SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૬ રાગાદિક રાગાદિ ભાવો રાગાદિકનો ધ્યાગ કરવો રાગરહિત પોતાના જ્ઞાનમાં કરવું-ટકવું તે કર્તાનું ધર્મકાર્ય છે. પણ પુણય-પાપ, શુભાશુભ ભાવ તે ધર્મ નથી. રાગાદિકરણ :રાગાદિકનું કરવું રાગાદિપ અંજન રાગ-દ્વેષ આદિ ભાવની કાળાશ-મેલ-મલિનતા રાગી :અજ્ઞાની રાજ શોભાયમાન રાજા : જે જ્ઞાન ને આનંદના સ્વભાવથી શોભે તે આત્મા રાજા છે. અને જ્ઞાન એનું સામ્રાજય છે. આત્માની અંદર જે આ બધું જાણવાનો સ્વભાવ છે એવું અપરિમિત જ્ઞાન તે એનું સામ્રાજય છે. જીવરાજા ! તો જીવ રાજા છે, જ્ઞાન એનું રાજય-સામ્રાજય છે. ને એ તેનું સર્વસ્વ છે. ૨ાદચંદ્ર :શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ વવાણીયામાં તા.૯-૧૧-૧૯૬૭ સંવત ૧૯૨૪ના કાર્તિકી પૂર્ણિમા અને દેહોત્સર્ગ તા.૯-૪-૧૯૦૧ સંવત ચૈત્ર વદી પાંચમ ૧૯૫૭ ના રાજકોટ મુકામે થયેલો. રાગરૂપ લોભ, માયા, હાસ્ય, રતિ, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ આ સાતેય રાગરૂપ છે. મિથ્યાદર્શન સહિતનો રાગ જ મોહ કહેવાય છે. રાધ :સાધ્ય, સંસિદ્ધિ-સિદ્ધિ-સાધિત-આરાધિત એ શબ્દો એકાથજવાચક છે. એટલે પરદ્રવ્યપરિહારથી શુદ્ધ આત્માની સિદ્ધિ ના સાધન તે રાધ છે. રાધ-શોણિતવાહિની લોહી અને પરુ વહેવડાવનારી (વૈતરણી નામની નદી નરકમાં છે.). અનુસંધાન સામેના પાનથી - ગ્લાનિરૂપ પરિણામને જુગુપ્યા કહીએ, કલ્યાણકારી કાર્યમાં અનાદરને પ્રમાદ કહીએ. ઈત્યાદિ સમસ્ત વિબાવભાવ હિંસાના પર્યાય છે. તે ન થાય એ જ અહિંસા. રાધાવેધ રાધાવનેધ સાધે તેને સ્વયંવર વરે છે. ચક્ર ઉપર ચકુ ગોઠવેલા છે. તે ચક્રો ઉલટસુલટ દિશામાં ગતિમાન છે. ફર્યા કરે છે. તેની ઉપરમાં રાધા પૂતળી છે. તેની ડાબી આંખની કીકીને નીચે ઊભેલા બાણાવળીએ નીચે પાણીમાં પડતા પ્રતિબિંબ પ્રત્યે દ્રષ્ટિ રાખી ઉપરમાં તે ગતિમાન કરતા ચક્રો સોંસરું બાણ નાખીને વિંધવાની છે કેટલું બધું વિકટ- કેટલું બધું દુર્ઘટ કાર્ય ! તે રાધાવેધ સાધનારનું કેવું પરાક્રમ ! રામા સ્ત્રી, રમા રાશિ :ઢગલો, સમૂહ, જથ્થો. (૨) તત્ત્વ રાસભુ :ગંધકો રાસભવૃત્તિ ગધેડાને સારી કેળવણી આપી તો પણ જાતિ સ્વભાવને લીધે રખ્યા(રાખી દેખીને લોટી જવાનું તેને મન થાય છે. રિકત રહિત, ખાલી,ભિન્ન રિક્તતા :ખાલીપણું રિદ્ધિ ગુણસંપદા રિયાજ :શ્રમ, મહેનત,તપ રીક્યો :પ્રસન્ન થયેલો, રાજી થયેલો, સંતોષ પામેલો. રોકીને નાશ કરીને રોગ :પુય-પાપ રૂપ પરિણામ તે રોગ છે. રોજનિશી નોંધપોથી રોંઢો બપોરનો નાસ્તો. રોધ :અટકાવ, રોકવું એ, પ્રતિબંધ (૨) ત્યાગ, અટકાવ, રોકવું, અટકાવવું. (૩) નિરોધ, ખટકાવ રોધવું રોકવું, અટકાવવું, રોધનારે=રોકનાર, અટકાવનાર રોધવા :રોકવા, અટકાવવા રોષ શરીરમાં સાડા ત્રણ કરોડ રો-વાળ હોય છે. રૂંવાટી. (૨) વાળ, શીરરમાં સાડા ત્રણ કરોડ વાળ છે. રોષ :ગુસ્સો (૨) ગુસ્સો કરવો. રોષ અને તોષ દ્વેષ અને રાગ, રોષ એટલે દ્વેષ અને તોષ =રાગ, રૂટ થવું કે સંતુષ્ટ થવું. રંધાયેલો રોકેલો, દાબેલો.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy