SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્ય ભાવ૫ણું ભાવક એટલે થનાકર, અને ભાવક જે રૂપે થાય થે ભાવ્ય. આત્મા ભાવક છે અને સમ્યગ્દર્શનાદિ પર્યાયો ભાવ્ય છે. ભાવક અને ભાવ્યને પરસ્પર અતિ ગાઢ મિલન (એકમેકતા) હોય છે. ભાવક આત્મા અંગી છે અને આવ્યરૂપ સમ્યગ્દર્શનાદિ પર્યાયો તેનાં અંગો છે. ભાવબંધ અને દ્રવયબંધનું સ્વરૂપ જે આત્માના રાગ-દ્વેષરૂપ પરિણામ છે તે જ ભાવબંધ કહેવાય છે. તેને જ જીવબંધ પણ કહે છે. દ્રવ્યબંધ આ પદમાં પડેલો જે દ્રવ્ય શબ્દ છે તેનો અર્થ તો પુલપિંડ છે. તે પુલપિંડમાં જે આત્માની સાથે બંધ થવાની શક્તિ છે તે જ બંધ શબ્દનો અર્થ છે. ભાવાર્થ : આત્માના રાગદ્વેષરૂપ જે પરિણામ છે તે તો ભાવબંધ છે અને સંસારમાં ભરેલી પુદ્ગલ વર્ગણાઓ કે જેનામાં આત્માની સાથે બંધાઇ જવાની શક્તિ છે તે દ્રવ્યબંધ કહેવાય છે. બધા પુલોમાં આત્માની સાથે બંધાવાની શક્તિ નથી. પુદગલના તેવીસ ભેદ બતાવવામાં આવ્યા છે. તેમાં પાંચ વર્ગણાઓ એવી છે કે જેની સાથે જીવને સંબંધ છે, બીજા પુદ્ગલો સાથે નથી. તે વર્ગણાઓ આહારવર્ગણા, તેજસ વર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા અને કાર્માણવર્ગણા, આ નામોથી પ્રસિદ્ધ છે. આ જ પાંચ વર્ગણાઓ આત્માની સાથે બંધાવાની શક્તિ ધરાવે છે. રાગદ્વેષ શું વસ્તુ છે તે ગ્રંથકાર પોતે આગળ લખશે. ભાગ્યભાવક સંકરદોષ ભાવક કર્મનો ઉદય છે અને ભાવ્ય થવાને લાયક પોતાનો આત્મા ભાવ્ય છે. જે બન્નેની એકતા તે ભાવ્યભાવક સંકર દોષ છો. ભાવ્યભાવકભાવ :આત્મા ભાવક છે અને શુભાશુભ ભાવ ભાવ્યું છે. રાગ-દ્વેષ ભાવ ભાવ્યું છે તેને ભાવક આત્મા ભોગવે છે. ભાવ્યરૂપ :ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ભાવયોગ :કર્મ-નોકર્મને ગ્રહણ કરવાની આત્માની શકિત વિશેષ તે ભાવયોગ છે. ભાવલિંગી બુનિ ભાવલિંગી મુનિનું લક્ષણ અંતર્મુહુર્તમાં છઠ્ઠા-સાતમાં ગુણ સ્થાને આવ્યા કરે તે ભાવલિંગી મુનિનું લક્ષણ છે. છઠ્ઠા ગુણસ્થાને પણ અંદર શુધ્ધ પરિણતિ રહે છે તે ભાવ લિંગીપણું છે. મુનિદશામાં તો આનંદનું પ્રચુર ૭૨૩ સ્વસંવેદન હોય છે, ચોથા-પાંચમા ગુણસ્થાને આનંદનું વદન હોય છે પણ અલ્પ છે. પ્રચુર આનંદનું વદન તો ભાવલિંગી મુનિને હોય છે. ભાવલિંગી મુનિઓને છઠ્ઠા ગુણસ્થાને શુભરાગ આવે છે તે પ્રમાદ છે. શાસ્ત્રમાં તેને જગપંથ કહ્યો છે. સ્વરૂપમાં ઠરી જવું એ જ મુનિદશા છે, એમાંથી શુભરાગમાં આવવું ગોઠતું નથી જેમ ચક્રવર્તીને પોતાના સુખદાસ મહેલમાંથી બહાર આવવું ગોઠતું નથી તેમ ચૈતન્ય મહેલમાં જે વિશ્રાંતિથી બેઠાં છે તેને એ સુખદાયી ચૈતન્ય મહેલમાંથી બહાર આવવું ગમતું નથી. અશુભ રાગ તો પાપરૂપ ઝેર છે પણ શુભરાગ પણ દુઃખરૂપ બંધન છે. આત્મા અતીન્દ્રિય જ્ઞાનાનંદની મૂર્તિ છે એવા સ્વરૂપની ઓળખાણ થઇ છે તેને સ્વરૂપમાંથી બહાર આવવું ગમતું નથી. જેને ૯૬ હજાર રાણીઓ, ૯૬ કરોડ ગામ ને ૧૬ હજાર દેવી સેવા કરનાર છે. એવી સાહ્યબીમાં પડેલા ચક્રવર્તી મળને છોડે તેમ વિભૂતીને ક્ષણમાં છોડી આનંદનો ઉગ્ર સ્વાદ લેનારને શુભરાગમાં આવવું મુશ્કેલ લાગે છે, બોજો લાગે છે, બહાર આવવું ગમતું નથી. શાસ્ત્ર રચવાનો કે ઉપદેશ દેવાનો વિકલ્પ આવે છે પણ તે બોજારૂપ લાગે છે. ભાવવું અનુભવવું, સમજવું, ચિંતવવું(કોઈ જીવને -અજ્ઞાનીને કે જ્ઞાનીને-પર સાથે સંબંધરૂપ નથી. બંધ માર્ગમાં આત્મા પોતે પોતાને પોતાથી બાંધતો હતો અને પોતાને (અર્થાત્ પોતાના દુઃખપર્યાયરૂપ ફળને) ભોગવતો હતો. હવે મોક્ષમાર્ગમાં આત્મા પોતે પોતાને પોતાથી મુકત કરે છે અને પોતાને (અર્થાત્ પોતાના સુખપર્યાયરૂપ ફળને) ભોગવે છે. આવા એકત્વને સમ્યગ્દષ્ટિ જીવ ભાવે છે- અનુભવે છે. સમજે છે- ચિંતવે છે.મિથ્યા મિથ્યાદષ્ટિ આનાથી વિપરીત ભાવનાવાળો હોય છે.) (૨) સમજવું, અનુભવવું (૩) ચિંતવવું (૪) ધ્યાવવું, અનુભવવું (૫) ચિંતવવું, ધ્યાવવું, અનુભવવું (૬) બનાવવું, ભાવ્યરૂપ કરવું. (૭) અનુભવવું, સમજવું, ચિંતવવું, (કોઈ જીવને-અજ્ઞાનીને કે જ્ઞાનીને-પર સાથે સંબંધ નથી. બંધમાર્ગમાં આત્મા પોતે પોતાને પોતાથી બાંધતો હતો અને પોતાને (અર્થાત્ પોતાના દુઃખ પર્યાયરૂપ ફળને) ભોગવતો હતો. કવે મોક્ષમાર્ગમાં
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy