SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિ સ્રોતગામી વિરુદ્ધ પ્રવાહમાં વહેવું પ્રતિસંધાન કરીને સાંધવું તે; સંધાણ; જોડી દેવું તે; દોષ ટાળીને સરખું (દોષ વિનાનું) કરી દેવું તે. પ્રતિસમય:સમયે સમયે, હર વખત; દરેક વખતે. પ્રતિસમયે સંભવતા દરેક સમયે થતા. પ્રતિસાર્પણ ન ગમતી વાતમાં, ન તણાવું પ્રતિરોતગામી સામે પ્રવાહે ચાલનાર પ્રતિહત હણાયેલ; નટ; રોકાયેલ; વિપામેલ (૨) હરાવેલું; હઠાવેલું; પ્રતિઘાત પામેલું; આઘાત થયો હોય તેવું; જેનો મનોભંગ થયો હોય, તેવું. પ્રતિહત :પ્રતિઘાત પામેલું; આઘાત થયો હોય તેવું; હરાવેલું; હઠાવેલું; જેનો મનોભંગ થયો હોય તેવું. પ્રતિહાર તીર્થકરનું ધર્મ રાજ્યપણું બતાવનાર. પ્રતિહાર=દરવાન. પ્રતીકાર ઇલાજ; પ્રાયશ્ચિત પ્રતીત :વિશ્વાસ; ભરોંસો, શ્રદ્ધા (૨) ભાસવું; પ્રતિભાસિત; (૩) ઓળખાણ; શ્રદ્ધા પ્રતીત થતો નથી. ભાસતો નથી. દેખાતો નથી. પ્રતીત્યાં નહિ ઓળખ્યાં નહિ; જાણ્યાં નહિ. પ્રતિશતી કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઇએ. પ્રતીતિ સમ્યગ્દર્શન (૨) સ્પષ્ટ; સમજણ; ખાતરી; નકકી પણું; અનુભવ; વિશ્વાસ; શ્રદ્ધા; ભરોસો. (૩) શ્રદ્ધા; ખાતરી;વિશ્વાસ (૪) શ્રદ્ધાન પ્રતીયમાન :જણાવું; પ્રતિભાસમાન. પ્રતીયમાન થવું જણાવું; જણાય છે. પ્રથમ ભૂમિકા :તત્વ પ્રાપ્તિ માટેની, પ્રથમ ભૂમિકા કેવી હોય ? જેણે વિષયાસક્તિ મંદ કરી, ઘટાડી દીધી છે. જેની મન-વચન કાયાની પ્રવૃત્તિ, અવંચક, સરળ, નિકપટ, માયારહિત થઇ છે, જે જ્ઞાની ગુરુની આજ્ઞાની ઉપાસનામાં, એકતાન થઇ આત્મ વિચારમાં પ્રવર્તે છે, જેને દયા, મૃદુતા આદિ, ગુણોથી ૬૫૪ આત્માનાં પરિણામમાં કોમળતા આવી છે, તે અલ્પારંભી જીવો તત્વપ્રાપ્તિ માટે, પ્રથમ ભૂમિકામાં આવ્યા ગણવા યોગ્ય છે. પ્રદત્ત દાન દીધેલું; અર્પિત; આપી દીધેલું. પ્રદેશ :એક પુલ પરમાણુ. આકાશની જેટલી જગ્યાને રોકે, તેટલા ભાગને પ્રદેશ કહે છે. તે એક પ્રદેશ વડે બધાંય દ્રવ્યોના ક્ષેત્રનું માપ નક્કી કરવામાં આવે છે. (૨) અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. (૩) નાનામાં નાનો અણુ જે જગ્યા રોકે તેને પ્રદેશ કહે છે. પર્યાયનું લક્ષણ વ્યતિરેક છે. આ લક્ષણ પ્રદેશોમાં પણ વ્યાપે છે, કારણકે એક પ્રદેશ બીજા પ્રદેશરૂપ નહિ હોવાથી પ્રદેશોમાં પરસ્પર વ્યતિરેક છે; તેથી પ્રદેશો પણ પર્યાયો કહેવાય છે. (૪) દેશાંશ (૫) અંશ; નાનામાં નાનો અંશ; જેનો બીજો ભાગ ન થઇ શકે, તેને અંશ કહે છે, તે પ્રદેશ છે. (૬) અરૂપી પદાર્થનો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ, પ્રદેશ છે. (૭) આકાશના જેટલા ભાગને, એક પુલ પરમાણુ રોકે, તેટલા ભાગને પ્રદેશ કહે છે. (૮) આકાશના જેટલા ભાગને, એક પુગલ પરમાણુ રોકે, તેને પ્રદેશ કહે છે. કયા કયા દ્રવ્યને, કેટલા પ્રદેશ છે? જીવ, ધર્મ, અધર્મ અને લોકાકાશને, અસંખ્યાત પ્રદેશ છે. કાળદ્રવ્ય અને પુદ્ગલપરમાણુ દ્રવ્ય, એકેક પ્રદેશ છે. (પુદ્ગલ દ્રવ્યને સંખ્યાત, અસંખ્યાત અને અનંત,-એમ ત્રણે પ્રકારના પ્રદેશ છે.). પ્રદેશ પ્રચયાત્મક પ્રદેશોના સમૂહરૂપ પ્રદેશ પરિસ્પદ :પ્રદેશોનું કંપન પ્રદેશ વિભાગ :પ્રદેશ ભેદ પ્રદેશ૧:પોતાનો સ્વતંત્ર આકાર, પહોળાપણું પ્રદેથ૦ ગુણ: જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. (૨) કોઈ વસ્તુ પોતાના સ્વક્ષેત્રરૂપ આકાર વિના હોય નહિ; અને આકાર નાનો મોટો હોય તે લાભ-નુકસાનનું કારણ નથી. છતાં દરેક દ્રવ્યને સ્વઅવગાહનરૂપ પોતાનો સ્વતંત્ર આકાર અવશ્ય હોય છે, એમ પ્રદેશત્વગુણ બતાવે છે. (૩) જે શકિતના કારણે, દ્રવ્યનો કોઇ ને કોઇ આકાર હોય, તેને પ્રદેશત્વગુણ કહે છે. (૪) પ્રદેશપણું. દરેક પદાર્થ, સદાય
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy