SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ કે શક્તિ એવાં નથી, કે વિકારરૂપે પરણિમે. તથા નિજ આત્મા દ્રવ્યનો અનુભવ કરતાં તે (અનુભાગ સ્થાનો) અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. તેથી અનુભાગસ્થાનો, બધાય જીવને નથી. અનુભવવું : “અનુ’ એટલે જ્ઞાનને અનુસરીને, ‘ભવવુ’ એટલે વર્તવું-તે રૂપ થવું; જ્ઞાનમાત્રનું કરવું; જ્ઞાનમાં જ ટકવું-પરિણમવું. અનુભવરસાહવી અનુભવરસગંગા. અનુભાગ :ફળદાન શકિત અનુભાગ સ્થાન અનુભાગ એટલે ફળ દેવાની શક્તિ. જુદી જુદી પ્રકૃતિઓમાં જુદો જુદો રસ હોય છે; જેમ કે કોઈ કાર્ય એવું હોય કે જેની સ્થિતિ થોડી અને રસ ઘણો, કોઈ પ્રકૃતિનો રસ થોડો અને સ્થિતિ ઘણી, જેમકે શરીરમાં નાની એવી કોઈ ફોડલી થઈ હોય, એની પીડા ઘણી હોય અને સ્થિતિ થોડી હોય, અને કેટલાક રોગ એવા હોય છે કે જેની સ્થિતિ લાંબી હોય અને રસ થોડો હોય. તે બધી પ્રવૃતિઓ ઊંધી માન્યતાએ કષાયભાવે બંધાયેલી હોય છે. તે બધી રજકણની અવસ્થા છે. તે બધી પીડા શરીરમાં આવે છે. આત્મામાં આવતી નથી. કુળદેવોની શક્તિ કર્મમાં હોય છે, આત્મામાં હોતી નથી. પ્રકૃતિબંધ, પ્રદેશબંધુ સ્થિતિ બંધ, અનુભાગ બંધ તે બધી પુદ્ગલની રચના છે. આત્માના સ્વભાવની જે રચના નથી. આત્માના સ્વભાવની રચના તો જ્ઞાન અને આનંદ છે. પુલમાં જેમ અનુભાગ છે તો આત્મામાં પણ અનુભાગ છે. આત્માનો અનુભાગ એટલે આત્મામાં આનંદરસ છે તે રસ પરથી નિરાળો અલૌકિક છે. તે પુલના જડ અનુભાગથી તન ભિન્ન છે. પુદ્ગલનો અનુભાગ જડ છે. અનુભાગ સ્થાનો જુદી જુદી પ્રકૃતિઓના, રસના પરિણામ જેમનું લક્ષણ છે, એવાં જે અનુભાવ સ્થાનો, તે બધાંય જીવને નથી. અનુભાગાનો તો જડરૂપ છે, પણ આત્મામાં તેના નિમિત્તે જે ભાવ થાય છે, તે પણ ખરેખર જીવને નથી.કર્મના અનુભાગના નિમિત્તે, આત્મામાં જે પરિણામ થાય છે, તે અનુભાગ સ્થાનો છે, અને તે જીવને નથી. એકલા જડના અનભાગસ્થાનોની આ વાત નથી. પર્યાયમાં કર્મના રસના નિમિત્તે જે ભાવો થાય, તે અનુભાવસ્થાનો છે. તે ભાવ છે તો પોતાની પર્યાયમાં પણ તેને અહીં પુદ્ગલ દ્રવ્યના પરિણામમય ગણ્યા છે. સ્વભાવની દૃષ્ટિથી જોતાં સ્વભાવ, વિકારના અનુભાગપણે પરિણમે, એવો નથી. આત્મદ્રવ્યમાં કોઈ અનુભાગબંધ કોઈ કોઈ કર્મ ઉદય આવતાં, તેનાં ફળ જીવને મીઠાં લાગે છે, કોઈનાં ફળ કડવાં લાગે છે, કોઈનાં છોડાં વસમાં લાગે છે, તો કોઈનાં ફળ વધારે વસમાં લાગે છે, એવા જે ભેદ જણાય છે, તેને રસ અથવા અનુભાગ કહેવાય છે. વિવિધ પ્રકારનો પાક તે અનુભવ છે. (૧) મોહકર્મનો વિપાક થતાં જીવ જે પ્રકારનો વિકાર કરે તે પ્રકારે જીવે ફળ ભોગવ્યું કહેવાય છે, તેનો અર્થ એટલો કે જીવને વિકાર કરવામાં મોહકર્મનો વિપાક નિમિત્ત છે. કર્મનો વિપાક કર્મમાં થાય, જીવમાં થાય નહિ. જીવને પોતાના વિભાવભાવનો અનુભવ થાય તે જીવનો વિપાક અનુભવ છે. (૨) આ સૂત્ર પુગલકર્મના વિપાક-અનુભવને સૂચવનારું છે. બંધ થતી વખતે જીવને જેવો વિકારીભાવ હોય તેને અનુસરીને પુદ્ગલકર્મમાં અનુભાગ બંધ થાય છે અને તે ઉદયમાં આવે ત્યારે કર્મનો વિપાક, અનુભાગ કે અનુભવ થયો એમ કહેવાય છે. (૩) તે અનુભાગ બંધ કર્મોના નામ પ્રમાણે જ થાય છે. જે કર્મનું જે નામ હોય છે. તે કર્મમાં તેનો જ અનુભાગબંધ પડે છે. જેમ કે, જ્ઞાનાવરણકર્મમાં જ્ઞાન જયારે રોકાય ત્યારે નિમિત્ત થાય એવો અનુભાગ હોય છે; દર્શનાવરણકર્મમાં દર્શન જયારે રોકાય ત્યારે નિમિત્ત થાય એવો અનુભાગ હોય છે. અનુભાવ :ઉદયરૂપ વિપાક. (૨) રસ અનુભાગ. (૩) ઉદયરૂપ વિયાક અનુભાવન :તીવ્ર કે મંદ ક્રિયાના રસનો વારંવાર અનુભવ કરવો; અનુભાવના :આત્મબોધથી ઉત્પન્ન થયેલ આત્મભાવના. આત્મપરિણતિ. અનુભાવના ગૃહીતવ્ય આત્મબોધથી ઉત્પન્ન થયેલ આત્મભાવના, તેના વારંવાર સતત અભ્યાસથી અથવા અનુભવથી ગ્રહણ થવા યોગ્ય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy