓ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત છે, કારણ કે શુદ્ધ પર્યાયની અપેક્ષાએ તેમને ઉત્પાદ છે, અશુદ્ધ પર્યાયની અપેક્ષાએ વ્યય છે અને તે બન્નેના આઘારભૂત આત્માપણાની અપેક્ષાએ ધ્રૌવ્ય છે. વિનાશિકતા રહિત :ધ્રુવ વિનાશી નાશવંત વિનિશ્ચય :નિશ્ચય, દઢ નિશ્ચય વિનીત :વિનયયુકત, સન્માનયુકત, વિવેકી, સભ્ય વિનીતતા :વિનય, નમ્રતા (સમ્યગ્દર્શનાદિ પર્યાયે પરિણમેલા પુરુષ પ્રત્યે વિનયભાવે પ્રવર્તવામાં મનનાં પુદ્ગલો નિમિત્તભૂત છે.) વિપ વિરોધી (૨) વિરોધની ઉત્પત્તિ કરનાર ૩) અન્યવાદીઓ વિપુલમતિ :વિશેષ સ્પષ્ટ જાણે-મન:પર્યાયનો ભેદ છે. વિપ્રકર્મ દૂર સ્થિતિ રૂપ પ્રતિબંધ, દેશાદિનું અંતર. વિપકર્ષ :દૂર સ્થિતિરૂપ પ્રતિબંધ, દૂરવર્તી પદાર્થનું અંતર જાણવામાં બાધારૂપ નથી. સૂર્ય જેમ પૃથ્વીથી અત્યંત દૂર છે છતાં તમામ પદાર્થોને સ્પષ્ટ જાણે છે એમ. (૨) સર્વ દેવ, સર્વ શાસ્ત્ર, સમસ્ત મત તથા સમસ્ત વેષધારકો સમાન માનીને બધાનો વિનય કરવો તે અને વિનય માત્રથી જ પોતાનું કલ્યાણ થઈ જશે એમ માનવું તે વિનય મિથ્યાત્વ છે. સંસારમાં જેટલા દેવ પૂજાય છે અને જેટલાં શાસ્ત્રો કે દર્શનો પ્રચલિત છે તે બધાંય સુખદાયી છે, તેમનામાં ભેદ નથી, તે બધાયથી મુક્ત (અર્થાત આત્મકલ્યાણની પ્રાપ્તિ) થઈ શકે છે, એવી માન્યતા તે વિનય મિથ્યાત્વ છે. અને તે માન્યતાવાળા જીવો વૈનયિક મિથ્યાટિ છે. ગુણ ગ્રહણની અપેક્ષાથી એનેક ધર્મમાં પ્રવૃત્તિ કરવી અર્થાત્ સત્અસનો વિવેક કર્યા વગર, સાચા તથા ખોટા બધા ધર્મોને સમાનપણે જાણીને તેનું સેવન કરવું, તેમાં અજ્ઞાનની મુખ્યતા નથી,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy