SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) કુભાવનાના પાંચ પ્રકાર છે. પાર્શ્વસ્થ, કુશીલ, સંસસ્કત, અવસન્ન અને મૃગાચારી (૧) પાર્થસ્થ=જે મુનિ વસતિમાં પ્રતિબધ્ધ થઇ મુનિઓની સમીપ પાર્શ્વમાં પ્રવર્તે તે પાર્થસ્થ વેષધારી કહેવાય છે. કુશીલ=જે કષાયી થઈને વૃતાદિકથી ભ્રષ્ટ બની શંસદિકનો અવિનય કરે તે મુનિ વેષધારીને કુશીલ કહેવાય છે. સંસકત = જે વૈદ્યક, જયોતિષ, વિદ્યા, મંત્રથી આજીવિકા કરે, રાજાદિકના સેવક થાય તેવા વેષધારીને સંસકત કહેવાય છે. (૪ અવસન્ન= જિન સૂત્રથી વિરુધ્ધ, ચારિત્રથી ભ્રષ્ટ આળસુ એવા વેષધારીને અવસન્ન કહેવાય. (૫) મૃગાચારી := ગુનો આશ્રય છોડી એકાકી સ્વચછંદે પ્રવર્તે જિન આજ્ઞા લોપે એવા વેષધારીને મૃગાચારી કહેવાય. આ પાંચની ભાવના ભાવે તે દુઃખને પામે છે. (૫) ચાર ભાવના આ પ્રમાણે છે - મૈત્રી=સર્વ જગતથી નિર્વેર બુદ્ધિ પ્રમોદકકોઇ પણ આત્માના ગુણ જોઇ હર્ષ પામવો કરુણા=સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી ઉપેક્ષા=નિઃસ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું (૬) પરિણમન (૭) અધ્યાત્મ ભાવના ચાર છે. મંત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા. (૧) મૈત્રી એટલે સર્વ જગતથી નિવૈર્ય બુદ્ધિ (૨) પ્રમોદ એટલે કોઇ પણ આત્માના ગુણ જોઇ હર્ષ પામવો. કરુણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. ૭૧૯ (૪) ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મ હિતમાં આવવું. આ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. ભાવના અને ભાવ :બાર ભાવના કહી છે ને ? તેમાં પ્રથમ તો વિકલ્પરૂ૫ ભાવના હોય છે. તેનો વ્યય થઈને પછી નિર્વિકલ્પ થાય છે. આ નિર્મળ નિર્વિકલ્પ પર્યાય અંદર પ્રગટ થઇ તે ભાવનારૂપ છે. ભાવ જે ત્રિકાળી એકરૂપ પરમાત્મદ્રવ્ય તેની સન્મુખ થઇને પ્રગટેલી જે દશા છે તે ભાવનારૂપ છે. ત્રિકાળી ભાવરૂપ નથી. ભાઇ! આ તો ભાષા છે, જડ છે, તેનો વાગ્યભાવ શું છે તે યર્થાથ સમજવો જોઇએ. શુધ્ધ પારિણામિક ભાવ ત્રિકાળી સ્વભાવ પરમાનંદમય પ્રભુ આત્મદ્રવ્ય છે. તે ભાવના નથી, અર્થાત્ તે વર્તમાન પર્યાયરૂપ નથી; તેના આશ્રયે પ્રગટેલી મોક્ષના કારણરૂપ દશ ભાવનારૂપ છે, હવે આવી વાત ન સમજતાં કેટલાક દયા, દાન, વ્રત, ભકિત આદિ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટી જાય એમ કહે છે. અને પ્રભુ! આ તું શું કહે છે ભાઇ! તારી માન્યતાથી મારગનો વિરોધ થાય છે. ભાઇ! એ રીતે તને સત્ય નહિ મળે, અસત્ય જ તને મળશેં કેમ કે રાગના સર્વ ભાવ અસત્યાર્થ જ છે. આકરી વાત પ્રભુ! પણ જો ને અહીં શું કહે છે ? ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ વર્તમાન મોક્ષમાર્ગની પર્યાયને તેનાથી કથંચિત ભિન્ન કહીને અસત્યાર્થ કહી તો પછી રાગના વિકલ્પવાળી મલિન દુઃખરૂપ દશાનું શું કહેવું ? ભાઇ! મોક્ષમાર્ગની પર્યાય છે તે તો પવિત્ર છે, આનંદરૂપ છે, સબંધ છે. તે પણ ત્રિકાળી શુધ્ધ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. તો પછી બંધરૂપ રાગની દશાનું શું કહેવું ? રાગ કરતા કરતાં નિશ્ચય (વીતરાગતા) પ્રગટે એ તો તારો અનાદિકાલીન ભ્રમ છે ભાઇ! (ત્યાંથી હટી જાય. ભાવના પ્રધાન થેણ :ભાવપ્રધાન પ્રવૃત્તિ, શુભભાવપ્રધાન વ્યાપાર. ભાવનાની ઉગ્રતા હોય તો સારું આવવાનો અવકાશ છે નિશ્ચય એટલે સત્ય; વ્યવહાર એટલ આરોપિત વાતો. ભાવનાની ઉગ્રતા એટલે શું? વસ્તુપૂર્ણ સ્વરૂપ છે-એમ તેના અસ્તિપણાનું સહજરૂપ જોર આવતાં અંતરમાં
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy