SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ રાગથી પારકાની સ્રીનો વિચાર કરવો તેને અપધ્યાન કહે છે. તે ધ્યાન નરકનિગોધાદિનું કારણ છે. માટે સર્વથા હોય છે. (૩) શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન અને ચોરી આદિ અપધ્યાનના પ્રકારો છે. શિકાર કરવાનું, સંગ્રામમાં કોઈની જીત કે હારનું, પરસ્ત્રીગમનનું, ચોરી કરવાનું ઈત્યાદિ ખરાબ કાર્યો કે જે કરવાથી કેવળ પાપ જ થાય છે. તેનું કદી પણ ચિંતવન ન કરવું જોઈએ. એને જ અપધ્યાન-અનર્થ દંડ ત્યાગવ્રત કહે છે. ખોટા (ખરાબ) ધ્યાનનું નામ અપધ્યાપન છે, તેથી જે વાતનો વિચાર કરવાથી કેવળ પાપનો જ બંધ થાય તેને જ અપધ્યાન કહે છે. જેનો ત્યાગ કરવો તે અપધ્યાન-અનર્થ દંડ ત્યાગવ્રત કહે છે. (૪) દ્વેષથી કોઈને મારવાનો, બાંધવાનો થતા છેદવાનો વિચાર કે રાગથી પારકાની સ્રીનો વિચાર કરવો તેને જૈન શાસ્ત્રોમાં નિપુણ પુરુષો અપધ્યાન કહે છે. જે ધ્યાન નરક નિગોદાદિનું કારણ છે. માટે સર્વથા હેય છે. (૫) માઠું યાન; અપકથન અને અથચેષ્ટા રૂપ પાપ સહિત ક્રિયા. અપાત ઃકમોત; ખરાબ પ્રકારનો ઘાત. અપને ધન પોતાનું ધન; ચેતન; સ્વસમય. અપુનર્ભવ :મોક્ષ. (૨) ફરીને ભવ નહિ થવો તે. (કેવળી ભગવાનને ફરીને ભવ થયા વિના જ તે ભવનો ત્યાગ થાય છે; તેથી તેમના આત્માથી કર્મ પુદ્ગલોનો સદાને માટે સર્વથા વિયોગ થાય છે.) અપનવૃત્તિ ઃપુનવૃત્તિ રહિત; ફરી ફરીને ઈચ્છા રહિત. અપભ્રંશ :બીજી ભૂમિકાના અંતભાગની એક વિશાળ પ્રાકૃત ભાષા, (જેમાં ૧૦મી સદી સુધીમાં ૧૭ જેટલા પ્રાદેશિક ભેદ જાણવામાં આવ્યા છે. એમાં ગુજરાતી-મારવાડી (મેવાડી સાથે) સૂંઢાળી (જૈ પુરી) -મેવાતી-હાકૌતી માળવી-નિમાકી એ પ્રાદેશિક ભાષા-બોલીઓને જન્મ આપનારો એવો “ગૌર્જર અપભ્રંશ’” એક હતો. અપમાન :અનાદર (૨) તિરસ્કાર. અપર ભાવ પર ભાવ ૮૪ પ્રકર્ષ :હીનતા; અનુત્કૃષ્ટ. (૨) ઘટાડવું; નહિ વધારવું; રોકવું. (૩) પ્રર્ષનો અભાવ; પડતી દશા. અપાકર્ષણ :અપકીર્તિ. અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ કષાય વેદનીય કર્મ :અહીં પાંચમા ગુણસ્થાને કંઈક ચારિત્ર દશા છે. દેશચારિત્ર પ્રગટ થયું છે. ત્યાં કર્મના ઉદયમાં અગિયારમી પડિમા સુધીના વિકલ્પ છે તે રાગ છે. અપ્રગટ ઃશક્તિરૂપ. (૨) ઢંકાયેલો. અપ્રગટપણે ગુપ્તપણે; છાની રીતે; પ્રકટ ન હોય તે રીતે; અપ્રસિદ્ધપણે; અપ્રકાશિતપણે. અપરગુરુ ગણધરાદિથી માંડી અમારા ગુરુ પર્યંત. અપૂર્ણ છલોછલ ભરેલું (તત્ત્વ) અપર્ણ કરવું :જણાવવું. અર્ણોદય :પેટ ભરીને નહિ એવો; ઊણોદર. અપ્રતબિદ્ધપણું :અસંગપણું; તદ્દન મુક્ત. અત્યક્ષ :અતીન્દ્રિયને અત્યક્ષ કહે છે - જે જ્ઞાન સ્પર્શનાદિ કોઈ પણ ઈન્દ્રિયની સહાય વિના જાણે છે તે અત્યક્ષ (અતીન્દ્રિય) જ્ઞાન કહેવાય છે. અત્યવેતિ નિોપાધિકરણ જોયા વિના વસ્તુ મૂકવી તે. અપ્રત્યાખ્યાન :યા,દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિના વિકલ્પ ઊઠે એ તો ખરેખર અપ્રત્યાખ્યાન છે, અશુદ્ધતા છે. (૨) અવિરતિ; અત્યાગ. (૩) ભવિષ્યના દોષથી ન નિવર્તવું તે. ગયા કાળમાં જે રાગ કર્યો તેવો રાગ પ્રવર્તનમાં પડ્યો છે તેથી તે દોષ વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં જે રાગ થાય તેવો રાગ વર્તમાન પડ્યો છે તેથી તે દોષ વર્તમાનમાં પણ છે; માટે વર્તમાનના દૃષ્ટિ ફેરવીને સ્વભાવ ઉપર દૃષ્ટિ કરતાં અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન છૂટી જાય છે. અને પ્રતિક્રમણ તથા પ્રત્યાખ્યાન થઈ જાય છે. એ રીતે વર્તમાન સુધરતાં ત્રણે કાળ સુધરી જાય છે. જ્યાં સુધી આત્માની નિમિષ ઉપર દૃષ્ટિ છે ત્યાં સુધી તે દ્રવ્ય અને ભાવનું અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન કરે છે અને ત્યાં સુધી તે કર્તા થાય છે. અને સ્વભાવ તરફ દષ્ટિ કરે તો સ્વભાવ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy