SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ એકરૂપતા-સદશતા હોય છે તે ભાવપ્રાણી છે. (જે પ્રાણોમાં સદા પુલ સામાન્ય, પુદ્ગલ સામાન્ય, પુલ સામાન્ય એવી એકરૂપતા-સદશતા હોય છે તે દ્રવ્યપ્રાણો છે.) ભાવપરાવર્તન :વળી જીવને અનંત ભાવપરાવર્તન થયાં છે. શુભ અને અશુભ ભાવરૂપી ભાવપરાવર્તન અનંતવાર થઈ ગયાં છે. દયા, દાન, વ્રત, તપ,પૂજા,ભકિત આદિ શુભભાવ જીવે અનંતવાર કર્યા છે. અકેન્દ્રિને પણ શુભભાવ હોય છે. આમ દયા, અહિંસા આદિના શુભભાવ અને રંળવુ, કમાવું, પરિગ્રહ રાખવો, અને વિષયવાસના આદિ પાપભાવોનું પરાવર્તન જીવે અનંત વાર કર્યું છે, આવા પંચ પરાવર્તનરૂપ અનંત પરાવર્તાને લીધે જીવને ચાર ગતિમાં પરિભ્રમણ થયું છે. તેથી સંસારચક્રના ચક્રાવામાં પીસાઈ રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે. (૨) વળી જીવ નિરંતરપણે અનંતવાર ભવપરિવર્તન કરી ચૂકયો છે. મનુષ્ય, નારકી, દેવ અને તિર્યંચના ભવો અનંતવાર થઈ ચૂકયા છે. રાજા, મહારાજા, શેઠ અને કરોડપતિના ભવ અનંતવાર મળ્યા છે. ભાઈ! પણ એ બધા ભિખારાની જેમ હમણાં પણ દુઃખી છે, કેમ કે એમને આત્માના આનંદની ખબર નથી, ભગવાન સર્વજ્ઞદેવે અનંત અનંત આનંદ અને શાંતિથી ભરેલો ભગવાન આત્મા અનંત જ્ઞાનલક્ષ્મીનો ભંડાર કહ્યો છે. પણ પ્રભુ! તને તારી લક્ષ્મીની ખબર નથી અને બહાર દોડાદોડી કરી દુઃખી થઈ રહ્યો છે. અહા!દુનિયા મૂર્ખ છે, આત્માને સમજયા વિના મૂર્ખ છે. રાગ અને પુણ્યની ક્રિયા મારી એમ માનનારા સૌ મૂર્ખ છે. અરે ! અનંત અંનત અનાકુળ આનંદની મૂર્તિ ભગવાન આત્મા છે એની ખબર ન મળે અને આ કરો ને તે કરો, એમ પ્રશ્ય-પાપ કરવાની વાત અનાદિથી સાંભળી સાંભળી અનંત ભવનાં કષ્ટ સહ્યાં છે, ભાઈ ! નિગોદનાં દુઃખની કથા તો કોણ કહી શકે? આ રાગકથા, બંધકથા આત્માનું અત્યંત બૂરું કરનારી છે. ભાવપાપ :વિકારી થવા યોગ્ય જે જીવની પર્યાય તે ભાવપાપ છે. ભાવપાપારાવ :અશાતા વેદનીયાદિ પુલ પરિણામરૂપ દ્રવ્યપાપાચવનો જે | પ્રસંગ બને છે તેમાં જીવના અશુભભાવો નિમિત્ત કારણ છે માટે | ૭૨૧ દ્રવ્યપાપાશ્રવ પ્રસંગની પાછળ તેના નિમિત્તભૂત અશુભ ભાવોને પણ ભાવપાશાસ્ત્રવ એવું નામ છે. ભાવબંધ અને દ્રવ્યબંધ મિથ્યાત્વાદિ કે જેઓ બંધના કારણો છે તેઓ જીવ અને અજીવ એમ બે પ્રકારના છે. જે મિથ્યાત્વાદિ પરિણામો જીવમાં થાય છે તેઓ જીવ છે, તેને ભાવબંધ કહેવાય છે; અને જે મિથ્યાત્વાદિ પરિણામો પુગલમાં થાય છે તેઓ અજીવ છે, તેને દ્રવ્યબંધ કહેવામાં આવે છે. ભાવબંધ જો ખરેખર આ આત્મા અંજના ( પુલકર્મના) આશ્રય વડે અનાદિ કાળથી રકત રહીને કર્મોદયના પ્રભાવયુકતપણે વર્તવાથી ઉદિત (પ્રગટ થતા) શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા તે નિમિત્તભૂત ભાવ વડે વિવિધ પુલકર્મથી બદ્ધ થાય છે. તેથી અહીં (એમ કહ્યું કે, મોહ રાગદ્વેષ વડે સ્નિગ્ધ એવા જે જીવના શુભ કે અશુભ પરિણામ તે ભાવબંધ છે અને તેના (શુભાશુભ પરિણામના) નિમિત્તથી શુભાશુભ કર્મપણે પરિણત પુદ્ગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શકિત સહિત એકોત્રાવગાહ સંબંધ) તે દ્રવ્યબંધ છે. (૨) બંધાવા યોગ્ય અને બંધન કરનાર એ બન્ને બંધ છે. બંધાવા યોગ્ય જીવ (પર્યાય) છે. રાગદ્વેષ, મિથ્યાત્વ, વિષયવાસનાએમાં અટકવા યોગ્ય, બંધાવા યોગ્ય લાયકાત જીવની પર્યાયની છે, તે ભાવ-બંધ છે. (૩) જીવમાં રાગદ્વેષરૂપ વિકાર તે ભાવબંધ છે. (૪) રાગદ્વેષરૂપ વિકાર તે ભાવબંધ છે. (૫) આ આત્મા સાકાર અને નિરાકાર પ્રતિભાસ સ્વરૂપ (જ્ઞાન અને દર્શન સ્વરૂ૫) હોવાથી પ્રતિભાસ્ય (પ્રતિ ભાસવા યોગ્ય) પદાર્થ સમૂહને જે મોહરૂ૫, રાગરૂપ કે દ્વેષરૂપ ભાવથી દેખે છે અને જાણે છે તેનાથી ઉપરકત થાય છે. જે આ ઉપરાગ (મલિનતા, વિકાર) છે તે ખરેખર સ્નિગ્ધ-રૂક્ષત્વ સ્થાનીય ભાવબંધ છે. વળી તેનાથી જ જરૂર પૌલિક કર્મ બંધાય છે. આમ આ દ્રવ્યબંધનું નિમિત્ત ભાવબંધ છે. ભાવબંધન :પાંચે ઇન્દ્રિયોના વિષયો તરફ ઠીક અઠીકનું વલણ કરી રાગમાં અટકવું થાય છે તે જ પરમાર્થે ભાવબંધન છે. ભાવબલખાણના ભેદ ભાવબલપ્રાણના ત્રણ ભેદ છે-મનબલ, વચનબલ, અને કાયબલ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy