SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૫ રાગનો ત્યાગ :પર પદાર્થો સંબંધી મમત્વ ને આસકિત મટી, થતાં-ઉપજતાં નથી તેને રાગનો ત્યાગ કર્યો એમ કથનમાત્ર વ્યવહારથી કહેવામાં આવે છે. રાગનો યોગ રાગમાં જોડાણ રાગપણે દુ:ખપણે રાગભાવ :કલુષિત, વિકારી,ઔપાધિકભાવ રાગમય :ત્રણ રોગ, જન્મ,જરા અને મરણ રાગરેની કણિકા :રાગરાજ. (જેમ પીંજણની તાતને ચોંટેલું થોડું પણ રૂ પી જવાના કાર્યમાં વિદ્ધ કરે છે. જેમ થોડો પણ રાગ સ્વસમયની ઉપલબ્ધિરૂપ કાર્યમાં વિદ્ધ કરે છે). રાગરેણુની છાણિકા: જેમ રાગરહિત :કર્મમળ રહિત રાગરહિત દશા જણાય ? :સમ્યગ્દર્શન થતાં જણાય છે. જયાં સુધી મનના સંબંધમાં જોડાતો હતો ત્યાં સુધી બુદ્ધિપૂર્વક રાગ રહેતો હતો. તેનું લક્ષ છોડી સ્વમાં અભેદ લક્ષ થતાં બુદ્ધિપૂર્વક રાગ છૂટી જાય છે, ને નિર્વિકલ્પતા થાય છે, તે સમ્યગ્દર્શન છે. તે આત્મસાક્ષાત્કાર પ્રથમ ચોથે ગુણસ્થાનકે ગુહસ્થાને થાય છે. ગૃહસ્થદશામાં રાગ હોવા છતાં આત્મામાં આનંદનો સ્વાદ આવે છે. પ્રથમ જ અલ્પજ્ઞ દશામાં જ્ઞાનનો વ્યાપાર જે સ્થળ છે, તે પોતાનું જ્ઞાન સૂક્ષ્મ કરી, જ્ઞાનનો વ્યાપાર અંદરમાં સ્વ તરફ વાળીને નિર્મળ, અભેદ સ્વરૂપનું લક્ષ કરે તો ત્યાં બુદ્ધિપૂર્વકના વિકલ્પ છૂટી જાય છે. એવો કોઈ અચિંત્ય મહિમા ગૃહસ્થ દશામાં થઈ શકે છે, અને તે જન્મમરણ ટાળવાનો ઉપાય છે. રાગ :જરાક રાગ; અલ્પ રાગ. રાગલવમૂલક અલારાગ જેનું મૂળ છે એવી રાગવર્જક રાગનો ત્યાગ કરનાર : રાગને છોડનાર. રાગાદિ બધાય કર્મજન્ય છે એ તો એ ભાવો બધાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી અને પર્યાયમાંથી કાઢી નાખવા યોગ્ય છે માટે દ્રવ્યદ્રષ્ટિ કરાવવા એમ કહ્યું છે. પરમાત્મા પ્રકાશમાં પણ રાગ-દ્વેષાદિ કર્મજન્ય કહ્યાં છે, કારણ કે તેઓ શુદ્ધ આત્મદ્રવ્યથી નીપજતા નથી. ભાઈ, અશુદ્ધતા દ્રવ્યમાં કયાં છે કે જેથી તે ઉત્પન્ન થાય ? પર્યાયમાં જે અશુદ્ધતા થઈ છે એ તો પર્યાયનું લક્ષ પર ઉપર ગયું છે તેથી થઈ છે. તેથી તો તેને સ્વ-પર હેતુથી થયેલો ભાવ કહે છે. ભાઈ! એક સમયની પર્યાયમાં રાગ-અશુદ્ધિતા જે થી છે તે સત્ છે અને તેથી એહેતુક છે એમ પંચાસ્તિકાયમાં સિદ્ધ કર્યું છે. એ રાગ-અશુદ્ધતા (સ્વભાવના લીધે નહિ પણ) પરના લક્ષે થઈ છે એમ બતાવવા તેને સ્વપરહેતુક કહી છે. અને પછી ત્રિકાળ વસ્તુમાં એ રાગ-અશુધ્ધતા નથી તથા પર્યાયમાં એક સમયના સંબંધે છે તે કાઢી નાખવા જેવી છે તે અપેક્ષાએ તેને કર્મ જન્ય ઉપાધિ કહી છે. અહા! એક વાર કહે કે અશુદ્ધતા સ્વયં પોતાથી છે, પછી કહે કે તે સ્વપર હેતુથી છે અને વળી કહે કે તે એકલી કમજન્ય છે !!! ભાઈ, જે અપેક્ષાએ જયાં જે કહ્યું હોય તે અપેક્ષાએ ત્યાં તે સમજવું જોઈ, શ્રીમદે પણ કહ્યું છે કે – જયાં જયાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ભાઈ! જે અપેક્ષા હોય તે અપેક્ષાથી જ્ઞાન કરવાને બદલે બીજી પેક્ષા ખોળવા-ગોતવા જઈશ તો સત્ય નહીં મળે. પ્રશ્નઃ રાગ જેટલો થાય છે તે નાશ પામીને અંદર જાય છે ને? પર્યાયનો વ્યય તો થાય છે, તો તે વ્યય થઈને કયાં ઝાય છે? જો અંદર જાય છે, તો વિકાર અંદર ગયો કે નહીં ? ઉત્તરઃ ભાઈ, વિકાર અંદર દ્રવ્યસ્વભાવમાં નથી, પર્યાયનો જે વ્યય થયો છે તે પારિણામિકભાવમાં યોગ્યતારૂપ થઈ ગયો છે. વર્તમાનમાં વિકાર જે પ્રગટ છે તે ઉદયભાવરૂપ છે. પરંતુ જયારે તેનો વ્યય થાય છે ત્યારે તે પારિણામિકભાવે થઈને અંદર જાય છે. તેવી જ રીતે ક્ષયોપશમભાવની પર્યાય પણ વ્યય પામે છે અને બીજે સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ પહેલાનો ભાવ વ્યય પામીને ગયો કયાં ? શું તે અંદરમાં ક્ષયોપશમભાવે છે? ના, તે પરિણાામિકભાવે અંદર વસ્તુમાં છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy