SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાની ઉગ્રતાથી-ભાવ તો ત્રિકાળ વસ્તુ છે પણ તેની વર્તમાન દશામાં વિકલ્પથી નહિ નિર્વિકલ્પ ભાવનાના જોરથી-સાચું આવવાનો અવકાશ છે. ઉગ્રતા હોય-અંતરના તળિયાં લેવાનો-તળ તપાસવાનો ભાવ જોરદાર હોય, તો સાચું આવવાનો-સત્ય સ્વરૂપે પ્રગટ થવાનો-ત્યાં અવકાશ છે. ભાવનારૂપ પ્રતિજ્ઞાન જાણેલા પદાર્થનું પુનઃચિંતન તે ભાવનારૂપ મતિજ્ઞાન છે. ભાવનિકોપ કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી જે પદાર્થ વર્તમાન જ દશામાં છે તે રૂપ કહેવો-જાણવો તે ભાવનિક્ષેપ છે. જેમ સીમંધર ભગવાન વર્તમાન તીર્થકરપદે મહાવિદેહમાં બિરાજે છે તેમને તીર્થકર કહેવાજાણવા અને મહાવીર ભગવાન હાલ સિદ્ધ છે તેમને સિદ્ધ કહેવા-જાણવા તે ભાવનિક્ષેપ ભાવનિર્જરા આત્માના ધ્રુવ સ્વભાવના લક્ષે અશુધ્ધતાનું અંશે ખસી જવું અને શુધ્ધતાની અંશે અંશે વૃદ્ધિરૂપ અવસ્થાનું થવું એ સહજ હોય છે, તે ભાવ નિર્જરા છે. (૨) નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-બન્ને નિર્જરા છે. નિર્જરવા યોગ્ય અશુધ્ધતા અને થવા યોગ્ય શુધ્ધતા એ જીવની પર્યાય છે. એ ભાવ-નિર્જરા છે. ભાવપાય :મોહકર્મનો જે ઉદય છે એ તો પાપ જ છે. ઘાતી કર્મનો ઉદય છે એ તો એકલો પાપરૂપ જ છે. છતાં અહીં પુણ્યભાવપણે પરિણમ્યો છે તેને ભાવપુણ્ય જીવ કહ્યો અને કર્મનો ઉદય (ઘાચીકર્મનો) જે અજીવ છે તેને દ્રવ્યપુણ્ય કહ્યો. શાતાનો ઉદય છે એ પુણ્યભાવમાં નિમિત્ત ન થાય. એ તો અઘાતી છે. એનો ઉદય તો સંયોગ આપે. (અધાતી કર્મ સંયોગમાં નિમિત્ત થાય, પુણય-પાપમાં નિમિત્ત ન થાય) પણ ઘાતી કર્મનો ઉદય જે છે અને અહીં ભાવપુણ્યની અપેક્ષાએ દ્રવ્યપુણ્ય કહ્યો છે. ઘાતકર્મનો ઉદય મંદ હોય કે તીવ્ર, એ છે તો પાપ જ. કર્મનો ઉદય ભલે તીવ્ર હોય, અહીં રાગની મંદતારૂપ પુણ્યભાવ કરે તો કર્મના ઉદયને દ્રવ્યપુણ્ય (મંદ ઉદય) કહેવાય છે. કર્મનો ઉદય મંદ છે માટે અહીં શુભભાવ થયો એમ નથી. અહીં એમ નથી લીધું કે શુભભાવનો ઉદય હોય તો દ્રવ્ય-પુયજીવના પુણયભાવને જે નિમિત છે અને દ્રવ્ય-પુણ્ય કહ્યું છે. જીવ પોતાના | ૭૨૦ શુભભાવ લાયક છે તે જીવપુણ્ય-ભાવપુણ્ય અને એમાં જે કર્મ નિમિત્ત છે તે દ્રવ્ય પુણ્ય, અજીવપુણ્ય કહ્યું છે. (અજીવ પુષ્ય જીવના પુણય ભાવમાં નિમિત્ત છે, તે પુણ્યભાવ કરાવતું નથી.) (૩) વિકારી થવા યોગ્ય જીવની દશા તે ભાવપુર્યો છે. વિકારી થવા યોગ્ય પર્યાય તો પોતાના ઉપાદાનથી થઇ છે. ઉપાદાનપણે કરનાર પોતે છે, વિકારી થવા યોગ્ય એમ કહીને જીવની પર્યાયની લાયકાત બતાવી છે. દ્રવ્ય સ્વભાવ તો એવો નથી. ભાવપુયપા૫ : જીવના અમૂર્ત શુભાશુભ પરિણામરૂપ ભાવ૫ પાપ નિશ્ચયથી જીવનું કર્મ છે. જીવરૂપ કર્તાના*નિશ્ચય કર્મભૂત શુભ પરિણામ દ્રવ્યપુણ્યને નિમિત્ત માત્રપણે કારણભૂત છે. સ્થી દ્રવ્યપુણ્યાશ્રવના પ્રસંગને અનુસરીને (અનુલક્ષીને) તે શુભ પરિણામ ભાવપુણ્ય છે. (શાતાદનીયાદિ દ્રવ્યપુણ્યાશ્વવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના શુભપરિણામ નિમિત્તકારણ છે માટે દ્રવ્યપુસ્ત્રવ પ્રસંગની પાછળ તેના નિમિત્તરૂપ શુભ પરિણામને પણ ભાવપુણ્ય અવું નામ છે.) એવી રીતે જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત અશુભ પરિણમ, દ્રવ્યપાપને નિમિત્તરૂપમાત્રપણે કારણભૂત છે તેથી દ્રવ્યપાપામ્રવના પ્રસંગને અનુસરીને (અનુલાક્ષીને) તે અશુભ પરિણામ ભાવપાપ છે. (જીવ કર્તા છે અને શુભ પરિણામ તેને અશુદ્ધ નિશ્ચયનય) નિશ્ચય કર્મ છે.) ભાવપ્રાણ ચૈતન્ય અને (ભાવ) બલપ્રાણને ભાવપ્રાણ કહે છે. (૨) આત્માની જે શક્તિના નિમિત્તથી ઇન્દ્રિયાદિક પોતાના કાર્યમાં પ્રવર્તે, તેને ભાવપ્રાણ કહે છે. (૩) નિર્વિકાર સ્વસંવેદનજ્ઞાનસ્વરૂપ નિજ શુધ્ધ ભાવ પ્રાણ નિર્વિકાર સ્વસંવેદનજ્ઞાનસ્વરૂપ નિજ શુધ્ધ જીવનો ભાવ પ્રાણ છે. ભાવપ્રાણના ભેદ :ભાવપ્રાણના બે ભેદ છે-ભાવેન્દ્રિય અને બલપ્રાણ. આ ભેદ સંસારી જીવોમાં છે. ભાવેન્દ્રિયો બધી ચેતન છે અને તે જ્ઞાનના મતિરૂપ પર્યાયો છે. ભાવબલપ્રાણ જીવના વીર્યગુણોનો પર્યાય છે. દ્રવ્યબલપ્રાણ પુલોનો પર્યાય છે. (૨) ભાવેન્દ્રિય અને બલપ્રાણ ભાવપ્રાણો જે પ્રાણમાં ચિતા સામાન્યરૂપ અવય હોય છે તે ભાવપ્રાણો છે, અર્થાત્ જે પ્રાણોમાં સદોચિત્ સામાન્ય, ચિત્સામાન્ય, ચિત્સામાન્ય એવી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy