SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભાવબંધુ રસ (તીવ્ર, મંદ વગેરે). કર્મોનું ફળ તીવ્ર કે મંદ બંધાવું તેને અનુભવ બંધ કહેવાય છે. જ્યારે કષાય અધિક હોય છે ત્યારે પાપકર્મોમાં અનુભાવ વધારે અને પુણ્યકર્મોમાં અનુભાગ, ઓછો પડે છે. કોઈ કોઈ કર્મ ઉદય પામતાં, તેનાં ફળ જીવને મીઠાં લાગે છે. કોઈનાં ફળ કડવાં લાગે છે, કોઈનાં થોડાં વસમાં લાગે છે, તો કોઈનાં વધારે વસમાં લાગે છે. એવા જે ભેદ જણાય છે, તેને રસ અથવા અનુભાગ કહેવાય છે. અનુભાવ્ય :રાગાદિ પરિણામો (૨) ભોગ્ય. અનભિશ :અજાણ; નહિ જાણતો; જ્ઞાનથી શૂન્ય. અનભિસંધિ કષાયથી, વીર્યનું પ્રવર્તવું થાય છે. વીર્ય ઉપર પ્રમાણે બે પ્રકારે પ્રવર્તી શકે છે : અભિસંધિ અનભિસંધિ. (૨) કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. (૩) કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે જ્ઞાન-દર્શનમાં ભૂલ થતી નથી પરંતુ ઉદયભાવે રહેલા દર્શન મોહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જાણવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે. જો સમ્યકપણે થાય તો સિદ્ધ પર્યાય પામે. આત્મા કોઈપણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. જ્યાં સુધી યોગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે, તે પોતાની વીર્યશક્તિથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે, એમ સવારે ઊઠતાં જણાય છે. નિદ્રા સારી આવી હતી ઇશ્વત્યાદિ બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બોલવામાં આવે છે. અનુમત બીજાઓ કરે તેને ભલુ સમજવું, તેને અનુમત અનુમોદના કહેવાય છે. (૨) ખુશી. અનુમત બીજાઓ કરે તેને ભલું સમજવું એને અનુમત કહેવાય છે. અનુમેય :અનુમાન કરી શકવા યોગ્ય. અનુમેય માત્ર કેવળ અનુમાનથી જ જાણવા યોગ્ય. અનુમાન અનુમાન બે પ્રકારના છે. એક ગતિજ્ઞાનનો ભેદ, બીજો મૃત જ્ઞાનનો ભેદ છે. સાધન દેખતાં પોતાથી સાધ્યનું જ્ઞાન થવું, તે મતિજ્ઞાન છે. બીજાના હેતુ અને તર્કના વાક્ય સાંભળીને, જે અનુમાન જ્ઞાન થાય, તે શ્રુતઅનુમાન | છે; ચિહ્નાદિ ઉપરથી તે જ પદાર્થનું અનુમાન થવું, તે મતિજ્ઞાન છે, અને ચિહ્નાદિ ઉપરથી બાજા પદાર્થનું અનુમાન થવું, તે શ્રુતજ્ઞાન છે. (૨) સંભાવના; તક; અટકળ; અંદાજ; અડસટ્ટો; સિદ્ધાંત ઉપરથી મેળવેલો નિર્ણય. (૩) સન્મુખ ચિહ્નાદિ દેખી તે ચિહનવાળા પદાર્થનો નિર્ણય કરવો તેને અનુમાન (અભિનિ બોધ) કહે છે. અનુમાન પ્રમાણ રાગથી ભિન્ન પોતાની જ્ઞાન ચેતનાનું સ્વરૂપ અનુમાન પ્રમાણથી જાણીને નકકી કરવું. એટલે શું ? કે જ્યાં જ્ઞાન ત્યાં આત્મા, અને જ્યાં જ્ઞાન નહિ ત્યાં આત્મા નહિ. મતલબ કે દયા, દાન, આદિનો રાગ થાય તે આત્મા નહિ. એ તો અનાત્મા છે. આ પ્રમાણે અનુમાન પ્રમાણથી જાણીને રાગથી ભિન્ન જ્ઞાન ચેતનાનું સ્વરૂપ નક્કી કરવું. અન્માનાય :જિનાગમની પરંપરા અનુમોદન :આદર (૨) બહુમાન; પ્રશંસા. અનુમોદના સંમતિ; સહાનુભૂતિ; ટેકો. (૨) સારું કહેવું. (૩) પ્રશંસા: સેવન. અનુમોદવું :આનંદથી સંમત કરવું. (૨) સંમત કરવું. અન્ય ભિન્ન; જુદું. (૨) સ્વરૂપથી જુદી, એવી. (૩) પર; બીજું; ઈતર; જુદું; ભિન્ન અન્ય આશ્રય ભક્તિ :આશ્રય =આશરો; આધાર; શરણ; વિશ્વાસ; વિસામાની જગ્યા; બચાવનું સાધન; ભરોસો. અન્યગુણ સત્તા સિવાયનો બીજો કોઈ પણ ગુણ. અન્ય દ્રવ્યો કેટલાક ગુણો, અન્ય દ્રવ્યો સાથે સંબંધ રહિત હોવાને લીધ, અર્થાત્ અન્ય દ્રવ્યોમાં નહિ હોવાને લીધે અસાધારણ છે અને તેથી વિશેષણભૂત ભિન્ન લક્ષણભૂત છે; તેમના વડે દ્રવ્યોનું ભિન્નપણું, નકકી કરી શકાય છે. અન્ય દ્રવ્યોના ભાવો કર્મનો ઉદય અને એનો ભાવ; પુદ્ગલ દ્રવ્ય અને એના ભાવનું લક્ષ. અન્યનિરપેશપણે અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે; સ્વદ્રવ્યમાં જ, અન્ય ભાવ:નાર, નારક તિર્યંચ અને દેવપર્યાયરૂપ ભાવનું નામ અન્ય ભાવ છે. અનન્ય શરણ :જેના જેવું બીજું શરણ નથી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy