SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ કર્યા હો. એમ કે એ બન્ને પરભાવ ને સ્વભાવ છે. (૮) પરભાવના ત્રણ પ્રકાર છે. એક કર્મનો ભાવ, તે પરભાવ છે. બીજો રાયાદિ જે વિકાર થાય છે, તે પરભાવ છે અને ત્રીજો જે નિર્મળ પર્યાય થાય, તે પણ સ્વભાવની અપેક્ષાએ પરભાવ છે. (૯) તારી દશામાં પશ્ય-પાપના વિકલ્પો અને રાગદ્વેષ આદિ, વિભાવભાવ રહ્યા હોવા છતાં,... એમ કે, પર્યાયમાં પુણય-પાપ આદિ વિભાવભાવ છે. પણ તેઓ (પરભાવ), અંદર વસ્તુ સ્વભાવમાં નથી. તો અંદર શું છે? ભગવાન આત્મા, અંદર તો સ્વાભાવિક ગુણમણિની ખાણ છે. વળી તે અંતઃતત્વ પરમ પવિત્ર પૂર્ણ, જ્ઞાનસ્વરૂપ છે. અનંત બેહદ, જેનો જ્ઞાનસ્વભાવ છે, એવો આત્મા કહે છે-પૂર્ણ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ છે. પરભાવરમણતા સ્વ અને પરનું ભેદવિજ્ઞાન ફરે એટલે ચિત્તખેદ અભય બને, પરભાવ રમણતા, ભય, દ્વેષ અને નબળાઇની દ્યોતક છે. સ્વભાવરમણતા અભય, અદ્વેષ અને અખેદની દ્યોતક છે. પરભાવો :ત્રણ પ્રકારથી છે. (૧) પર દ્રવ્ય જે શરીર, મન, વચન, કર્મ આદિ (૨) પદ્રવ્યના ભાવ એટલે કર્મના ઉદયાદિ તથા (૩) પદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવભાવો જે વિકારાદિ-તે સર્વ પરભાવો છે. પરભાવોમાં વર્તમાન પર્યાય આવે કે નહિ? :પર્યાય છે તો દ્રવ્યથી ભિન્ન, પણ એ વાત અહીં નથી. ત્રિકાળીનો વિષય કરનારી પર્યાય, કર્મ, કર્મનો ભાવ અને વિભાવથી ભિન્ન પડીને અંતરમાં દ્રવ્ય તરફ જુકે છે–ત્યારે એ પર્યાય આત્મસ્વભાવને પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. પરખ :ઉત્કૃષ્ટ (૨) ઉત્તમ પરમ અવગાય સમગદર્શન :કેવળી ભગવાને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમ અવગાઢ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. પરમ ઔદરિક કેવળી પરમાત્માનું શરીર, એવું પરમ ઔદારિક થઇ ગયું હોય છે કે, તેમના શરીર પર બીજા નજર કરે, તો તેને પોતાના સાત ભવ જણાય, એવા તો શરીરના રજકણો, નિર્મળ સ્વચ્છ થઇ જાય છે. પરમ કૃપાળુ દેવ પરમ કૃપાળુ દેવ સંવત ૧૭૫૧ માં ઈડર ભૂમિમાં વિચરતા હતા. તેમની સાથે બે મુનિઓ હતા. એ ત્રણેયને કોઈ કારણસર ઝેર આપવામાં પ૭૪ આવ્યું હતું. સ્મશાનભૂમિમાં ત્રણેય મુનિઓની છત્રી છે. તેમાં અને દિગંબરમંદિરમાં શિલાલેખ છે. તે અમે સિંદુરથી સ્વચ્છ કરી ઉપરના બન્ને સ્થળોએ શિલાલેખ વાંચેલ છે. તે વખતે પણ તેમનું નામ શ્રી રાજચંદ્ર લખેલ છે. અને તેઓ ત્રણેય દિગંબર મુનિઓ હતા. કૃપાળુદેવે એક વખત અંબાલાલભાઈ વિગેરે ત્રિપુટીને વઢવાણ કેમ્પમાં કહ્યું કે વઢવાણ શહેરના શાસ્ત્રભંડારમાં અમુક નામનો ગ્રંથ છે તેમાં અમારે વિષે અમુક પાને અમુક લીટીમાં લખેલું છે.. ત્રિપુટીએ કાર્યકરો પાસે વિનંતી કરીને શાસ્ત્રભંડાર ખોલાવ્યો અને ઘણા વર્ષ સુધી બંધ એવા ભંડારની જૂની હવા જવા દઈ ધૂપદીપ કરી તાડપત્રીનો તે ગ્રંથ કાઢયો. પાન ખરી જવા જેવા હતા. એટલે પ્રભુએ કહ્યું તે જ પાન કાઢયું. તેમાં પંચમ કાળમાં થનાર ૨૦૦૪ યુગપ્રધાન પુરુષોની શુભનામાવલી હતી. એ જ પંક્તિમાં જણાવ્યું હતું કે વિક્રમ સંવત ૧૯૨૪ ના (વીર સંવત યાદ નથી.) કાર્તિક પૂર્ણિમાએ શ્રીમદ્ રાજચંદ્ર નામના યુગપ્રધાન પુરુષનો જન્મ થશે. ત્રિપુટીને આ વાંચીને ખૂબ આનંદ થયો. પૂ. મોટાભાઈના ૨૩.૩.૮૮ના પત્રમાંથી.) પરમ ચૈતન્ય સામાન્ય સ્વપ :આત્મામાં સામાન્ય... સામાન્ય...સામાન્ય..., એવો સદાય એકરૂપ જે દર્શન, જ્ઞાનનો ઉપયોગને, શ્રધ્ધાનો ભાવ છે. તે પરમ ચૈતન્યનું, સામાન્ય સ્વરૂપ છે. મતલબ કે વિશેષ અવસ્થા, એ તેનું સ્વરૂપ નથી. સદા એકસદશ્ય રહે, એવું એનું ત્રિકાળ ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે. પરખ જયોતિ સર્વજ્ઞ પરમેશ્વર પ્રગટ પરમ જયોતિ છે, આત્મા ત્રિકાળ પરમચૈતન્ય જયોતિ છે. (૨) સમય સાર; ચૈતન્યની પરમ જયોતિ: જ્ઞાનની ઝળહળ જયોતિ. પરમ તત્વ આ જે વિવિ-કર્મકલંક રહિત, નિર્ભય અને નિરામય (નિર્વિકાર) અંતરંગ, અધ્યાત્મ જ્યોતિ છે. તે પરમ તત્ત્વ છે. તેનાથી ભિન્ન, બીજું બધું ઉપદ્રવ છે. (૨) આત્માનું સાચું સ્વરૂપ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy