SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષરૂપ છે અને માયા તથા લોભ રાગરૂપ છે. (૫) ભગવાન આત્મા કર્મના સંયોગમાં પોતાને ભૂલીને પરમાં આદર-અનાદરરૂપે રાગ-દ્વેષની કલ્પના કરે છે. તે વિકાર વર્તમાન અવસ્થા પૂરતો તે ખરો, પણ વિકારી અધિકાર સ્વભાવને મૂલી ક્ષણિક વિકારને જ આત્મા માને છે, તે વિકારી અસત્યનું સેવન કરનારો. સનું ખૂન કરનારો મિથ્યાદ્રષ્ટિ છે. વિકારી દ્રષ્ટિ છે ત્યાં સુધી આત્માને વિકારી માને છે. છતાં આમ આત્મમાં વિકાર અને સંયોગ પેસી ગયા નથી. (૬) મોહજનિત રાગ-દ્વેષમાં બધા કષાયોનો સમાવેશ છે. રાગમાં માયા, લોભ એ બે કષાયો અને હાસ્ય, રતિ તથા કામ(વેદ) આ ત્રણ નોકષાયોનો સમાવેશ છે અને દ્વેષમાં ક્રોધ, માન આ બે કષાયો તથા અરતિ, શોક, ભય,જુગુપ્સા આ ચાર નો કષાયોનો સમાવેશ છે. જે રાગમિથ્યાદર્શન સહિત હોય છે તેને મોહ કહે છે. (૭) રાગમાં માયા, લોભ આ બે કષાયો અને હાસ્ય,રતિ તથા કામ(વેદ) આ ત્રણ નો કષાયોનો સમાવેશ થાય છે. અને દ્વેષમાં ક્રોધ, માન એ બે કષાયો તથા અરતિ, શોક, ભય,જુગુપ્સા આ ચાર નોકવાયોનો સમાવેશ છે. જે રાગ મિથ્યાદર્શન સહિત હોય છે તેને મોહ કહે છે. (૮) આત્મા રાગાદિકનું નિમિત્ત કહી પણ થતો નથી. જેમ આત્મા એક વસ્તુ છે તેમ કર્મ પણ એક વસ્તુ છે. આત્મા પોતે પોતાથી રાગ-દ્વેષનું કારણ થતો નથી, ફકત બીજા પદાર્થ તરફની દ્રષ્ટિ તે રાગદ્વેષનું કારણ થાય છે. જેમ સ્ફટિકમાં ફલનારંગની ઝાંય તે કલ તરફની ચે, જેમ સૂર્યકાંત મણિમાં અગ્નિનું નિમિત્ત પોતે નથી પણ સૂર્યનું બિંબ તેને અગ્નિરૂપે પરિણમવામાં નિમિત્ત છે. તેમ અસંગ આત્મામાં રાગ-દ્વેષ કે બંધન નથી. ફકત કર્મ તરફની દ્રષ્ટિથી રાગ-દ્વેષ થાય છે. આવો વસ્તુનો સ્વભાવ કોઈએ કરેલો નથી. જ્ઞાની રાગાદિકને પોતાના માનતો નથી તેથી તેનો કર્તા થતો નથી, અલ્પ રાગ-દ્વેષ અધૂરાશને લઈને થાય છે પણ તેનો તે જ્ઞાના રહે છે. આત્માની પૂર્ણ સ્થિરતા પુરુષાર્થ દ્વારા વધાવીને કેવળ લેવાનો છે. આમાં બહારનું કરવાનું કાંઈ ન આવ્યું પણ આત્માના જ્ઞાનદર્શન ચારિત્રની અનંતી ક્રિયા કરવાની આવી. જ્ઞાની અલ્પ રાગ-દ્વેષ થાય છે તેનો ઉત્પાદક નથી, જો તેનો ઉત્પાદક હોય તો તે આત્માનો સ્વબવ થઈ જાય માટે જ્ઞાની વિભાવનો ૮૧૩ ઉત્પાદક નથી. પોતાની સ્વભાવ૫ર્યાયનો જ ઉત્પાદક છે. નબળાઈને કારણે, અસ્થિરતા હોવાથી ચૈતન્યની પર્યાયમાં રાગ-દ્વેષ થાય છે. પણ જ્ઞાની તેનો જ્ઞાતા રહે છે. પુરુષાથ૪ દ્વારા સ્વરૂપ રમણતા વધારીને તે રાગ-દ્વેષનો ક્ષય કરશે. (૯) રાગ-દ્વેષાદિ સમ્યગ્દષ્ટિ આત્મામાં નથી, તેમ જ જડ વિષયોમાં નથી, માત્ર અજ્ઞાનદશામાં રહેલા જીવની પરિણામ છે. રાગ-દ્વેષ-મોહ જીવના જ અજ્ઞાનમય પરિમામ છે.અર્થાત્ જીવનું અજ્ઞાન જ રાગાદિક ઊપજવાની ખાણ છે. માટે તે રાગ-દ્વેષ-મોહ, વિશયોમાં નથી, કારણ કે વિષયો પરદ્રવ્ય છે. અને સમ્યગ્દષ્ટિમાં પણ નથી કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે. આ રીતે રાગ-દ્વેષ-મોહ વિષયોમાં નહિ હોવાથી અને સમ્યગ્દષ્ટિને પણ નહિ હોવાથી તેઓ છે જ નહિ. આત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગ-દ્વેષમોહ ઉત્પન્ન થતાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ગુણો હણાય છે. પરંતુ તે ગુણો હણાંતા છતાં અચેતન મુગલદ્રવ્ય હણાતું નથી, વળી પુદ્ગલદવ્ય હણાંતા દર્શન-જ્ઞાનચારિત્રાદિ હણાતા નથી, માટે જીવના કોઈ ગુણો પુલદ્રવ્યમાં નથી. આવું જણાંતા સમ્યગ્દષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. રાગ-દ્વેષ-મોહ પુગલદ્રવ્યમાં નથી. જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઊપજે છે. જયારે અજ્ઞાનનો અભાવ થાય અર્થાત્ સમ્યગ્દષ્ટિ થાય ત્યારે તેઓ ઊપજતા નથી. આરીતે રાગ-દ્વેષ-મોહ પુલમાં નથી તેમ જ સમ્યગ્દષ્ટિમાં પણ નથી, તેથી શુદ્ધ દ્રવ્યદૃષ્ટિથી જોતાં તેઓ છે ડ નહિ. પર્યાય દષ્ટિથી જોતાં જીવને અજ્ઞાન અવસ્થામાં તેઓ છે. એ પ્રમાણે જાણવું. (૧૦) દ્રવ્યકર્મનું નિમિત્ત પામી એક એક સમય એવડી કણક વિકારી અવસ્થાનું કાર્ય, અથવા ચારિત્રગુણનો વિકાર. રાગ-દ્વેષ કેવી રીતે છતાય? ચારિત્રમોહનો ઉદય કર્મમાં આવ્યો. જેને અનુસરીને પર્યાયમાં રાગદ્વેષ થવાની યોગ્યતાવાળો ધર્મીનો આત્મા પણ છે. સ્થી ઉદયને અનુસરતા પર્યાયમાં ભાવ્ય જે રાગ-દ્વેષ થાય છે તે સંકરદોષ છે. કવે જ્ઞાયક-સ્વભાવના ઉગ્ર આશ્રયથી, ઉદય તરફનું વલણ છોડતાં પરથી ભેદ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy