SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. તેને આત્મા પ્રત્યે અનાદર છે. અહીં કહે છે કે સ્વદ્રવ્યના આશ્રયે જે નિર્મળ અનુભૂતિ પ્રગટ થાય છે તે અનુભૂતિથી શુભાશુભ સઘળોય રાગ પર તરીકે ભિન્ન રહી જાય છે તેથી રાગ બધોય જીવને નથી. પ્રશ્ન:- રાગને પુલ પરિણામમય કેમ કહ્યો ? શાસ્ત્રમાં તો એમ આવે છે કે જીવને દસમા ગુણસ્થાન સુધી રાગ હોય છે.? ઉત્તરઃ- ભાઈ! રાગ છે તે વસ્તુદષ્ટિથી જોતાં સ્વભાવભૂત નથી. રાગમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. આત્મા ચિન્માત્ર સ્વરૂપ ભગવાન અનંતશકિતથી મંડિત મહિમાવંત પદાર્થ છે, પણ તેમાં એકેય શકિત એવી નથી જે રાગ ઉત્પન્ન કરે, વિકારરૂપે પરિણમે. છતાં પર્યાયમાં જે રોગ થાય છે. તે પર્યાયનો ધર્મ છે. નિમિત્તને આધીન થઈ પરિણમતાં પર્યાયમાં રાગ થાય છે. (સ્વભાવને આધીન થતાં રાગ થતો નથી.) તથા તે સ્વાનુભૂતિથી ભિન્ન પડી જાય છે. માટે અસંખ્યાત પ્રકારે થતો સઘળો ય શુભાશુભ રાગ, જીવસ્વભાવરૂપ નહિ હોવાથી તથા અનુભૂતિથી ભિન્ન પડી જતો હોવાથી નિશ્ચયથી પુલ પરિણામમય કહ્યો છે. જો કે અશુદ્ધ નિશ્ચયથી રાગને જીવની પર્યાય કહી છે, પરંતુ અશુદ્ધ નિશ્ચય છે એ જ વ્યવહારનય છે. પર્યાયનું યથાર્થજ્ઞાન કરાવવા સિદ્ધાંતમાં અશુધ્ધ નિશ્ચયનયથી એટલે કે અસભૂત વ્યવહારનયથી દસમા ગુણસ્થાન સુધી જીવને રાગ હોય છે એમ કહ્યું છે. વાસ્તવમાં રાગ પરરૂપ અચેતન જડ પુદ્ગલ-પરિણામમય છે. રાગ જો જીવનો હોય તો કદીય જીવથી ભિન્ન પડે નહિ, તથા જીવની જે (રાગ રહિત) નિર્મળ અનુભૂતિ થાય છે તે થાય જ નહિ, ભાઈ! આ તો વીતરાગ સર્વજ્ઞનો માર્ગ કોઈ અલૌકિક છે. તેને ખૂબ ચિથી ,સમજવો જોઈએ.) (૫) આ બધું કરવું, કરવું, કરવું-એવો જે ભાવ છે તે રાગ છે. અને રાગ મારો એ માન્યતા મિથ્યાદર્શન છે. (૬) માયા, લોભ એ બે કષાય તથા હાસ્ય, રતિ અને ત્રણ પ્રકારના વેદ-સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસંક વેદ - એ બધાનું નામ રાગ છે. કારણ કે એના ઉદયમાં (આત્મ સાવધાનતાનો અભાવ હોય છે.) ઈષ્ટ-અનિટ બુદ્ધિ થઈ અનુરાગ પ્રવર્તે છે. (૭) રંજિત અર્થાત્ મલિન ઉપયોગ (૮) પોતાને કાંઈક ઈષ્ટ જાણી પ્રીતિરૂપ પરિણામ થાય તેને ૮૧૨ રાગ કહેવાય. (૯) બહિર્મુખ પરિણતિ. (૧૦) પ્રેમ (૧૧) પર વસ્તુ પ્રત્યે પ્રેમ (૧૨) માયા અને લોભ (૧૩) ભૂમિકા અનુસાર ભોગ-ઉપભોગનો આવો રાગ આવે છે તેનું જ્ઞાન કરાવવા માટે ઉપલ્શવચન છે. આત્માનું કલ્યાણ તો અંતરંગમાં નિજ કારણપરમાત્માના આશ્રયે થતી શુદ્ધિવીતરાગભાવ છે. ત્યાં અશુદ્ધથી બચવા જે શુભરાગ આવે છે તેને ઉપચારથી વ્યવહારથી ભલો કહેવાની રીત છે. (૧૪) રાગ કહેતાં મિથ્યાત્વ, અજ્ઞાન અને રષાય ત્રણે સમજવા. મિથ્યાત્વપૂર્વકનો રાગ તે જ અનંતાનુબંધી રાગ છે. તે મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ-દ્વેષ પ્રથમમાં પ્રથમ છોડવા જેવા છે. (૧૫) પર વસ્તુમાં સ્નેહ-બાયડી-છોકરાનો રાગ, મકાનનો રાગ, લક્ષ્મીનો રાગ, શરીરનો રાગ તે બધો રાગ છે. (૧૬) વિભાવ, જડ પ્રકૃતિના લક્ષે થયેલો જડ અચેતન ભાવ. (૧૭) માયા અને લોભ, વિભાવ, સ્વભાવથી વિપરીત ભાવ. (૧૮) વિકલ્પ રાગ અને હેત રાગમાં માયા અને લોભ આ બે કષાયો અને હાસ્ય, રતિ તથા કામ (સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસંકવેદ) આ ત્રણ નોકષાયોનો સમાવેશ થાય છે. અને દ્વેષમાં ક્રોધ , માન આ બે કષાયો તથા અરતિ, શોક, ભય, જુગુપ્સા(ગ્લાનિ) આ ચાર નોકષાયોનો સમાવેશ છે. જે રાગ મિથ્યાદર્શન સહિત હોય છે તેને મોહ કહે છે. રાગ વિશદ્ધ તેમજ સંકર્ષથવાળો હોવાથી દ્વિવિદ હોય છે. ધર્માનુરાગ વિદ્ધિવાળો હોવાથી ધર્માનુરાગમય પરિણામ શુભ છે, વિષયઅનુરાગ સંકલેશવાળો હોવાથી વિષયાનુરાગમય પરિણામ અશુભ છે. રાગગ્રામ રાગનાં સ્થાનો રાગદ્વેષ અનેક પ્રકારના ચારિત્ર મોહનીયનો વિપાક જેનો આશ્રય (નિમિત્ત) છે. એવી પ્રીતિ-અપ્રીતિ તે રાગ-દ્વેષ છે. (૨) વિચિત્ર(અનેક પ્રકારના) ચારિત્ર મોહનીયનો વિપાક જેનો આશ્રમ (નિમિત્ત) છે એવી પ્રીતિ-અપ્રીતિ તે રાગ-દ્વેષ છે, તેના જ (ચારિત્ર મોહનીયના જ) મંદ ઉદયે થતા જે વિશુદ્ધ પરિણામ તે ચિત્તપ્રસાદ પરિણામ (મનની પ્રસન્નતારૂપ પરિણામ) છે. (૩) હરખ-શોક (૪) રાગ-દ્વેષમાં ચારેય કષાય આવી જાય છે. ક્રોધ તથા માન
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy