SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ પડી જાય છે. અને તેથી રાગ-દ્વેષ ઉત્પન્ન થતા નથી, પરંતુ અરાગી-અદ્વેષી પરિણામ પ્રગટ થાય છે. જેને રાગ-દ્વેષને જીતવું કહે છે. રાગ-દ્વેષ અને વિકારની ઉત્પત્તિનું કારણ શું ? :પર્યાયબુદ્ધિથી ભ્રમણાથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. પોતાના ત્રિકાળી શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપનું એને જ્ઞાનશ્રદ્ધાન નથી એ ભ્રમણા છે. વર્તમાન પર્યાયમાત્ર હું છું એ એની ભ્રમણા છે. એ ભ્રમણા જ રાગ-દ્વેષ અને વિકારની ઉત્પત્તિનું કારણ છે. રાગ-દ્વેષ અને વિકારની ભ્રમણા કેમ મટે ? :ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રણલોકનો નાથ છે. એની એક સમયની પર્યાયમાં ત્રણલોક-ત્રણકાળને જાણવાનું સામર્થ્ય ચે. અહાહ....! એની એક સમયની પર્યાય સ્વ-પર સહિત અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાયને-પૂરા લોકાલોકને જાણે એવા સામર્થ્યવાળી છે. હવે આવા સામર્થ્યવાળી પોતાની પર્યાયની જેને ખબર નથી તે પર્યાયવાન નિજ દ્રવ્યના અનંતા સામર્થ્યને શું જાણે ? અહા ! એક સમયની વર્તમાન પર્યાય પાછળ અંદર બેહદ સ્વભાવ ભરેલું ત્રિકાળી સત્ત્વ પડયું છે. તે ત્રિકાળી સને જેણે અંતર્દ્રષ્ટિ કરી જાણ્યું તેને દ્રવ્યદષ્ટિ થઈ છે તેને મિથ્યાત્વ ભ્રમણા નથી. તે સમ્યગ્દષ્ટિ છે. તેને પુય-પાપના ભાવ ઉત્પન્ન થતા નથી. અર્થાત્ તેને હવે કર્મચેતનાનો ને કર્મફળચેતનાનો દષ્ટિમાં ત્યાગ થયો છે, અને તેના ત્યાગની ભાવના કરીને જ્ઞાનચેતનામાં પ્રવર્તે તેને રાગ-દ્વેષ અને વિકારની ભ્રમણા મટે છે. રાગ-દ્વેષ ઉપજવાનું કારણ ? આત્માને રાગાદિ ઉપજે છે તે પોતાના આત્માના જ અશુદ્ધ પરિણામ છે. આત્માને એટલે આત્માની પર્યાયમાં જે રાગ-દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, વિષયવાસના ઈત્યાદિ શુભાશુભ ભાવ ઉપજે છે તે એના પોતાના જ અશુદ્ધ પરિણામ છે. રાગ-દેવનું પ્રેરક કારણ પુલ, કર્મ, યોગ, ઈન્દ્રિયોના ભણ, ધન, ઘરના માણસો, મકાન ઈત્યાદિ આ જીવને રાગ-દ્વેષ પરિણામનાં પ્રેરક છે ? ના. છે એ દ્રવ્ય સર્વ પોતપોતાના સ્વરૂપથી સદા અસહાય(સ્વતંત્ર) પરિણમન કરે છે. કોઈ દ્રવ્ય કોઈનું પ્રેરક કદી નથી, તેથી કોઈપણ પરદ્રવ્ય રાગ-દ્વેષનું પ્રેરક નથી પરંતુ મિથ્યાત્વ મોહરૂપ મદિરાપાન છે તે જ અનંતાનુબંધી રાગ-દ્વેષનું ૮૧૪ કારણ છે. પુદ્ગલ કર્મની જોરાવરીથી જીવને રાગ-દ્વેષ કરવા પડે છે, પગલ દ્રવ્ય કર્મોનો વેશ ધારણ કરીને જેમ જેમ બળ કરે છે તેમ તેમ જીવને રાગદ્વેષ અધિક થાય છે- એ વાત સાખી છે ? ના, કેમ કે જગતમાં પુલનો સંગ તો હંમેશા રહે છે. જો એની બળજરીથી જીવને રાગાદિ વિકાર થાય તો શુદ્ધભાવરૂપ થવાનો કદી અવસર આવી શકે નહિ તેથી એમ સમજવું કે શુદ્ધ અશુદ્ધ પરિણમન કરવામાં ચેતન સ્વયં સમર્થ છે. રાગ-દ્વેષનું યથાર્થ કારણ રાગ-દ્વેષ પર પદાર્થના લક્ષે થાય છે. એ ખરું પણ પરપદાથ૪ કાંઈ રાગ-દ્વેષનું સત્યાર્થ કારમ નથી. એ તો જીવની પર્યાય પદ્રવ્યનું લક્ષ કરે છે તેથી ત્યાં પર્યાયમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. રાગાદિ વિભાવનું અસ્તિત્વ:ક્ષણિક તેમજ આકુળતામય છે. રાગનું લક્ષણ :જડતા અને આકુળતા રાગનું સગપણ :બંધને રાગની એકતા તોડવાનો ઉપાય સુખ તો અતીન્દ્રિય પૂર્ણતંદનાનાથ એવા ભગવાન નિજ જ્ઞાયક આત્મામછો- એવી સ્વસમ્મુખતાની અંતરમાં દ્રષ્ટિ થવી નિજ શુદ્ધ સ્વરૂપ અસ્તિત્વની પકડ થવી એ જ રાગ સાથે એકતાની ગૂંચવણ ટાળવાનો એકમાત્ર ઉપાય છે. શું કરવું તે કહે છે. આ બધામાં હું એક જ્ઞાયક છું. જાણનાર... જાણનાર...જાણનાર ભગવાન જ્ઞાયક છું, સ્વતઃસિદ્ધ સ્વયંપ્રભુ સકાયમ રહેવાવાળો, અચિંત્ય પરમ પદાર્થ છું-એવું જે પોતાની હયાતીનું સ્વરૂપ તેને બરાબર ખ્યાલમાં લેવું. હું અહદ્ધક્યૂટ છું, મુકત છું, જ્ઞાયક છું. ચૈતન્ય છું, પરમબ્રહ્મ સ્વરૂપ છું, શુદ્ધ છું, ઈનંદકદ છું, અભેદ છું – એવા જે વિકલ્પો ઊઠે તેનાથી શું સાધ્ય છે ? એ વિકલ્પો પણ રાગ છે, બંધનું કારણ છે. એ વિકલ્પોને પણ વટાવીને હું શુદ્ધ જ્ઞાયક છે, એવા નિજ અસ્તિત્વભાવે અંદર પરિણમી જવું આહા ! બેનના શબ્દો તો બહુ ટૂંકા છે પણ અંદર મર્મ ઘણો છે. | રાગની ખીલી :રાગરૂપ નડતર-અડચણ-હરકત
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy