SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ પરદ્રવ્યની પર્યાય :આત્માની નિર્મળ પર્યાય (સમયસાર ગાથા-૭૫ માં). પરદ્રવ્યનો કર્તા યોગ અને ઇચ્છા, પરવસ્તુની અવસ્થા થવામાં નિમિત્ત છે. દ્રવ્યનો વિકારી ઉપયોગ, અને કંપન તે બન્ને, વિકારી પર્યાય પર દ્રવ્યની અવસ્થા થવામાં, નિમિત્તપણે કર્તા છે. પણ તે યોગ-ઉપયોગનો, અજ્ઞાની કર્તા થાય છે. જ્ઞાની કર્તા થતો નથી. પદ્રવ્યપ્રતિબંધ :પદ્રવ્યોમાં રાગાદિપૂર્વક સંબંધ કરવો તે; પરદ્રવ્યોમાં બંધાવું રોકાવું-લીન થવું તે; પરદ્રવ્યોમાં રુકાવટ. પરદુવ્યપર્યાય રાગ અને હર્ષશોકની પર્યાય. પથ્યપ્રવૃત્તિ :૫ર દ્રવ્યમાં પ્રવર્તવું તે. પરઘાત :બીજાથી થતી ઇજા; બીજાથી થતો નાશ. પરધાત નામકર્મ જે કર્મના ઉદયથી, બીજાનો ઘાત કરવાવાળાં, અંગોપાંગ હોય. (૨) જે કર્મના ઉદયથી બીજાનો ઘાત કરવાવાળો અંગ ઉપાંગ હોય, તેને પઘાત નામકર્મ કહે છે. પરંપરા રાગદ્વેષ પરિણામ અને કર્મબંધ અનાદિકાળથી એકબીજાને કાર્યકારણરૂપ છે. (૨) રૂઢિગત; રૂઢિને અનુસરનારા પરંપરા કારણ નિમિત્ત કારણ (૨) જેને શુદ્ધતાનો અનુભવ પ્રગટ થયો છે તેને શુભરાગમાં અશુભરાગ ટળ્યો છે. તેના શુભરાગને વ્યવહારથી પરંપરાકારણ કહેવામાં આવ્યું છે. એ તો ઉપચાર કથન છે. પરંતુ નિશ્ચય વિના વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ કેવું ? એમ છે જ નહિ. અનાદિરૂઢ વ્યવહારમાં અજ્ઞાની મૂઢ છે. નિશ્ચય વિના જે વ્યવહારમાં લીન છે એ તો વ્યવહારમૂઢ છે. જાણનારો અંદર જ્યાં જાગ્યો, નિશ્ચયમાં આરૂઢ થયો ત્યારે તેને જે રાગની મંદતા હોય તેના ઉપર નિશ્ચયનો આરોપ આપવામાં આવે છે. પરંપરાએ વ્યવહાર પDાણ વપરોપ ૫ર જીવોના પ્રાણોનો, ઘાત કરવો. (૨) બીજાના પ્રાણોનો વિચ્છેદ પરપરિણતિ:૫રને પરિણાવવું પરપરિણતિના ઉછેદ્વારા:પદ્રવ્યરૂપ પરિણમાનના, નાશ દ્વારા ૫૭૩ પરપરિણતિનો ૫રને પરિણાવવાનો. પરથી શરીર-વાણી-મન, રાગ, પુણય ને પાપના લક્ષવાળો પરબ્રહ્મ શુદ્ધ પરમાત્મા (૨) પરમ આનંદનો નાથ પર્યાયમાં પ્રગટયો તેને પર બ્રહ્મ કહેવાય છે. આત્મા ‘વસ્તુપણે પરબ્રહ્મ' છે. (૩) પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન પરમ બ્રહ્મ. (૪) પરમ આનંદનો નાથ પર્યાયમાં પ્રગટ્યો, તેને પરબ્રહ્મ કહેવાય છે. આત્મા વસ્તુપણે પરબ્રહ્મ છે. (૫) શુદ્ધ પરમાત્મા (૬) પરમ આનંદનો નાથ પર્યાયમાં પ્રગટયો તેને પરબ્રહ્મ કહેવાય છે. (૭) પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન પરમબ્રહ્મ. પરંબા જે બધા વિભાવોનો અભાવ કરી પોતાના શુદ્ધ ચિદાનંદમય આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છે તેને પરબ્રહ્મ કહે છે. પરભાવ :પરભાવના ત્રણ પ્રકાર છે-(૧) કર્મનો ભાવ તે પરભાવ છે. (૨) રાગાદિ જે વિકાર થાય તે પરભાવ છે અને (૩) જે નિર્મળ પર્યાય થાય તે પણ સ્વભાવની અપેક્ષાએ પરભાવ છે. (૨) વિભાવ (૩) દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ-કલ્પના, તેને પરભાવ કહેવાય છે. (૪) શરીર, કર્મ વગેરે. (૫) વિકાર; તે પુરુષાર્થની વિપરીતતા અથવા નબળાઇથી થાય છે. (૬) પુણ્ય-પાપ તરફ લક્ષ (૭) આત્માની દિશામાં, પુણ્ય-પાપના વિકલ્પો અને રાગ-દ્વેષ આદિ, વિભાવભાવ થાય છે, તે પરભાવ અંદર દ્રવ્ય-વસ્તુ, સ્વભાવમાં નથી. બહાર પર્યાયમાં, રાગાદિ વિભાવ ભાવ હો, પણ તેઓ આત્માની અંદર નથી. આત્માની અંદર તો, સહજ જ્ઞાન-દર્શન-આનંદ-વીર્ય-આદિ, અનંત ગુણરૂપી મણિરત્નની ખાણરૂપ, ભગવાન આત્મા છે. આ પુણ્ય પાપના વિકલ્પો, આ રળવાનો કમાવાનો ભાવ, ભોગનો ભાવ, ક્રોધ, માન, માયા, લોભના ભાવ,ને પૈસા સાચવવા ને વાપરવાનો ભાવ, તથા દયા, દાન આદિ વિકલ્પ ઇત્યાદિ, બધો ભાવ પણ વર્તમાન અસ્તિરૂપ છે. પરંતુ તે છે આકુળતા ને દુઃખનો ભાવ, તથા તે વિભાવો પરભાવ છે. તો કહે છે કે, તે પર્યાયમાં ભલે હો, છતાં અંદર વસ્તુ આત્મા, તો સહજ ગુણમણિની ખાણ છે. લ્યો, પોતાનું ત્રિકાળી શુદ્ધ મહા અસ્તિત્વ, આ છે, કે જે ઉપાદેય છે. આમ અસ્તિ તરીકે તો, આ બે ય
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy