SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યથા પરિચ્છેદે વિપરીતાદિ રૂપે. અન્યધર્મ:૫ર ભાવ. અન્યપણું ભિન્ન ભિન્નપણું. અન્યપણે અભિન્નપણે. (જેમ અગ્નિ આધાર છે અને ઉષ્ણતા આધેય છે છતાં તેઓ અભિન્ન છે, તેમ દ્રવ્ય આધાર છે. અને ગુણપર્યાયો આધેય છે છતાં તેઓ અભિન્ન છે.) અનુયપત્તિ :અપરિણમન. અનુપs :નહીં સંભવિત; નહીં સિદ્ધ થવા યોગ્ય. અનુયાયી :અનુ = પાછળ પાછળ, યાયી = જનાર. અનુસરનાર. અન્યોક્તિ ઉપરથી દૂષણ જેવું જણાય પણ ખરી રીતે ગુણ કે વખાણરૂપ વર્ણન કરવું તે; કટાક્ષરૂપ વચન. અન્યત્વ :બીજાપણાની ભાવના (૨) અતર્ભાવ અન્યત્વનું લક્ષણ છે. (૩) | અતર્ભાવ; અતતપણું; તે પણ નહિ હોવું. તે. અન્યથા જ અંગીકાર કરીને બીજી રીતે જ સમજીને. અન્યથા બીજી રીતે; ઊલટું; વિરુદ્ધ. (૨); આડું; (૩) વિપરીત. (૪) અન્ય પ્રકારે; બીજી રીતે. (મોક્ષમાં જીવની હયાતી જ ન રહેતી હોય, તો ઉક્ત આઠ ભાવો ઘટે જ નહિ. જો મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય તો, (૧) દરેક દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે,-એ વાત કેમ ઘટે ? (૨) દરેક દ્રવ્ય નિત્ય રહીને, તેમાં પર્યાયોનો નાશ થાય કરે છે, એ વાત કેમ ઘટે ? (૩-૬) દરેક દ્રવ્ય સર્વદા અનાગત પર્યાયે ભાવ્ય, સર્વદા અતીત પર્યાયે અભાવ્ય, સર્વદા પરથી શૂન્ય અને સર્વદા સ્વથી અશૂન્ય છે,-એ વાતો કેમ ઘટે ? (૭) કોઈક જીવદ્રવ્યમાં અનંત જ્ઞાન છે, એ વાત કેમ ઘટે ? અને (૮) કોઈક જીવદ્રવ્યમાં સાત અજ્ઞાન છે, (અર્થાત્ જીવદ્રવ્ય નિત્ય રહીને તેમાં અજ્ઞાનપરિણામનો અંત આવે છે.), - એ વાત કેમ ઘટે ? માટે આઠ ભાવો દ્વારા, મોક્ષમાં જીવનની હયાતી સિદ્ધ થાય છે.) અન્યથા અંગીકત કરીને બીજી રીતે સમજીને. અન્યથા અધ્યવસિત થાય છે. બીજી રીતે જણાય છે-મનાય છે. અન્યથા અનuપત્તિ બીજી કોઈ રીતે નહિ બની શકતું તે. (જીવ-પુદ્ગલોના ઉપત્પાદવ્યાધ્રૌવ્યાત્મક પરિણામ એટલે તેમની સમય વિશિષ્ટ, વૃત્તિ તે સમયવિશિષ્ટ સમયેને ઉત્પન્ન કરનારા કોઈ પદાર્થ વિના (નિશ્ચયકાળ વિના) હોઈ શકે નહિ જેમ આકાશ વિના દ્રવ્યો અવગાહ પામી શકે નહિ અર્થાત્ તેમને વિસ્તાર (તિર્યપણું) હોઈ શકે નહિ તેમ નિશ્ચયકાળ વિના દ્રવ્યો પરિણામ પામી શકે નહિ અર્થાત્ તેમને પ્રવાહ (ઉર્ધ્વપણું) હોઈ શકે નહિ. આ પ્રમાણે નિશ્ચયકાળની હયાતિ વિના (અર્થાત્ નિમિત્તભૂત કાળદ્રવ્યના સદ્ભાવ વિના બીજી કોઈ રીતે જીવ-યુગલના પરિણામ બની શકતા નથી, તેથી નિશ્ચયકાળ વિદ્યમાને છે એમ જણાય છે - નકકી થાય છે.) અનયોગ એકની પાછળ આવતો બીજો પ્રસંગ; ટીકા; વિવરણ; વ્યાખ્યાની ચોક્કસ પ્રકારની રીત. અનુયોગ :ભગવાને કહેલો ઉપદેશ વિષય અનુસાર જુદા જુદા અધિકારમાં આવેલો છે, તે દરેક અધિકારને અનુયોગ કહે છે. સમ્યજ્ઞાનનો ઉપદેશ આપવા અર્થે પ્રવૃત્ત થયેલો અધિકાર તે અનુયોગ છે. અનુયોગ (૧) પ્રયોગવીરોનાં જીવન રહસ્યરૂપ ધર્મકથાનુયોગ, (૨) કર્મતંત્ર રહસ્યરૂપ કરણાનુયોગ, (૩) સદાચાર વિધાનરૂપ ચરણાનુંયોગ અને (૪) વિશ્વપદાર્થ રહસ્યરૂપ દ્રવ્યાનુયોગ આ પ્રમાણે ચાર અનુયોગો છે. અનુયોગ કથન, અનુશાસન (૨) અનુસરવું; આશ્રયે વર્તવું. (૩) વર્તવું નથી આશ્રય અનુયોગ સત્પુરુષોને આશ્રયે વર્તવુ જોઈએ તે નથી. (૪) અનુસરનાર; એકની પાછળ આવતો બીજો પ્રસંગ (૫) તીર્થકરે કહેવત ઉપદેશ વિષય અનુસાર જુદા જુદા અધિકારમાં આવેલો છે તે દરેક અધિકારને અનુયોગ કહે છે. જેમ કે કથાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ વગેરે. (૪) સન્શાસ્ત્રોમાં ચાર પ્રકારના અનુયોગ છે :
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy