SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવભર્યું હદય સોંસરું પેસી જાય એવું ભાવભાસન :ભાવનો નિર્ણય-નિશ્ચય-અવાય (૨) આત્મરમણના, આત્મપરિણમન, સ્વરૂપની રમણતા. ભાવભાસવો વિચાર કરીને તત્ત્વનો અવાય (નિર્ણય) થવો જોઈએ. ભાવમન :ભાવમન લબ્ધિ અને ઉપયોગરૂ” છે. જે પુલનું અવલંબન મેળવીને જ હોય છે. આથી પૌલિક છે. ભાવમરણ :વૃત્તિ પરભાવમાં રાચે તે ભાવમરણ (૨) રાગદ્વેષ આદિ દુગ્ધ ભાવોમાં મનની પ્રવર્તના રૂપ ભાવમરણ. (૩) દેહ છૂટે તે દ્રવ્યમરણ તો ભવમાં એક જ વાર થાય છે. પણ બીજા એવા ભવ ધારણ કરાવે તેવા રાગ-દ્વેષ આદિ દષ્ટ ભાવોમાં મનની પ્રવર્તનારૂપ ભાવમરણ ક્ષણે ક્ષણે થઈ રહ્યાં છે. જેથી આત્માના વાસ્તવિક અનંતજ્ઞાન, દર્શન, સુખ વીર્ય આદિ ગુણોનો ઘાત થઈ રહ્યો છે તે ભયંકર ભાવમરણમાં અહો ભાવો ! તમે શા માટે રાચી રહ્યા છો ? (૪) દેહ છૂટે તે દ્રવ્ય મરણ તો ભવમાં એક જ વાર થાય છે. પણ બીજા એવાં અનેક ભવ ધારણ કરાવે તેવા રાગ-દ્વેષ આદિ દુષ્ટ ભાવોમાં મનની પ્રવર્તતારૂપ ભાવમરણ ક્ષણેક્ષણે થઇ રહ્યાં છે. અને તેથી આત્માના વાસ્તવિક અનંતજ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ ગુણોના ઘાત થઇ રહ્યો છે તે ભયંકર ભાવમરણમાં અહી ભવ્યો ! તમે શા માટે રાચી રહ્યા છો ? ભાવમળ :રાગાદિક તથા ક્રોધાદિક ભાવમો મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બન્ને મોક્ષ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય છે. જીવની પર્યાયમાં મોક્ષ થવાની લાયકાત છે. ત્રિકાળી ચીજ છે એ તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય તે ભાવમોક્ષ છે. (૨) આઅવનો હેતુ ખરેખર જીવનો મોહરાગદ્વેષરૂપ ભાવ છે. જ્ઞાનીને તેનો અભાવ થાય છે. જેનો અભાવ થતાં આસ્રવભાવનો અભાવ થાય છે. આઅવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે. કર્મનો અભાવ થવાથી સર્વજ્ઞપણું, સર્વદર્શીપણું અને અવ્યાબાધ, ઈદ્રિયવ્યાપારાતીત અનંતસુખ થાય છે. તે આ જીવન્મુકિત નામનો ભાવમોક્ષ છે. કઈ રીતે? એમ પ્રશ્ન કરવામાં આવે તો નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ છેઃ અહીં જે ભાવ વિવક્ષિત છે તે કર્માવૃત (કર્મથી વિચારેલા) ચૈતન્યની ક્રમે પ્રવતર્તી જ્ઞતિક્રિયારૂપ છે. તે (ક્રમે પ્રવર્તતી જ્ઞતિક્રિયારૂપ ભાવ) ખરેખર સંસારીને અનાદિકાળથી મોહનીયકર્મને ઉદયને અનુસરતી પરિણતિને લીધે અશુદ્ધ છે, દ્રવ્યકર્માસ્ત્રવનો હેતુ છે. પરંતુ તે (ક્રમે પ્રવર્તતી બ્રતિક્રિયારૂપભાવ) જ્ઞાનીને મોહરાગદ્વેષવાળી પરિણતિરૂપે હાનિ પામે છે તેથી તેને આસત્રવભાવનો નિરોધ થાય છે. જેથી આશ્વવભાવનો જેને નિરોધ થયો છે એવા તે જ્ઞાનીને મોહના ક્ષય વડે અશ્વયંતિ નિર્વિકારપણું થવાથી, જેને અનાદિકાળથી અનંત ચૈતન્ય અને અનંત) વીર્ય બિડાઈ ગયેલ છે એવો તે જ્ઞાની (ક્ષીણમોહ ગુણસ્થાને) શુદ્ધ જ્ઞતિક્રિયારૂપે અંતર્મુહર્ત પસાર કરીને યુગપદ્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થવાથી કથંચત કૂટસ્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને એ રીતે તેને જ્ઞપ્રિક્રિયાના રૂપમાં ક્રમપ્રવૃત્તિનો અભાવ થવાથી ભાવકર્મનો વિનાશ થાય છે. જેથી કર્મનો અભાવ થતાં તે ખરેખર ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી અને ઈદ્રિયવ્યાપારાતીત-આવ્યાબાધઅનંત સુખવાળો સદાય રહે છે. આ રીતે(આ અહીં કહ્યો તે) ભાવમોક્ષનો પ્રકાર તથા દ્રવ્યકર્મ મોક્ષના હેતુભૂત પરમન સમવનો પ્રકાર છે. ભાવ્ય :થવા યોગ્ય, ભોગવવા લાયક, ભોગવવા લાયક ભાવ. (૨) ભાવવાયોગ્ય, ચિતવવાયોગ્ય, ધ્યાન કરવા યોગ્ય અર્થાત્ ધ્યેય. (૩) ક્રોધાદિના વિકારી પરિણામ થવા તે ભાવ્ય-ફળ છે. (૪) પુણ્ય-પાપ વગેરેના પરિણામ (૫) ક્રોધ, માન, માયા, લોભ વગેરે પ્રકારના વિકારી ભાવો. (૬) કર્મના અનુસાર થવા યોગ્ય આત્માની અવસ્થા તે ભાવ્ય. (૭) ભાવવા યોગ્ય ; ચિંતવવા હોય; ધ્યાન કરવા યોગ્ય અર્થાત્ ધ્યેય ભાવ્ય ભાવક:ભાવ એટલે કોધાદિના વિકારી પરિણામ થવા તે અને ભાવક એટલે ક્રોધ થવાનું નિમિત્ત એ દ્રવ્યકર્મ-જડકર્મ છે. ભાવ્ય ભાવક સંબંધ :જે જે ભાવ અનુભવવા યોગ્ય હોય તેને ભાવ્ય કહીએ, અને અનુભવ કરનાર પદાર્થને ભાવક કહીએ. આવો ભાવ્ય ભાવક સંબંધ જયાં હોય ત્યાં ભોકતા ભોગ્ય સંબંધ સંભવે, બીજી જગ્યાએ ન સંભવે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy