SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૭ ભગવાનના પ્રવચનનો અશ (૫) પ્ર-પ્રકૃષ્ટપણે, આભૂત પરિપુર્ણ. ઠાંસોઠાંસ | સંભૂત, પરિપુર્ણ (૬) ભેટ (૭) પ્રકરણ; ભેટશું; સાર પ્રાભૃતાત્રય સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય નામનાં ત્રણ શાસ્ત્રો. પ્રાય સહિત; પૂર્ણ ભરેલો પ્રાયે ઘણું કરીને; મુખ્યપણે; કથન માનપણે નહિ; પરમાર્થ સત્પણે; પ્રધાન. (૨) કથંચિત્ત; સાપેક્ષપણે પ્રાયઃ :ઘણું કરીને. પ્રાયશ્ચિત પ્રાયઃ+ચિત અર્થાત્ પ્રકૃઢપણે ચિત કહેતાં જ્ઞાન તે પ્રાયશ્ચિત. એટલે ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ જે વસ્તુ છે તે પ્રાયશ્ચિત સ્વરૂપ જ છે. (૨) પ્રાયઃ=અપરાધ, ચિત્ત=શુદ્ધિ; અપરાધની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત છે. પ્રાય:=પ્રકૃષ્ટપણે અને ચિત્ત જ્ઞાન; પ્રકૃષ્ટપણે જે જ્ઞાન તે જ પ્રાયશ્ચિત છે. ક્રોધાદિ વિભાવભાવનો ક્ષય કરવાની ભાવનામાં વર્તવું તથા પોતાના આત્મિક ગુણોની ચિંતા કરવી તે ખરું પ્રાયશ્ચિત છે. પોતાના આત્મિકતત્ત્વમાં રમણરૂપ જે તપશ્ચરણ તે જ શુદ્ધ નિશ્ચયપ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત્તતષ :પ્રમાદ કે અજ્ઞાનથી લાગેલ દોષોની શુદ્ધિ માટે આત્મ-આલોચના, પ્રતિક્રમણાદિ દ્વારા પ્રાયશ્ચિત્ત કરવું તે પ્રાયશ્ચિત્તતપ છે. પ્રાયે લગભગ; ઘણું કરીને. પ્રાયોગ્ય પ્રયોગને લગતું; પ્રયોગ કરીને કરવા જેવું; પ્રાયોગિક. પ્રાયોગ્ય લુબ્ધિ જિજ્ઞાસુ, ટગર ટગર જોઈ જ રહે છે. તેમાં સાંભળવામાં એકાગ્રથતાં કર્મની સ્થિતિનો રસ ઘટાડે છે. (૨) ક્ષયોપશમલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ અને દેશનાલબ્ધિ આ ત્રણ લબ્ધિઓથી યુક્ત જીવ પ્રતિસમય વિશુદ્ધતાથી વધતો વધતો જીવના આયુષ્યકર્મ સિવાય બાકીના સાત કર્મોની સ્થિતિ અન્તઃકોડાકોડી માત્ર બાકી રહે છે ત્યારે તે જીવ તેમાંથી સંખ્યાતહજાર સાગર પ્રમાણ સ્થિતિનો ઘાત (નાશ) કરે છે અને ઘાતિયાકર્મોનો લતા અને દારૂરૂપ તથા અઘાતિયાકર્મોનો લીમડો અને કાંજી (કાંજીર)રૂપ અનુભાગ બાકી રહે છે. આ કાર્યોની કરવાની યોગ્યતાની પ્રાપ્તિને પ્રાયોગ્યલબ્ધિ કહે છે. પ્રાયોગિક વિકારી. (૨) પર નિમિત્તથી થયેલા પ્રાયોગિક ગુણ :૫રના નિમિતથી થયેલા, ગુણનું સામર્થ્ય પ્રાર્થના : યાચના પ્રાર્થનીય :ઇચ્છવા યોગ્ય પ્રાર્થિત અર્થ અરજ કરીને માંગેલી વસ્તુ પ્રારબ્ધ જીવના પરિણામનું નિમિત્ત પામીને, પુદ્ગલો કર્મપણે સ્વયં પરિણમી જાય છે. એકબીજાની અવસ્થાની યોગ્યતા, એવી થાય છે કે, એક બીજા માંહોમાંહે એક જગ્યાએ વ્યાપીને રહે છે. તેને પરસ્પર અવગાહલક્ષણ, સંબંધ કહેવાય છે. જીવના પરિણામનું બાહ્ય નિમિત્ત પામીને, કર્મના પુલો એક જગ્યાએ અવગાહીને રહે છે, તે પ્રારબ્ધ (કાળ પાતાં) પરિણમે છે. તો પણ ભાવથી જુદા છે. એક જગ્યાએ રહે છે, એને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે, એવો સંબંધરૂપ બંધ કહેવાય છુ. (૨) નસીબ; ભવિષ્યમાં થનાર કર્મની અવસ્થા; આત્મા અજ્ઞાન અવસ્થાએ, શુભાશુભ ભાવરૂપે પરિણમે, ત્યારે તે પરિણામ કર્મબંધ પ્રારબ્ધ થવામાં, બાહ્ય નિમિત્ત થાય છે. કર્મરૂપ રજકણો પોતાની લાયકાતથી બંધાય છે. પરંતુ શુભાશુભ પરિણામ, તેને નિમિત્તરૂપ થાય છે. (૩) સારી રીતે પ્રારંભેલું કાર્ય, કર્મના ત્રણ પ્રકારોમાંનું એક છે, જેમાં આ ભવનાં કે પૂર્વ ભવના કે ભવોના સંચિત, કર્મોનો ભોગ શરૂ થઇ ચૂકયો હોય. (૪) નસીબ પ્રારબ્ધ ર્મ પ્રારબ્ધકર્મ જે બંધાય તેને આત્મા બાંધતો નથી; તે કર્મ પોતે પોતાના કારણે, બંધાય છે. આત્મા પોતાના ગુણનો વિકાસ નહિ કરતાં, રાગ-દ્વેષ કરી પોતે ઊંધા ભાવમાં બંધાય છે, એટલે કે, તેમાં અટકે છે પણ જડ કર્મને આત્મા કરે નહિ. જીવપરિણામને નિમિત્ત કરીને, પુદગલો કર્મપણે પરિણમે છે, અને પુલકર્મને નિમિત્ત કરીને, જીવ પણ પરિણમે છે. આત્મા જેટલા પૂજા ભક્તિ વગેરેના, શુભભાવ કરે તેટલું જ સામે પુણ્યકર્મ બંધાઇ જાય છે; પણ આત્મા પુણયના ભાવ પણ કરે, અને પુણ્ય પાપ કર્મ પણ આત્મા પોતે કરે, તેમ નથી, પરંતુ આત્મા ભાવ કરે, તેના જ પ્રમાણમાં નવાં કર્મ થવા યોગ્ય રજકણ, કર્મની અવસ્થા રૂપે પરિણમી જાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy